Samsung લોન્ચ કરશે મોબાઈલ, ટેબ્લેટ સહિત હાઈટેક ગેજેટ્સ, આ તારીખે છે ઈવેન્ટ

By Gizbot Bureau
|

Samsung ત્રણ વર્ષ બાદ એક મેગા ઈવેન્ટ લઈને આવ્યું છે. આ ત્રણ વર્ષના ગાળામાં સેમસંગના ગેલેક્સી એસ સિરીઝ સહિત નવા ફોન લોન્ચ માટે તૈયાર છે. તમને જણાવી દીએ કે ત્રણ વર્ષ બાદ પહેલીવાર 1 ફેબ્રુઆરીએ સેન ફ્રાન્સિસ્કોમાં સેમસંગ એક ઈન-પર્સન અનપેક્ટ ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે, જે સવારે 10 વાગ્યાથી શરૂ થશે. આ ઈવેન્ટ સેમસંગની સત્તાવાર વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લાઈન દર્શાવવામાં આવશે. ચાલો જાણીએ કે ત્રણ વર્ષ બાદ યોજાઈ રહેલી આ ઈવેન્ટમાં સેમસંગ કયા કયા ગેજેટ્સ લોન્ચ કરવાની છે.

Samsung લોન્ચ કરશે મોબાઈલ, ટેબ્લેટ સહિત હાઈટેક ગેજેટ્સ, આ તારીખે છે ઈવ

Samsung Galaxy S23 Ultra

સેમસંગની આ ઈવેન્ટ દરમિયાન સૌથી મોટું આકર્ષણ લેટેસ્ટ સ્માર્ટફોન Samsung Galaxy S23 Ultra હશે. સેમસંગનો આ સિરીઝનો સૌથી પાવરફૂલ ફોન છે. ફીચર્સની વાત કરીએ તો પણ આ એક બેસ્ટ ફોન હશે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે આ સ્માર્ટફોનમાં કેમેરા, પર્ફોમન્સ સહિતના ફીચર્સમાં ઘણા પરિવર્તન કરાયા છે. આ હેન્ડસેટમાં કંપની 200 મેગાપિક્સલનું સેન્સર હશે. આ સ્માર્ટફોન લેટેસ્ટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 ચીપસેટ હશે.

Samsung Galaxy S23 +

ગેલેક્સી S22 +ની જેમ જ, ગેલેક્સી S23+ પણ રેગ્યુલર ગેલેક્સી S23 અને ગેલેક્સી S23 Ultra વચ્ચેની રેન્જનો ફોન હોવાની શક્યતા છે. આ હેન્ડસેટમાં પાછલા ફોન જેવી જ ડિસ્પ્લે અને ફેસિલિટીઝ હોવાની આશા છે. જો કે આ વખતે ફોનની ડિઝાઈનમાં પરિવર્તન જોવા મળી શકે છે. જો કે, તમને જણાવી દઈએ કે આ ઈવેન્ટમાં કંપની બીજા પણ ઘણા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે.

Samsung Galaxy Tab S9

સેમસંગ આ વર્ષની પહેલા અનપેક્ડ ઈવેન્ટમાં ગેલેક્સી એસ સિરીઝની સાથે પોતાની નેક્ટ્સ જનરેશનના ફ્લેગશિપ ટેબલેટ્સ પણ લોન્ચ કરશે. 2023માં કંપની Galaxy Tab S9 લોન્ચ કરી શકે છે. ગેલેક્સી ટેબ S9 સ્નેપડ્રેગન 8 જેન 2માં ચીપસેટ અને એક સારો કેમેરા મળી શકે છે.

Samsung Galaxy Tab S9 Plus

Samsung Galaxy Tab S9 Plus એ વેનિલા ગેલેક્સી ટેબ S9નું મોટું સ્ક્રીન વર્ઝન હશે. આ ટેબ સ્નેપડ્રેગન 8 જેન 2 ચીપસેટ પર બેઝ્ડ હશે. જેમાં વધારે અપગ્રેડેડ કેમેરા અને ફીચર્સ મળશે.

Samsung Galaxy Buds 2, Buds 2 Live

સેમસંગના Samsung Galaxy Buds 2 અને Buds 2 Liveમાં હજી અપડેટ આવવાની બાકી છે. ટેક નિષ્ણાતો માની રહ્યા છે કે સેમસંગ પોતાની આ સૌથી મોટી ઈવેન્ટ દરમિયાન નેક્સ્ટ જનરેશન ગેલેક્સી બડ્ઝ પણ લોન્ચ કરી શકે છે.

Galaxy Book 3, 3 Pro અને 3 360

સેમસંગની અનપેક્ડ ઈવેન્ટ દરમિયાન કંપની નેક્સ્ટ જનરેશન ગેલેક્સી બૂક લેપટોપ્સ પણ લોન્ચ કરી શકે છે. Galaxy Book 3 સિરીઝમાં સેમસંગ Galaxy Book 3 Pro, Galaxy Book 3 360 અને Galaxy Book 3 Ultra એમ ત્રણ લેપટોપ લોન્ચ કરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Will Launch New Gadgets in First Event of 2023

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X