Just In
ઝૂમ ને ટક્કર આપવા માટે સ્કાઇપ દ્વારા મીટ નાવ ફીચર લોન્ચ કરવા માં આવ્યું
આ સમય ની અંદર વિડિઓ કોલિંગ એપ જેવા કે ઝૂમ અને હૅશ પાર્ટી એ ખુબ જ પ્રખ્યાત થઇ ચુક્યા છે અને તેની અંદર જુના ખેલાડી જેવા કે સ્કાઇપ ને લોકો ભૂલી ગયા હોઈ એવું લાગી રહ્યું છે ત્યારે, આ ગેમ ની અંદર પાછા આવવા માટે સ્કાઇપ દ્વારા નવા ફીચર ને લોન્ચ કરવા માં આવેલ છે જેનું નામ મીટ નાવ રાખવા માં આવેલ છે જેની અંદર યુઝર્સ સાઈન અપ અથવા એપ ને ઇન્સ્ટોલ કર્યા વિના પણ ગ્રુપ વિડિઓ કોલિંગ જોડી શકે છે.

સ્કાઇપ ના આ નવા ફીચર ની અંદર યુઝર્સ ને ગ્રુપ વિડિઓ કોલ ને હોસ્ટ કરવા ની અનુમતિ એક અલગ લિંક દ્વારા આપવા માં આવે છે. અને આ લિંક ને માત્ર એક ક્લિક ની મદદ થી બનાવી શકાય છે. અને તેની મદદ થી બીજા લોકો પણ આ ઇન્વાઇટ ને સ્વીકારી અને જોડાઈ શકશે. આ ફીચર ની સૌથી સારી વાત એ છે કે આ ગ્રુપ વિડિઓ કોલ ની અંદર જોડવા માટે યુઝર્સ ને કોઈ પણ પ્રકાર ના સાઈન ઈન કરવા ની કે એપ ને ડાઉનલોડ કરવા ની જરૂર પડતી નથી.
તેનો અર્થ એ થાય છે કે કોઈ પણ એક વ્યક્તિ દ્વારા લિંક ને જનરેટ કરી અને જેટલા પણ લોકો આ મિટિંગ ને એટેન્ડ કરવા ના હોઈ તેને પાસ કરી શકે છે. અને ત્યાર પછી જયારે તે લોકો દ્વારા આ લિંક પર ક્લિક કરવા માં આવશે ત્યાર પછી તેમને સીધા જ સ્કાઇપ ની વેબસાઈટ અથવા મોબાઈલ એપ પર સીધા લઇ જવા માં આવશે. અને અત્યારે તેના માટે બે બરાઇઝર સપોર્ટ કરે છે જેની અંદર માઈક્રોસોફ્ટ એજ અને ગુગલ ક્રોમ નો સમાવેશ કરવા માં આવે છે. સાથે સાથે માઈક્રોસોફ્ટ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ ઇન્ક ક્યારેય એક્સપાયર નહીં થાય અને કોઈ પણ સમયે યુઝર્સ તેનો ઉપીયોગ કરી શકશે.
અને સ્કાઇપ ની ઓફિશિયલ વેબસાઈટ પર જણાવવા માં આવ્યું હતું કે, અમારી આ યુનિક લિંક દ્વારા કોઈ એપ ડીવાઈસ ની અંદર ઇન્ટોલ કરેલ સકેપ એપ ને ઓપન કરવા માં આવશે, અને જો તમે સાઈન ઈન નથી કર્યું તેવા સન્જોગો ની અંદર પણ વિઝીટર તરીકે તમે ગ્રુપ વિડિઓ કોલ ની અંદર જોડાઈ શકશો. તેના માટે તમારે કોઈ એકાઉન્ટ ની જરૂરી નથી.
અને મિટિંગ ની અંદર પણ એક્સપાઈરેશન માટે કોઈ સમય નક્કી કરવા માં આવ્યો નથી જેથી તમે કોઈ પણ સમયે મિટિંગ ને બનાવી અને કોઈ પણ સમયે તેની સાથે જોડાઈ શકો છો. અને તમારા કોલ રેકોર્ડિંગ ને 30 દિવસ માટે હોલ્ડ કરી રાખવા માં આવશે અને તેની અંદર શેર કરવા માં આવેલ મીડિયા ને તેના કરતા પણ વધુ દિવસો માટે રાખવા માં આવશે. કે જે તમારા વેબિનાર, કોન્ફ્રન્સ, અને ઇન્ટરવ્યૂ વગેરે જેવી વસ્તુઓ માટે એકદમ પરફેક્ટ છે.
ગયા અઠવાડિયા ની અંદર સ્કાઇપ દ્વારા જાહેરાત કરવા માં આવી હતી કે માત્ર એક મહિના ના સમય ની અંદર તેમના પ્લેટફોર્મ માં 70% નો ઉછાળો જોવા માં આવ્યો હતો, અને હવે આ સર્વિસ નો ઉપીયોગ આખા વિશ્વ ની અંદર લગભગ 40 મિલિયન યુઝર્સ દ્વારા કરવા માં આવી રહ્યો છે. અહીં એક વસ્તુ ની ખાસ નોંધ લેવી જોઈએ કે સ્કાઇપ ટુ સ્કાઇપ કોલ ની સન્ખ્યા માં છેલ્લા એક મહિના ની અંદર 220% નો વધારો જોવા માં આવ્યો હતો. અને જયારે ભારત ની જેમ ઘણા બધા દેશો દ્વારા લોકડાઉન ની જાહેરાત કરવા માં આવી ત્યાર પછી આ પ્રકાર ની વિડિઓ કોલિંગ પ્લેટફોર્મ ની અંદર ખુબ જ મોટોત ઉછાળો જોવા માં આવ્યો હતો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470