Sanchar Saathi: ખોવાયેલા ફોનને કેવી રીતે કરશો બ્લોક અને ટ્રેક?

By Gizbot Bureau
|

જો આપણ મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો આપણે તેના મળવાની આશા છોડી દઈએ છીએ. કારણ કે ખૂબ જ ઓછા એવા લોકો છે, જેને ચોરાયેલો મોબાઈલ પાછો મળે છે. મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે સૌથી મોટી ચિંતા હોય છે, તેમાં રહેલો અંગત ડેટા. આ અંગત ડેટામાં ઓળખીતા લોકોના નંબર્સથી માંડીને પર્સનલ ફોટોઝ, બેન્ક ડિટેઈલ્સ, યુપીઆઈ જેવી સંખ્યાબંધ સંવેદનશીલ માહિતી હોય છે. આજકાલ બધા જ કામ સ્માર્ટફોન દ્વારા થાય છે, એટલે સ્માર્ટ ફોન ખોવાઈ જવો એ કોઈ પણ વ્યક્તિ માટે જોખમી છે. જો તમારો ફોન ચોરાઈ જાય છે કે ગુમ થઈ જાય છે, તો સૌથી પહેલા તમારે તેને બ્લોક કરવો જોઈએ. કોઈ પણ જોખમી સ્થિતિમાંથી બચવા માટે અને નાગરિકો સરળતાથી પોતાના ખોવાયેલા ફોન મામલે એક્શન લઈ શકે તે માટે સરકારે સંચાર સાથી પોર્ટલ લોન્ચ કર્યું છે.

Sanchar Saathi: ખોવાયેલા ફોનને કેવી રીતે કરશો બ્લોક અને ટ્રેક?

આ પોર્ટલના ઉપયોગથી ચોરી થયેલા મોબાઈલનો ઉપયોગ કરવો મુશ્કેલ બનશે. સંચાર સાથી પોર્ટલ પર યુઝર્સ પોતાના ખોવાયેલા ફોન અંગે સરળતાથી ફરિયાદ નોંધાવી શક્શે, સાથે જ આ ખોવાયેલા ફોનને ટ્રેક પણ જાતે જ કરી શક્શે. આ પોર્ટલ દ્વારા તમે એ પણ જાણી શક્શો કે તમારા આઈડી પ્રુફ પર કેટલાક સિમ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમે તમને આગળ જણાવીશું કે કેવી રીતે તમે ખોવાયેલા ફોન અંગે સંચાર સાથી પર ફરિયાદ નોંધાવી શકો છો.

ફરિયાદ નોંધવા માટે સૌથી જરૂરી છે IMEI નંબર

ચોરી થયેલા મોબાઈલને ટ્રેક કરવા માટે સૌથી પહેલા તમારી પાસે તમારા ફોનનો IMEI નંબર હોવો જરૂરી છે, જેના દ્વારા તમે ખોવાયેલા કે ચોરી થયેલા ફોનને ટ્રેક કરી શક્શો અને બ્લોક કરી શક્શો. IMEI નંબર એ 15 ડિજિટનો યુનિક નંબર હોય છે. જો તમારી પાસે IMEI નંબર છે, તો તમારા નેટવર્ક પ્રોવાઈડર તમારા મોબાઈલને શોધી શકે છે, સાથે જ જો કોઈ વ્યક્તિ સિમ કાર્ડ બદલીને પણ ફોનનો ઉપયોગ કરે છે, તો તેને પકડી શકાય છે.

સંચાર સાથીની મદદથી મોબાઈલ બ્લોક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

સ્ટેપ 1: જો તમારો મોબાઈલ ચોરી થયો છે કે ખોવાઈ ગયો છે, તો તમે સંચાર સાથીની મદદથી તેને બ્લોક કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે ​https://sancharsaathi.gov.in/ પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 2: વેબસાઈટ પર પહોંચ્યા પછી તમારે Citizen Centric Services પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 3: અહીં તમને Block Your Lost/Stolen Mobile નામનો વિકલ્પ ળશે.

સ્ટેપ 4: આ વિકલ્પ પર ક્લિક કરીને તમારા મોબાઈલ અંગેની માહિતી રજિસ્ટર કરો.

સ્ટેપ 5: હવે તમારો મોબાઈલ નંબર, 15 ડિજિટનો IMEI નંબર પર ઈન્સર્ટ કરો.

સ્ટેપ 6: આ સાથે જ તમારે ખોવાયેલા ફોનનું મોડલ અને ઈનવોઈસની કોપી પણ અપલોડ કરવી પડશે.

સ્ટેપ 7: બાદમાં તમારે મોબાઈલ ખોવાયાની તારીખ, ટાઈમ, જિલ્લો અને રાજ્ય અંગેની માહિતી ભરવાની છે.

સ્ટેપ 8: સાથે જ ફોન ખોવાયાની FIR કૉપી, પોલીસ સ્ટેશનનું લોકેશન, રાજ્ય અને જિલ્લાનું નામ એન્ટર કરવાનું છે.

સ્ટેપ 9: હવે તમારે તમારી અંગત માહિતી એટલે કે નામ, એડ્રેસ, ઈમેઈલ નોંધવાનું છે.

સ્ટેપ 10: છેલ્લે Disclaimer પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરી દો.

સ્ટેપ 11: ફોર્મ જમા થવાની સાથે જ તમારો ખોવાયેલો સ્માર્ટફોન બ્લોક થઈ જશે.

Best Mobiles in India

English summary
Sanchar Saathi how to use to block your lost smartphone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X