Just In
Xiaomi CyberDog: સ્માર્ટ ફોન કંપની ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે પહેલો રોબોટ પેટ ડોગ
ટોચની સ્માર્ટ ફોન કંપની Xiaomiએ પોતાની એન્ટ્રી બાદ ભારતીય સ્માર્ટ ફોન માર્કેટમાં મોટું પરિવર્તન આણ્યું છે. ટૂંક જ સમયમાં આ ટેક કંપનીએ મોબાઈલ માર્કેટમાં ટોચની જગ્યા બનાવી છે. સારા ફીચર્સ અને સસ્તી કિંમત સાથેના ફોન આપીને આ કંપની દરેક ભારતીય માટે ખાસ બની છે. મોબાઈલ ફોન ઉપરાંત આ કંપની સ્માર્ટ વોચ, સ્માર્ટ બેગ્સ જેવી અનેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસીઝ પણ વેચી રહી છે.

આગામી સમયમાં Xiaomi ભારતીય માર્કેટમાં નવી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ લોન્ચ કરવા માટે તૈયાર છે. જેમાંથી કેટલીક ખૂબ જ ઉપયોગી છે, તો કેટલીક પ્રોડક્ટ્સને જોઈને તમને થશે કે આનો ઉપયોગ શું! પરંતુ શાઓમીની આ પ્રોડ્કટ્સ ઈન્ટ્રેસ્ટિંગ તો છે જ. અત્યાર સુધી તમે માત્ર Sci-Fi ફિલ્મોમાં જોયેલી એક પ્રોડક્ટ કંપની ભારતીય માર્કેટમાં ઉતારવા જઈ રહી છે.
અહીં જોઈ શક્શો CyberDog
Xiaomiએ ભારતમાં તેનો પહેલો બાયો ઈન્સ્પાયર્ડ ક્વાડરૂપ્ડ રોબો CyberDog રજૂ કર્યો છે. હાલ કંપનીએ તેને વેચાણ માટે નથી મૂક્યો પરંતુ તમે દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા અને અમદાવાદમાં Mi Homesમાં જઈને આ CyberDog નિહાળી શકો છો.
CyberDogના ફીચર્સ
આ CyberDogમાં 11 હાઈ પ્રિસિઝન સેન્સર્સ છે. જેમાં ટચ સેન્ચર્સ, કેમેરા, અલ્ટ્રાસોનિક સેન્સર, જીપીએસ મોડ્યુલ્સ સહિતનાનો સમાવેશ થાય છે. આ સેન્સર્સ તમારા રોબો CyberDogને ચાલવામાં આવતા અવરોધ પારવામાં મદદ કરે છે.
શાઓમીના CyberDogનો ઉપયોગ
આ CyberDogનો મુખ્ય ઉપયોગ માણસ ન જઈ શકે, તેવી અથવા જોખમી જગ્યાઓ પર કે જોખમી મશીનો રિપેર કરવાનો છે. આ CyberDogમાં Nvidoa Jetson Xavier NX AI Supercomupter આપવામાં આવ્યું છે. જે 384 CUDA Cores, 48 Tensor Cores, 6 Carmel ARM CPU અને 2 ડીપ લર્નિંગ એક્સલેરશન એન્જિન સાથે આવે છે.
કરી શક્શે આટલા કામ
જુદા જુદા દેશોમાં કંપનીએ ઓલરેડી આ CyberDog વેચી રહી છે. જેના ફીચર્સ મુજબ આ રોબો ડોગ ચાલવા, દોડવા ઉપરાંત ડાબે જમણે વળી શકે છે, પડી શકે છે અને કૂદી પણ શખે છે. યુટ્યુબ પર ડેમો વીડિયોમાં તો તમે આ સાઈબર ડોગને ફ્લીપ મારતા પણ જોઈ શકો છો. સામાન્ય શ્વાનની જેમ તે પાછલા બે પગે ઉભો પણ થઈ શકે છે. તેની વધુમાં વધુ સ્પીડ 3.2 મીટર પર સેકન્ડ છે. તો આ સાઈબર ડોગ 3 કિલો વજન પણ ઉંચકી શકે છે.
ગેજેટ્સના શોખીનો માટે બેસ્ટ છે CyberDog
હાલ ભારતમાં ભલે આ સાઈબર ડોગનો કોઈ ખાસ ઉપયોગ ન દેખાતો હોય, પરંતુ ગેજેટ્સના શોખીન વ્યક્તિઓ માટે તેમના કલેક્શનમાં એક શાનદાર એડિશન તો જરૂરથી કરી શકાય એમ છે. જરા, વિચારો તમારા ઘરમાં આ સાઈબર ડોગ હશે તો કેવું લાગશે! શાઓમીનો આ CyberDog તેની આસપાસના વિસ્તારનું રિયલ ટાઈમ એનાલિસીસ કરી શકે છે. આ ઉપરાંત તે જે તે જગ્યાએ પહોંચવા માટે મેપ્સની સુવિધા પણ આપી શકે છે. શાઓમીનો આ સ્માર્ટ CyberDog વોઈસ કમાન્ડ સાંભળીને તેના પર રિએક્ટ પણ કરે છે.
કેટલી છે કિંમત?
Xiaomiના આ cyberDogની કિંમત ચીનના માર્કેટમાં CNY 9999 એટલે કે લગભગ રૂપિયા 1,14,700 છે. જો કે ભારતીય માર્કેટમાં આ સાઈબર ડોગ કેટલી કિંમતમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે, તે જાણવા માટે કંપનીના ઓફિશિયલ લોન્ચની રાહ જોવી પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470