Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Sim Cardને લગતા આ નિયમો 1 જુલાઈથી બદલાશે, જાણો જરૂરી બાબતો
સ્માર્ટફોન વગર હવે આપણું જીવન કલ્પવું લગભગ અશક્ય બની ગયું છે. આજના કનેક્ટેડ વર્લ્ડમાં મોબાઈલ ફોન એક જરૂરી ટૂલ છે. જો ફોન એક જીવન છે, તો સિમકાર્ડ તેની આત્મા, તેના વગર કોઈ પણ કામ ન થઈ શકે.
આવી સ્થિતિમાં જરૂરી એ છે કે તમે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં થતા પરિવર્તનો, જેમ કે સિમ કાર્ડને લગતા નવા નિયમો અંગે માહિતગાર રહો. તમને જણાવી દઈએ કે માર્ચ 2024માં TRAIએ સિમકાર્ડ પોર્ટેબલિટીને લઈને કેટલાક નિયમો બદલવાની જાહેરાત કરી હતી. આ નિયમો મોબાઈલ નંબર પોર્ટેબિલિટીને લગતા છે, જે 1 જુલાઈથી લાગુ થઈ રહ્યા છે. આ પરિવર્તન સામાન્ય રીતે સિમ સ્વેપ સ્કેમ રોકવા માટે કરાઈ રહ્યા છે.
નવા સિમ કાર્ડના નિયમ
ટ્રાઈનું કહેવું છે કે જો કોઈ એક નંબર નક્કી કરેલા સમયગાળા સુધી બંધ રહે છે તો મોબાઈલ ઓપરેટર આ સિમકાર્ડને ડિએક્ટિવેટ કરી શકે છે. તેનાથી સિમકાર્ડનો દુરુપયોગ અટકાવી શકાશે. એટલે તમારું સિમકાર્ડ બંધ ન થઈ જાય તેને માટે તેનો નિયમિત રીતે ઉપયોગ કરતા રહો.
નવું સિમ કાર્ડ ખરીદવા માટે તમારે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ આપવું પડે છે. હવે કેટલાક કિસ્સામાં બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય સીમ કાર્ડનું ગેરકાયદે વેચાણ રોકવાનો અને સિમ કાર્ડ યોગ્ય યુઝર પાસે જ છે, તે નક્કી કરવાનો છે.
આ ઉપરાંત એક વ્યક્તિ કેટલા સિમ વાપરી શક્શે, તેની સંખ્યા પણ નિશ્ચિત કરવામાં આવી છે. ગુનેગારો ઘણા બધા કાર્ડનો ઉપયોગ કરતા હોય છે, તેમને રોકવા માટે આ નિયમ છે. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ ચાલી રહ્યા છે.
સાથે જ પ્રિપેઈડ સિમ કાર્ડ પણ હવે પોસ્ટ પેઈડ સિમકાર્ડની જેમ ઓળખ અને એડ્રેસ સાથે રજિસ્ટર કરવું પડશે. તેનાથી જવાબદારી વધશે અને સિમ કાર્ડના દુરુપયોગની શક્યતાઓ ઘટે છે.
આ ઉપરાંત મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે કે જ્યારે તમે નંબર પોર્ટ કરાવશો, ત્યારે સાત દિવસ સુધી તમારો નંબર બીજા ટેલિકોમ ઓપરેટરમાં પોર્ટ નહીં કરી શકાય. સાત દિવસ બાદ જ તમે તેને પોર્ટ કરાવી શક્શો.
મોબાઈલ યુઝર્સે આટલું ધ્યાન રાખવું
- તમારું સિમ કાર્ડ નવા નિયમ પ્રમાણે ડિએક્ટિવેટ ન થઈ જાય, તેના માટે તેનાથી કોલ, મેસેજ નિયમિત રીતે કરતા રહો.
- નવું સિમ કાર્ડ લેતા પહેલા આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ સાથે રાખો, બાયોમેટ્રિક વેરિફિકેશન માટે રેડી રહો.
- તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, તે પણ ચેક કરતા રહો. જો કોઈ સિમ કાર્ડ તમારા નામે છે, તમારી જાણમાં નથી તો તેની ફરિયાદ કરો.
- જો તમારી પાસે પ્રિ પેઈડ સિમકાર્ડ છે, તો નવા નિયમો પ્રમાણે તે મોબાઈલ નેટવર્ક ઓપરેટ પાસે રજિસટર હોય તે ચેક કરી લો.
- જો તમે નંબર પોર્ટ કરાવી રહ્યા છો, તો તમારો નંબર સાત દિવસ સુધી બંધ રહેશે. એટલે આ સાત દિવસ માટે તમારી પાસે વૈકલ્પિક નંબર હોય, તેનું ધ્યાન રાખો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470



Click it and Unblock the Notifications