Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
મહિલાઓ હવે આ પોર્ટલ પર કરી શક્શે ફરિયાદ, બસ આટલા સ્ટેપ્સ કરવાના છે ફોલો
કોલકાતામાં થયેલા દુષ્કર્મ કેસ બાદ કેન્દ્ર સરકાર મહિલાઓની સુરક્ષાને લઈને જાગૃત બની છે. મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્કપ્લેસ પર યૌન શોષણ જેવા કેસ અટકાવવા માટે અને આખા દેશમાં મહિલાઓની સુરક્ષા વધુ સુદ્રઢ કરવા માટે She-Box પોર્ટલ લોન્ચ કર્યા છે. આ પોર્ટલ દ્વારા મહિલાઓ પોતાની સાથે થતી અણછાજતી ઘટનાઓની ફરિયાદ ઓનલાઈન કરી શક્શે. આ પોર્ટલ લોન્ચ કરવા પાછળ સરકારનો હેતુ સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં યૌન શોષણની ફરિયાદોનું રિપોર્ટિંગ અને તેના પર તાત્કાલિક એક્શન લેવાનું છે. તા દરેક મહિલાએ એ જાણી લેવું જરૂરી છે કે SHe-Box પોર્ટલ પર ફરિયાદ કેવી રીતે કરી શકાય છે.

SHe-Box ફરિયાદ કરવા માટે નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં કે કમ્પ્યુટરમાં https://shebox.nic.in/user/user_loginપર લોગઈન કરો.
સ્ટેપ 2: હવે હોમ પેજ પર લાલ રંગમાં રજિસ્ટર યોર કમ્પ્લેઈન નામનો ઓપ્શન જોવા મળશે. તેના પર ટેપ કરો, એટલે તમે કમ્પ્લેન્ટ રજિસ્ટર પેજ પર પહોંચી શક્શો. કમ્પ્લેઈન રજિસ્ટ્રેશન પેજ પર પ્રક્રિયા શરૂ કરવા માટે Register Complaint પર ટેપ કરો.
સ્ટેપ 3: અહીં તમને બે ઓપ્શન મળશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસ અને સ્ટેટ ગવર્નમેન્ટ ઓફિસ. તમારે સેન્ટ્રલ ગર્વમેન્ટ ઓફિસ પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 4: હવે તમારી સામે પર્સનલ ડિટેઈલ ફિલ કરવાનો ઓપ્શન આવશે. જેમાં તમારે નામ, કોન્ટેક્ટ ડિટેઈલ, એમ્પલોયમેન્ટ સ્ટેટસ, ઈન્સિડન્ટ ડિટેઈલ્સ અને એવિડન્સ જેવી માહિતી ભરવાની છે.
સ્ટેપ 5: એકવાર આ બધી જ માહિતી ભરાઈ જાય, ત્યાર બાદ રિવ્યુ એન્ડ સબમિટ ઓપ્શન તમારી સામે દેખાશે, તેના પર ટેપ કરો. સબમિટ પર ક્લિક કરવાની સાથે જ તમારી ફરિયાદ દાખલ થઈ જશે.
SHe-Box ના અન્ય ફીચર્સ
આ પોર્ટલની સૌથી સારી વાત એ છે કે તમે કોઈને પણ ફેસ કર્યા વગર ફરિયાદ દાખલ કરી શકો છો. સાથે જ અહીં અપલોડ થયેલી તમારી ફરિયાદ એકદમ ગુપ્ત રહે છે. આ પોર્ટલ પર ફરિયાદ કરવા માટે પોર્ટલ પર જ એક ગાઈડ આપેલું છે. જેની મદદથી તમે ફરિયાદ કરી શકો છો.
SHe-Box પોર્ટલ યૌન શોષણની ફરિયાદો પર કામ કરનારી આંતરિક સમિતિ અને સ્થાનિય સમિતિ વિશે માહિતી ભેગી કરવા માટે એક કોમન પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. આ પોર્ટલ પર કોઈ પણ મહિલા ફરિયાદ દાખલ કરી શકે છે.
સાથએ જ આ પોર્ટલ એ વાતનું પણ ધ્યાન રાખે છે કે તમારી ફરિયાદ પર તાત્કાલિક પગલા લેવામાં આવે અને જવાબદાર લોકોને સજા થાય. આ પોર્ટલ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક માહિતી પહોંચાડે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications