Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung લોન્ચ કરશે સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન, આટલી હશે કિંમત
Samsungએ આ વર્ષે પોતાના લેટેસ્ટ ફ્લેગશિપ ફોલ્ડેબલ ફોન Galaxy Z Flip 5 અને Galaxy Z Fold 5 લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટ ફોનની કિંમત 99,999 રૂપિયાથી શરૂ થયા છે. આ ફોન લોન્ચ થયા ત્યારથી જ ટેક માર્કેટમાં ચર્ચા ચાલી રહી છે કે દક્ષિણ કોરિયન ટેક કંપની હજી સસ્તા અને બજેટ રેન્જમાં પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. પરંતુ અત્યાર સુધી તો કંપનીએ આવી દરેક વાતને નકારી કાઢી છે.

સસ્તા ફોલ્ડેબલ સ્માર્ટ ફોન
જો કે, તાજેતરમાં જ સામે આલા રિપોર્ટ મુજબ, સેમસંગે ખુલાસો કરતા કહ્યું છે કે કંપની નવા મિડરેન્જ ફોલ્ડેબલ ફોન નહીં બનાવે. કંપનીએ આ બધી જ અફવાઓને ફગાવી દીધી છે. અત્યાર સુધી એવી વાત હતી કે ઉનાળામાં લોન્ચ થનારા ગેલેક્સિ ઝેડ ફ્લિપ અને ગેલેક્સી ઝેડ ફોલ્ડની કિંમત 400 ડૉલર એટલે કે 33,292 રૂપિયાથી ઓછી હોઈ શકે છે.
તાજેતરમાં જે એક્સ પર @Tech_reve નામના ટિપસ્ટરે આ વાતને એક મહત્વાકાંક્ષી લક્ષ્ય જણાવતા સલાહ આપી હતી કે નવા સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત 400થી 500 ડૉલર વચ્ચે હોઈ શકે છે.
આ દરમિયાન કેટલાક અન્ય લીકર્સના કહેવા પ્રમાણે સેમસંગ ફોલ્ડેબલ ફોનનું એક અલગ વર્ઝન જાહેર કરી શકે છે. આ વર્ઝનનો લૂક અને કેમેરા જેવી કેટલીક ખાસ વિશેષતાઓને ધ્યાનમાં રાખતા, આ ફોન શક્તિશાળી પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે.
જો કે, જુલાઈમાં ગ્લોબલ લેવલ પર લોન્ચ થયેલા સેમસંગ ગેલેક્સી ઝેડ સિરીઝના ફોલ્ડેબલ સ્માર્ટફોન હાલ સૌથી મોંઘો સ્માર્ટફોન છે, જે ફ્લેગશિપ એસ સિરીઝ અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યો છે.
ભારતમાં Samsung Z Flip 5 બે સ્ટોરેજ ઓપ્શનમાં લોન્ચ કરવામાં યો હતો. આ ફોનના 8 જીબી રેમ અને 256 જીબી વર્ઝનની કિંમત 99,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત 1,09,999 રૂપિયા છે. બાદમાં સેમસંગે Galaxy Z Fold 5 સ્માર્ટ ફોનના ત્રણ સ્ટોરેજ ઓપ્શન 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટ, 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિયંટ અને 12 જીબી રેમ તેમજ 1 ટીબી સ્ટોરેજ વેરિયંટમાં લોન્ચ કર્યા હતા. આ ત્રણેય વેરિયંટની કિંમત અનુક્રમે 1,54,999 રૂપિયા, 1,64,999 રૂપિયા અને 1,84,999 રૂપિયા છે.
Galaxy Z Fold 5 અને ગેલેક્સી Flip 5 આ બંને સ્માર્ટફોનમાં ગેલેક્સીનું ક્વાલકોમ કસ્ટમ સ્નેપડ્રેગન 8 જનરેશન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ખાસ હિંજની સુવિધા છે, જે તેને આકર્ષક બનાવે છે. આ ફોન એન્ડ્રોઈડ 13 પર બેઝ્ડ વન યુઆઈ 5.1.1 પર કામ કરે છે, જે વૉટર રેઝિસ્ટન્સ IPS8 રેટેડ બિલ્ડ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications