Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જો તમારા ફોનની આ વેલ્યુ વધારે છે, તો તમારા શરીરને પહોંચે છે નુક્સાન, આ રીતે કરો ચેક
નવો સ્માર્ટફોન ખરીદતા સમયે કોઈ વ્યક્તિને વધારે બેટરી કેપેસિટી ધરાવતો ફોન જોઈતો હોય છે, તો કોઈનું ફોકસ સારા કેમેરા પર હોય છે. વળી કોકને વધારે રેમ અને સ્ટોરેજની ઈચ્છા હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું ધ્યાન આપ્યું છે કે ફોનમાં કેટલીક એવી પણ વસ્તુઓ હોય છે, જેને કારણે ફોનમાંથી વધુ રેડિએશન નીકળે છે, જે તમારા શરીર માટે સારું નથી. તમે જે ફોન વાપરો છો, તે કેટલું રેડિએશન જનરેટ કરે છે, તેનો તમને ખ્યાલ છે?
આ રેડિએશન વેલ્યુ કેવી રીતે ચેક કરી શકાય, તે અમને તમને આ આર્ટિકલમાં જણાવીશું. હવે જ્યારે તમને આગામી સમયમાં ફોન ખરીદો ત્યારે તેની SAR વેલ્યુ એટલે કે Specific Absorption Rate શું છે, તેનું ખાસ દ્યાન રાખજો. આ SAR વેલ્યુ શું હોય છે અને તે કેવી રીતે શરીરને અસર કરે છે, તે પણ જણાવીશું.

શું હોય છે SAR વેલ્યુ?
સરળ ભાષામાં સમજીએ તો જેવી રીતે કોઈ વસ્તુને માપવા તોલવા માટે કોઈ બેન્ચમાર્ક કે માપ હોય છે, તેવી જ રીતે SAR વેલ્યુ છે. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનને માપવા માટે SAR એટલે કે સ્પેસિફિક ઓબ્ઝર્શન રેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ SAR વેલ્યુ દર્શાવે છે કે તમારા ફોનમાંથી કેટલું રેડિએશન નીકળી રહ્યું છે અને તે માણસો માટે કેટલું ખતરનાક છે. એટલે કે જે ફોનની જેટલી SAR વેલ્યુ વધારે એટલું જ તેના શરીરને પહોંચતું નુક્સાન વધારે.
વધારે SAR વેલ્યુ વધારે નુક્સાન
આગળ જણાવ્યું તે પ્રમામે વધારે SAR વેલ્યુ તમારા શરીરને જુદી જુદી રીતે અસર કરે છે. એટલયુઝર્સને એક્સપર્ટ હંમેશા ઓછી SAR વેલ્યુ ધરાવતા ફોન ખરીદવાની સલાહ આપે છે. મિનીસ્ટ્રી ઓફ કમ્યુનિકેશનના કહેવા પ્રમાણે કોઈ પણ સ્માર્ટફોન કે બીજા ડિવાઈસની SAR વેલ્યુ નિશ્ચિત માત્રામાં હોવી જોઈએ.
ડિવાઈસનું રેડિએશન 1.6 વૉટ પ્રતિ કિલોગ્રામ કરતા ઓછું હોવું જરૂરી છે. જો તમે ફોન પર વાત કરી રહ્યા છો અને તમારા ફોનની SAR વેલ્યુ ઉપર જણાવેલી વેલ્યુ કરતા વધારે છે, તો તમારો ફોન શરીરને નુક્સાન પહોંચાડી શકે છે. સરકારનું કહેવું છે કે નવું ડિવાઈસ ખરીદતા સમયે SAR વેલ્યુ તપાસવી એટલી જ જરૂરી છે, જેટલું જરૂરી અન્ય ફીચર્સ ચેક કરવું છે. હવે સવાલ એ છે કે SAR વેલ્યુ ચેક કેવી રીતે કરી શકાય. આના માટેની પ્રોસેસ અમે તમને આગળ જણાવી રહ્યા છીએ.
કેવી રીતે ચેક કરશો SAR વેલ્યુ?
SAR વેલ્યુ ચેક કરવા માટે તમારે વધારે કોઈ મહેનત નથી કરવાની. આના માટેની પ્રોસેસ સાવ નાની છે. SAR વેલ્યુ જાણવા માટે તમારે ફોનમાં માત્ર *#07# ડાયલ કરવાનું છે. આવું કરવાથી સાર વેલ્યુની ડિટેઈલ તમારી સ્ક્રીન પર દેખાશે. અહીં તમને હેડ અને બોડી પાર્ટ જોવા મળશે. એટલે કે જ્યારે તમે ફોન પર વાત કરો છો ત્યારે SAR વેલ્યુ કેટલી છે અને ફોન ખીસ્સામાં હોય ત્યારે SAR વેલ્યુ કેટલી હોય છે, તે જોવા મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications