Netflix અકાઉન્ટને એક સાથે બધી ડિવાઈસથી કરો લોગઆઉટ, આટલું કરો

By Gizbot Bureau
|

Netflix ભારતના સૌથી લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સમાંનું એક છે. Netflix પર તમને ઘણા પ્રકારના શોઝ, સિરીઝ અને જુદા જુદા જેનરની મૂવીઝ જોવા મળે છે. Netflix ભલે ખૂબ લોકપ્રિય હોય, પરંતુ તેનું સબસ્ક્રીપ્શન દરેક યુઝરને પરવડે તેટલું સસતું નથી. જો તમે તેનો ટોપ પ્લાન લેવાનું વિચારી રહ્યા હો, તો તે ખૂબ મોંઘો છે. એટલે જ ભારતમાં યુઝર્સ એક બીજા સાથે પોતાના નેટફ્લિક્સ યુઝરનેમ અને પાસવર્ડ શૅર કરે છે. આપણે મિત્રોને, ફેમિલી મેમ્બર્સને આપણું નેટફ્લિક્સ અકાઉન્ટ વાપરવા માટે આપી દઈએ છીએ.

Netflix અકાઉન્ટને એક સાથે બધી ડિવાઈસથી કરો લોગઆઉટ, આટલું કરો

જો કે, બધા જ યુઝર્સ પોતાને ગમતા શોઝ જોયા બાદ નેટફ્લિક્સ અકાઉન્ટમાંથી લોગઆઉટ કરવાનું ભૂલી જાય છે. તમારે ઘણીવાર તેમને સાઈન આઉટ કરવાનું યાદ કરાવવું પડે છે. પરંતુ હવે તમારે યાદ કરીને તમારા મિત્રોને કે ફેમિની મેમ્બર્સને Netflixમાંથી લોગઆઉટ કરવાનું નહીં કહેવું પડે. તમે તમારી જાતે જ ગમે ત્યાં બેઠા બેઠા ગમે તેના મોબાઈલ કે કમ્પ્યુટરમાંથી તમારું નેટફ્લિક્સ અકાઉન્ટ લોગઆઉટ કરી શક્શો.

બધા જ ડિવાઈસમાંથી તમારું નેટફ્લિક્સ અકાઉન્ટ લોગઆઉટ કરવા માટે સૌથી પહેલા તમારે વેબ વર્ઝનમાં એટલે કે કમ્પ્યુટરથી તમારા આઈડીમાં લોગઈન કરવું પડશે, અથવા તો સ્માર્ટ ટીવીમાં લોગઈન કરવું પડશે. બાદમાં તમે સેટિંગ્સમાં જઈને નીચે આપેલા સ્ટેપ્સ મુજબ બધી જ ડિવાઈસમાંથી તમારુઁ અકાઉન્ટ લોગઆઉટ કરી શકો છો.

સ્માર્ટ ફોન દ્વારા Netflix અકાઉન્ટ બધા જ ડિવાઈસમાંથી લોગઆઉટ કરો.

આગળ વધતા પહેલા એ ધયાન રાખો કે તમારા ફોનમાં Netflixની એપનું લેટેસ્ટ વર્ઝન ઈન્સ્ટોલ્ડ છે. ન હોય તો પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાં જઈને તેને અપડેટ કરી દો. પછી આગળના સ્ટેપ્સ ફોલો કરો.

1. સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ કે આઈઓએસ ડિવાઈસમાં નેટફ્લિક્સ ઓપન કરો.

2. હવે તમારા અકાઉન્ટમાં લોગઈન કરો. પછી એન્ડ્રોઈડ હોય તો તેમાં નીચેની તરફ જમણી બાજુ દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.

3. હવે અકાઉન્ટ પર ટેપ કરો.

4. થોડું સ્ક્રોલ ડાઉન કરો અને Sign Out of all devices વિકલ્પ પર ટેપ કરો.

5. પછી Sign Out પર ટેપ કરો.

બ્રાઉઝરનો ઉપયોગ કરીને Netflix અકાઉન્ટ બધા જ ડિવાઈસમાંથી લોગઆઉટ કરો.

1. સોથી પહેલા Netflixની વેબસાઈટ ઓપન કરો.

2. હવે તમારા અકાઉન્ટમાં લોગ ઈન કરો અને અકાઉન્ટમાં જઈને Sign Out of all devices વિકલ્પ પર ટેપ કરો. આ વિકલ્પ તમને Security and Privacy ઓપ્શનમાં મળશે.

3. પછી Sign Out પર ક્લિક કરીને કન્ફર્મ કરો.

iPadમાં થી આ રીતે કરો Netflixને દરે કડિવાઈસથી લોગઆઉટ

1. તમારા આઈપેડમાં Netflix એપ ઓપન કરો.

2. હવે તમારા Netflix અકાઉન્ટમાં લોગ ઈન કરો અને જમણી બાજુ ઉપરની તરફ દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.

3. હવે અકાઉન્ટ પર ટેપ કરો.

4. સ્ક્રોલ ડાઉન કરો અને Sign out of all devices ટેબ પર ટેપ કરો.

5. હવે Sign Out પર ટેપ કરો.

Best Mobiles in India

English summary
Secure Your Netflix Account: Learn How to Sign Out from All Devices with This Simple Guide

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X