Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 588 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોન વેચતા પહેલા જરૂર કરો આટલું કામ, નહીં તો થશે મુશ્કેલી
પહેલા આપણે બધા જ સ્માર્ટફોનને લાંબા સમય સુધી વાપરતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એક સર્વે મુજબ દરેક યુઝર 1-2 વર્ષમાં પોતાના સ્માર્ટફોનને અપગ્રેડ કરી દે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે માર્કેટમાં રોજ નવા નવા ફોન ન્ચ થઈ રહ્યા છે, જેમાં નવા નવા ફીચર્સ એડ થતા જાય છે. પરિણામે ફોનની કમ્પેટિબિલીટી પણ ઝડપથી ઘટી જાય છે. બધી જ એપ્સના અપડેટેડ વર્ઝનને વાપરવા માટે ફોનની ઓપરેટિંગ સિસ્ટમથી લઈને સ્ટોરેજ મોટું હોવું જરૂરી છે. સાથે જ, હવે ફોન વેચવા પણ સરળ બન્યા છે. તમે ઘરે બેઠા બેઠા જ તમારા જૂના ફોનને ઓનલાઈન વેચી શકો છો, અથવા તો એક્સચેન્જ ઓફરમાં આપી શકો છો.

પરંતુ, તમારો જૂનો સ્માર્ટફોન વેચતા પહા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તમારા ફોનમાં બેન્કિંગ એપ્સથી લઈને તમારા ફોટોઝ જેવી ઘણી બધી અંગત માહિતી હોય છે. જો ધ્યાન નહીં રાખો તો તમે ફ્રોડનો શિકાર બની શકો છો.
યુપીઆઈ એપ્સ ડિલીટ કરો.
ફોન કોઈને પણ વેચતા પહેલા તમારા ફોનમાં રહેલી બધી જ બેન્કિંગ એપ્સ, પેમેન્ટ એપ્સને અનઈન્સ્ટોલ કરો, સાથે જ તેનો ડેટા પણ ડિલીટ કરી દો.
કૉલ મેસેજ હિસ્ટ્રી ડિલીટ કરો.
કોઈ પણ ફોનને વેચા કે એક્સચેન્જ કરતા પહેલા તમારા કૉલ લોગ કે મેસેજ ડિસ્ટ્રી જરૂર ડિલીટ કરો. જો તમારા કોઈ જરૂરી એસએમએસ હોય તો તેને નવા મોબાઈલમાં ટ્રાન્સફર કર્યા બાદ જ જૂના ફોનમાંથી ડિલીટ કરો.
બેકઅપ
કોઈ પણ ફોન વેચતા પહેલા તેમાં રહેલા ડેટાનો બેકઅપ જરૂરથી લઈ રાખો. બેકઅપ માટે તમે ગૂગલ ફોટોઝ, ગૂગલ ડ્રાઈવ, માઈક્રોસોફ્ટ વનડ્રાઈવ, ડ્રોપબોક્સ અથવા અન્ય કોઈ ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો એક્સટર્નલ ડ્રાઈવાં પણ બેકઅપ લઈ શકો છો.
લોગઆઉટ બાદ ડિવાઈસને રિસેટ કરો
ફોન વેચતા પહેલા તેમાં રહેલા બધા જ અકાઉન્ટને લોગઆઉટ કરો. આટલું કર્યા બાદ જ ફોનને ફેક્ટ્રી રિસેટ કરો. ગૂગલથી લઈને ફેસબુક, વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, એક્સ જેવા અકાઉન્ટને પણ લોગઆઉટ કરો.
મેમરી કાર્ડ
જો તમારા ફોનમાં એક્સટર્ન મેમરી કાર્ડ છે, તો તેને કાઢી લો. આમ તો આજકાલ ઘણા ઓછા લોકોના ફોનમાં મેમરી કાર્ડ હોય છે, પરંતુ જો તમારા ફોનમાં હોય તો તેને કાઢવાનું ભૂલશો નહીં.
સિમ કાર્ડ અને ઈ સીમ
જો તમારી પાસે સિમકાર્ડ છે, તો તમે જરૂર આ સિમ કાર્ડને ફોન વેચતા પહેલા કાઢી જ લેશો. પરંતુ જો તમે ઈ સિમનો ઉપયોગ કરો છો, તો પહેલા ફોનમાંથી ઈ સિમની પ્રફાઈલ ડિલીટ કરી દો. ફનના સેટિંગ્સમાં જઈને તમે આ પ્રોફાઈલ હટાવી શક્શો.
WhatsApp બેકઅપ
જૂનો ફોન વેચતા પહેલા વ્હોટ્સ એપ બેકઅપ જરૂર લો. કારણ કે વ્હોટ્સ એપમાં અગત્યના દસ્તાવેજો તેમજ ચેટ સ્ટોર હોય છે. બેકઅપ લેવાથી તમે નવા ફોનમાં વ્હોટ્સ એપ ઈન્સ્ટોલ કરશો, ત્યારે બધી જ ચેટ રિસ્ટોર થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications