Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OTP Scam ઠગોએ અપનાવી યુઝર્સને લૂંટવાની નવી રીત, આ રીતે બચો
આજના સમયમાં ઓનલાઈન શોપિંગ સામાન્ય વાત બની ચૂકી છે. મેટ્રો સિટીઝની સાથે સાથે હવે તો ટિયર 2 અને ટિયર 3 શહેરના લોકો પણ ઓનલાઈન શોપિંગ કરતા થઈ ચૂક્યા છે. ઓનલાઈન શોપિંગના જમાનામાં બધા જ ટ્રાન્ઝેક્શન સિક્યોર કરવા માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ થાય છે. આ માટે તમારે ડિલીવરી બોયને ઓટીપી શૅર કરવાનો હોય છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ્સે આ ઓટીપી શેરિંગ ફીચરની શરૂઆત ઓનલાઈન ડિલીવરી સિક્યોર કરવા માટે કરી હતી.

આ ફીચર અંતર્ગત જ્યારે ગ્રાહકોને પોતાનું ડિલીવરી પેકેજ મળે છે, તો તેમણે ડિલીવરી કન્ફર્મ કરવા માટે ઓટીપી શૅર કરવાનો હોય છે. ટેક કંપનીઓએ ભલે આ ફીચરની શરૂઆત વધારે સુરક્ષા માટે કરી હોય, પરંતુ સ્કેમર્સે અહીં પણ પોતાનો ઠગાઈનો રસ્તો શોધી નાખ્યો છે. આ ઓટીપી ફીચરનો ઉપયોગ કરીને જ સ્કેમર્સ લોકોના પૈસા સેરવી રહ્યા છે.
આ રીતે ચાલી રહ્યું છે સ્કેમ
આ પ્રકારની ઠગાઈના કેટલાક કિસ્સા ઓલરેડી નોંધાઈ ચૂક્યા છે. NCIB એ પણ આ મામલે ટ્વિટ કરીને નાગરિકોને સાવધ કર્યા છે. આ સ્કેમમાં સ્કેમર્સ ઓનલાઈન શોપિંગ કરતા યુઝર્સ પર નજર રાખે છે. અને તેઓ પોતાનો માણસ પાર્સલ સાથે યુઝર્સના ઘરે મોકલે છે. જ્યારે યુઝર કહે છે કે આ તેમનું પાર્સલ નથી, ત્યારે ઓર્ડર કેન્સલ કરવાના નામે સ્કેમર્સ પોતાની ઠગાઈને અંજામ આપે છે.
NCIBના કહેવા પ્રમાણે,’ઠગાઈની નવી રીત ચલણમાં આવી છે. જેમાં સ્કેમર્સ કેશ ઓન ડિલીવરીનો ઓર્ડર લઈને આવે છે, જ્યારે તમે ઓર્ડર લેવાની ના પાડો છો, તો ડિલીવરી કરનાર વ્યક્તિ તેને કેન્સલ કરવા કહે છે. બાદમાં તમને નકલી કસ્ટમર કેર દ્વારા એક OTP મોકલે છે. જેવો આ ઓટીપી તમે ડિલીવરી કરનાર વ્યક્તિને આપો છો કે તરત જ તમારું બેન્ક અકાઉન્ટ ખાલી થઈ જાય છે.’
હકીકતમાં સ્કેમર્સ ગ્રાહકોને એક લિંક મોકલે છે, જેના પર ક્લિક કરીને ઓર્ડર પાછો મોકલવા કહે છે. આટલું કર્યા બાદ યુઝર્સના ફોન પર એક ઓટીપી આવે છે. સ્કેમર્સ યુઝર્સ પાસેથી ઓટીપી લે છે અને પછી તેમના ફોનને હેક અથવા ક્લોન કરી લે છે. આ પ્રકારનું સ્કેમ તમારી સાથે પણ થઈ શકે છે. તેનાથી બચવા માટે તમારે કેટલીક સામાન્ય વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
આટલું રાખો ધ્યાન, બચાવો તમારું ધન
- કોઈ પણ વ્યક્તિ સાથે તમારો ઓટીપી શૅરના કરો. ઓટીપી ખૂબ જ ખાનગી હોય છે, તે શૅર કરવાથી તમને નુક્સાન થઈ શકે છે.
- જો કોઈ તમને તમારો પાસવર્ડ શૅર કરવા કહે છે કે તો પણ ગમે તે વ્યક્તિને આ પિન ન આપો.
- ઘણીવાર તમારે ડિલીવરી રિસીવ કરવા માટે ઓટીપી શૅર કરવો પડે છે, પરંતુ જ્યારે તમારા ઘરે કોઈ પાર્સલ આવે છે, તો તમને ખબર હોય છે કે તે તમે ઓર્ડર કર્યો છે. આવી સ્થિતિમાં તમે ઓટીપી શૅર કરી શકો છો. પરંતુ તેમ છતાંય તમારે ઓટીપી શૅર કરતા સમયે સાવચેતી રાખવી જરૂરી છે, કે તમે કોની સાથે ઓટીપી શૅર કરી રહ્યા છો.
- ક્યારેય કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો.
- કોઈ અજાણ્યા લોકોએ મોકલેલી લિંકથી ઓર્ડર કેન્સલ કરવાની કોશિશ ન કરો. સત્તાવાર ઈ કોમર્સ એપ દ્વારા જ ઓર્ડર કેન્સલ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
