Online કામ કરતા સમયે પ્રાઈવસીનું રાખો ધ્યાન, આ 10 ટિપ્સ ફોલો કરો

By Gizbot Bureau
|

આજનો સમય ઈન્ટરનેટનો અને ટેક્નોલોજીનો છે. તમારા મોટા ભાગના કામ ઈન્ટરનેટ દ્વારા થઈ રહ્યા છે, પરિણામે ઈન્ટરનેટ પર તમે શું કરો છો, તે પણ સહેલાઈથી ટ્રેક થઈ શકે છે. તમને શું ગમે છે, તમે ક્યાં ટ્રાવેલ કરી રહ્યા છો, ક્યાં જવાનું આયોજન કરી રહ્યા છો, આ બધી જ ઝીણી ઝીણી વિગતો ઈન્ટરનેટ પરથી કોઈ પણ મેળવી શકે છે. જેમની પાસે યોગ્ય ટૂલ્સ છે, તેઓ કોઈ પણ રીતે તમારો આ બધો જ ડેટા એક્સેસ કરી શકે છે. સ્કેમર્સ તમારી આવી જ ગતિવિધીઓ પર નજર રાખતા હોય છે, અને તેના પરથી જ તમને શિકાર બનાવે છે. પરંતુ, કેટલાક એવા પગલાં પણ છે, જેનો ઉપયોગ કરીને તમે તમારી પ્રાઈવસીને તમારા ડેટાને સિક્યોર કરી શકો છો.

Online કામ કરતા સમયે પ્રાઈવસીનું રાખો ધ્યાન, આ 10 ટિપ્સ ફોલો કરો

ઓનલાઈન કોઈ પણ કામ કરતા સમયે તમારી પ્રાઈવસીને પ્રોટેક્ટ કરવા માટે નીચેની ટિપ્સનું ધ્યાન રાખો.

1. Cookies હંમેશા ક્લિયર કરો.

એન્ટીવાઈરસ સોફ્ટવેર પૂરા પાડતી કંપની McAfeeનું કહેવું છે કે યુઝર્સે પોતાના બ્રાઉઝરમાંથી નિયમિત પણે કૂકીઝ ડિલીટ કરતા રહેવું જોઈએ. આમ કરવાથી તમારો ડેટા કોઈ પણ ત્રાહિત વ્યક્તિના હાથમાં જતો બચાવી શકાય છે. કંપનીએ પોતાના પ્લોગમાં લખ્યું છે કે સાઈબર ક્રિમિનલ્સ તમારા બ્રાઉઝરને હૅક કરીને તમે શું સર્ચ કરો છો, શું એક્ટિવિટી કરો છો, તે ચેક કરતા હોય છે, એટલે તમારી કૂકીઝને ડિલીટ કરવાનું રાખો.

2. અઘરો પાસવર્ડ સેટ કરો

તમારા દરેક પ્રકારના ઓનલાઈન અકાઉન્ટનો પાસવર્ડ એવો હોવો જોઈએ કે કોઈ વ્યક્તિને સપનેય તેનો અંદાજ ન આવે. આવા અઘરા કોમ્બિનેશનના પાસવર્ડ રાખવા એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. તમારા પાસવર્ડમાં આલ્ફાબેટ્સ, નંબર્સ, સ્પેશિયલ કેરેક્ટર્સનો યુઝ કરો. એકના એક પાસવર્ડને વારંવાર અથવા જુદા જુદા અકાઉન્ટમાં યુઝ ન કરો. શક્ય હોય તો પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો.

3. ટુફેક્ટર ઓથેન્ટિકેશન રાખો

કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડથી બચવાની સૌથી સહેલી રીત ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન યુઝ કરવાની છે. આમ કરવાથી જ્યારે પણ કોઈ તમારા અકાઉન્ટને એક્સેસ કરશે, તો તમારી પાસે ઓથેન્ટિકેશન માગવામાં આવશે, જેનાથી તમને ખ્યાલ આવી જશે કે તમારું અકાઉન્ટ હૅક થઈ રહ્યું છે. આ ઉપરાંત તમે પાસવર્ડના બદલે બાયોમેટ્રિક્સ કે પછી પેટર્નનો પણ યુઝ કરી શકો છો.

4. બ્રાઉઝરના સેટિંગ્સ ચેક કરો

તમારી ઓનલાઈન એક્ટવિટીઝ પ્રાઈવેટ જ રહે તે માટે યુઝર્સે સમયાંતરે બ્રાઉઝરના સેટિંગ્સેન એડજસ્ટ કરતા રહેવું જોઈએ. આ ઉપરાંત તમે ઈનકોગ્નિટો અથવા પ્રાઈવેટ મોડમાં પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો.

5. એડ બ્લોકરનો ઉપયોગ કરો.

એડ બ્લોકર તમારા ઈન્ટરનેટ સેશન દરમિયાન આવતી શંકાસ્પદ એડ્સને હટાવી દે છે, જેથી તમે સારી રીતે બ્રાઉઝિંગ કરી શકો. આ ઉપરાંત એવી વેબસાઈટ જે તમારી ઈન્ફોર્મેશન થર્ડ પાર્ટીને આપતી હોય, તેવી વેબસાઈટને પણ એડ બ્લોકર ઓપન નથી કરવા દેતી.

6. VPNનો ઉપયોગ કરો.

જ્યારે તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો, ત્યારે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરવાનું રાખો, જેથી તમારો ડેટા સુરક્ષિત રહે. VPN યુઝર અને વેબસાઈટ અથવા એપ વચ્ચે માધ્યમ તરીકે કામ કરે છે, તેના કારણે બ્રાઉઝિંગ દરમિયાન તમને ટ્રેક કરવા અઘરા બને છે.

7. ઈન્ફોર્મેશન બધે જ ન આપો.

તમારી અંગત માહિતી બધે આપતા ન ફરો. કોઈ પણ વેબસાઈટ કે સોશિયલ મીડિયા પર તમારી અંગત ગતિવિધિઓની માહિતી લિમિટમાં જ શૅર કરો, જેથી કોઈ તમને ટ્રેક ન કરી શકે.

8. સોફ્ટવેર અપડેટ કરો.

ભલે તમે ફોન કે કમ્પ્યુટરથી બ્રાઉઝિંગ કરતા હો, પરંતુ તમારી સિસ્ટમને સદાય અપડેટેડ રાખો. ફોન મેકર્સ કંપની સમયાંતરે નવી સિક્યોરિટી અપડેટ્સ આપતી રહે છે, જે સિક્યોરિટીમાં રહેલા બગ્સને રિપેર કરે છે. તેનાથી તમારો ડેટા સુરક્ષિત રહે છે.

9. ક્યારેય પબ્લિક વાઈફાઈ ન વાપરો

પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરવો ફ્રી હોય છે, પરંતુ આવા વાઈફાઈ બિલકુલ સેફ નથી હોતા. સ્કેમર્સ તેના દ્વારા જ તમારા ડેટાને એક્સેસ કરી શકે છે. જો ના છૂટકે પબ્લિક વાઈફાઈ વાપરવું જ પડે, તો વીપીએનનો ઉપયોગ કરો.

10. અનયુઝ્ડ અકાઉન્ટ્સ બંધ કરો.

એવા અકાઉન્ટ જેનો તમે ઉપયોગ નથી કરતા, તેને બંધ કરી દો અથવા તો ડિલીટ કરી દો. આવા અકાઉન્ટની સિક્યોરિટી લો હોય છે, જેને કારણે તેમાંથી પણ તમારો ડેટા લીક થઈ શકે છે.

Best Mobiles in India

English summary
Shielding Your Privacy: Essential Tips for Safeguarding Your Private Data Online

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X