Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારું લેપટોપ હોઈ શકે છે હૅક, આ સંકેત મળે તો થઈ જાવ સાવધ
આપણે ઘણી બધી વાર પોતાના લેપટોપના પર્ફોમન્સ અને તેની સ્પીડ તેમજ બેટરીને લઈને ખૂબ ચિંતિત રહીએ છીએ. નવું લેપટોપ લીધાના કેટલાક મહિના બાદ જ ઘણીવાર લેપટોપ સ્લો થવા લાગે છે. જેનું સૌથી મોટું કારણ સિસ્ટમ કે લેપટોપ હૅક થઈ જવું પણ હોઈ શકે છે.

આજકાલ જેટલી ઝડપથી દુનિયા ડિજીટલ થઈ રહી છે, તેટલી જ ઝડપથી હેકિંગના કિસ્સા પણ વધી રહ્યા છે. મોટાભાગની કામગીરી ઈન્ટરનેટને આભારી છે, ત્યારે હેકર્સ માટે પણ હવે કામ સરળ બન્યા છે. મોબાઈલથી લઈને લેપટોપ સુધી તમારી બધી જ અંગત માહિતી ઈન્ટરનેટ સાથે જોડાયેલી કોઈ પણ સિસ્ટમમાં સ્ટોર હોય છે. એમાંય કોવિડકાળ પછી શરૂ થયેલા વર્ક ફ્રોમ હોમને લીધે લેપટોપ ઓફિસની સાથે સાથે પર્સનલ કામ માટે પણ ખૂબ જ અગત્યનું બન્યું છે. આવી સ્થિતિમાં જો તમારું લેપટોપ હૅક થઈ જાય તો તમને ખૂબ મોટો ફટકો પડી સખે છે.
રોજબરોજ એવા ઘણા કિસ્સા સામે આવે છે, જેને કારણે હૅકિંગનો ડર લાગ્યા કરે છે. આજે અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવીશું, જે સંકેતને તમે ઓળખી લેશો તો તમને ખ્યાલ આવી જશે કે તમારું લેપટોપ અથવા સિસ્ટમ હૅક થઈ ચૂક્યુ છે.
1. સ્લો પર્ફોમન્સ
ઘણીવાર આપણું લેપટોપ સ્લો કામ કરે છે. ઈન્ટરનેટ બ્રાઉઝિંગ એટલું ધીમે થાય છે કે, કામ કરતા કરતા ઈરિટેટ થઈ જવાય છે. જો કે આ પ્રોબ્લેમ ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ અપડેટમાં આવેલા બગ અથવા તો પછી હાર્ડવેરમાં થયેલી કોઈ મુશ્કેલીને કારણે પણ થઈ શકે છે. અથવા તો શક્ય છે કે તમારા લેપટોપમાં માલવેર કે વાઈરસ આવી ગયા હોય, તેને કારણે પણ લેપટોપનું પર્ફોમન્સ સ્લો થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે લેપટોપને ફોર્મેટ કરીને એન્ટીવાઈરસ ઈન્સ્ટોલ કરી શકો છો.
2. ઈન્ટરનેટ અને બેટરીનો વધુ પડતો ઉપયોગ
ઘણીવાર આપણું લેપટોપ નવું હોવા છતાંય, ઝડપથી ડિસ્ચાર્જ થઈ જાય છે. લેપટોપ સ્લીપ મોડમાં હોવા છતાં અથવા બંધ હોવા છતાંય, જો તેના બેટરી પર્સન્ટેજ ઘટી રહ્યા હોય, તો સમજો કે તમારું લેપટોપ હૅક થઈ ચૂક્યુ છે. આ ઉપરાંત ઓટોમેટિક શટડાઉન, રિસ્ટાર્ટ અથવા તમારા કોઈ કમાન્ડ વગર જો કોઈ એપ લેપટોપમાં ખુલે કે બંધ થાય તો આ લેપટોપ હૅક થવાના સંકેત છે.
3. વારંવાર પૉપ-અપ એડ્સ આવવી.
જો તમારા લેપટોપમાં અથવા તો સિસ્ટમ પર વારંવાર પૉપ-અપ એડ્સ દેખાતી હોય, તો સમજો કે તમારી સિસ્ટમમાં કોઈ માલવેર ઈન્સ્ટોલ થઈ ચૂક્યુ છે. ઘણીવાર આપણે કેટલીક એવી વેબસાઈટ વિઝિટ કરીએ છીએ, જેમાં માલવેર કે વાઈરસ હોય છે. આવી વેબસાઈટ પરથી કોઈ પણ ફાઈલ ડાઉનલોડ કરવા પર વાઈરસ કે માલવેર તમારા લેપટોપમાં ઈન્સ્ટોલ થઈ શકે છે.
4. ફાઈલ કે ફોલ્ડર ખોવાઈ જવું
ઘણીવાર એવું પણ બને છે કે તમે કોઈ ફાઈલ કે ડોક્યુમેન્ટ કોઈ ફોલ્ડરમાં સેવ કર્યું હોય, અને પછી તમે ભૂલી જાવ છો કે તમે આ ફાઈલ કે ડોક્યુમેન્ટ ક્યાં સેવ કર્યા છે. જો આવી સેવ કરેલી ફાઈલ તમને બિલકુલ જ ન મળે અને આવી ઘટના વારંવાર થતી હોય, તો શક્ય છે કે સિસ્ટમમાં વાઈરસ આવી ગયો છે. કારણ કે સ્કેમર્સ તમારા લેપટોપને હેક કર્યા બાદ એક્સેસ કરીને ખાસ ફાઈલ કે ફોલ્ડર હટાવી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
