Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppનું સ્ટેટસ સીધું જ Facebook પર થશે શૅર, કરો આ સેટિંગ
વિશ્વમાં કદાચિત સૌથી વધુ વપરાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સ એપે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. વ્હોટ્સ એપે પોતાના સ્ટેટસ ફીચર સાથે એક નવું ઓપ્શન આપ્યું છે, જેની મદદથી યુઝર્સ પોતાના સ્ટેટસને ફેસબુક પર પણ શૅર કરી શક્શે. વ્હોટ્સ એપ આખા વિશ્વમાં સૌથી વધુ વપરાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે.

યુઝર એક્સપીરિયન્સ વધારે શાનદાર બનાવવા માટે ડેવલપર્સ નવા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. મેટાએ આ પ્લેટફોર્મને ફેસબુક સાથે જોડતું આ ખાસ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર ઈન્સ્ટાગ્રામના સ્ટોરી શેરિંગ ફીચર જેવું જ છે. ચાલો જાણીએ આ ફીચરની ડિટેઈલ્સ
શું છે આ લેટેસ્ટ ફીચર?
ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શૅર કરતા સમયે તમને એક ઓપ્શન મળે છે, જેની મદદથી તમે ઈન્સ્ટા સ્ટોરીને ફેસબુક પર પણ સ્ટોરી તરીકે શૅર કરી શકો છો. આ જ રીતે તમે વ્હોટ્સ એપમાં સ્ટેટસ શૅર કરી શકો છો. વ્હોટ્સ એપે લેટેસ્ટ અપડેટમાં એવું ફીચર આપ્યું છે, જે તમારા વ્હોટ્સ એપ સ્ટેટસને ફેસબુક સ્ટોરીમાં શૅર કરશે.
યુઝર્સને વ્હોટ્સ એપ સ્ટેટસની બાજુમાં જ એક ફેસબુકનો આઈકન જોવા મળશે, જેના પર ક્લિક કરવાની સાથે જ તમે સ્ટેટસને ફેસબુક પર પણ શૅર કરી શક્શો. આ ફીચરને કારણે મેટાએ પોતાના ફેસબુક અને વ્હોટ્સ એપ યુઝર્સ માટે કામ સરળ બનાવી દીધું છે. ધ્યાન રાખો કે આ ફીચર ડિફોલ્ટ રીતે ઓફ રહેશે, પરંતુ યુઝર્સ પોતાની જરૂરિયાત પ્રમાણે આ ફીચર ઓન કરી શકે છે.
કેવી રીતે કરશો આ ફીચરનો ઉપયોગ?
WhatsApp એ ફીચર બધા જ યુઝર્સ માટે આખા વિશ્વમાં રોલઆઉટ કરી દીધું છે. બધા યુઝર્સ સુધી પહોંચવામાં આ ફીચરને કદાચ થોડો સમય લાગી શકે છે. પરંતુ દરેક યુઝર આ લેટેસ્ટ ફીચરનો ઉપયોગ કરી શક્શે. બસ આ ફીચર આવ્યા બાદ યુઝર્સે તેનો ઉપયોગ કરવા માટે અનેબલ કરવું પડશે. તેને એક્ટિવેટ કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે એક WhatsApp Status શૅર કરવું પડશે.
સ્ટેપ 2: જેવું તમે સ્ટેટસ શૅર કરશો, કે તમને આ જ સ્ટેટસ ફેસબુક પર સ્ટોરી તરીકે શૅર કરવા માટે સેટ અપ ઓપ્શન મળશે.
સ્ટેપ 3: અહીં તમારે સેટ અપ પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 4: બાદમાં તમને સ્ક્રીન પર કેટલાક ઈન્સ્ટ્રકશન્સ મળશે, જેને તમારે ફોલો કરવાના છે.
આ ઈન્સ્ટ્રક્શન ફોલો કરવાની સાથે જ તમારું વ્હોટ્સ એપ સ્ટેટસ ફેસબુક પર પણ શૅર થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications