સેમસંગે યુએચડી ટીવી લાઈન અપ ને સુપર સિક્સ સાથે લોન્ચ કર્યા

By Gizbot Bureau
|

સાઉથ કોરિયન ઇલેક્ટ્રોનિક જાયન્ટ સેમસંગે મઁગળવારે ઇન્ડિયા ની અંદર પોતાની યુએચડી ટીવી લાઇનઅપ ને લોન્ચ કરી હતી. અને આ નવી રેન્જ ની અંદર સુપર સિક્સ ફીચર્સ પણ આપવા માં આવ્યા છે, જેની અંદર ટયુન સ્ટેશન, સ્ક્રીન મીરરીંગ, રિયલ 4કે રિઝોલ્યુશન, લાઈવ કાસ્ટ અને 60+ ટાઇટલ્સ નો સમાવેશ કરવા માં આવે છે. અને રિયલ 4કે રિઝોલ્યુશન ના કારણે યુઝર્સ એન્હાન્સડ પિક્ચર ક્વોલિટી ને એન્જોય કટી શકે છે. જેના કારણે તેઓ કન્ટેન્ટ વધુ સારી ગુણવત્તા ની અંદર માણી શકે છે.

સેમસંગે યુએચડી ટીવી લાઈન અપ ને સુપર સિક્સ સાથે લોન્ચ કર્યા

સેમસંગ યુએચડી ટીવી ને પૂરકલર ટેક્નોલોજી દ્વારા ચલાવવા માં આવે છે જે વધુ સારા કલર વધુ શાર્પનેસ અને વધુ કોન્ટ્રાસ્ટ ની સાથે આપે છે.

મિલેનિયલ્સ ની વાત કરીયે તો, નવા વેરિયન્ટ ની અંદર સ્માર્ટ હબ અને સ્માર્ટ કન્વર્જન્સ આપવા માં આવેલ છે જે યુઝર્સ ને સ્માર્ટફોન ને ટીવી સાથે જોડવા માં મદદ કરે છે.

સેમસંગ ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઓનલાઈન બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલને આ નવી લાઇન અપ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ તદ્દન નવા બનાવવા માં આવેલ ટીવી ને જે રીતે કન્ટેન્ટ બદલાઈ રહ્યો છે તેવી રીતે બદલાવ સાથે તેને મળે તેને ધ્યાન માં રાખી ને બનાવવા માં આવ્યા છે, અને તેને ગ્રાહકો ની લાઈફસ્ટાઈ ની માંગ ને પણ ધ્યાન માં રાખી અને તેને પુરી કરી શકાય તે રીતે બનાવવા માં આવેલ છે."

રિયલ 4કે

ગ્રાહકો આ નવા 4કે યુએચડી ની અંદર દરેક નાના માં નાની ડિટેલ્સ ને ખુબ જ સરળતા થી જોઈ શકશે, અને આ નવી યુએચડી સિરીઝ ની અંદર ગ્રાહક ને વધુ શાર્પ, વધુ ક્રિસ્પી ઈમેજીસ 4કે યુએચડી દ્વારા આપવા માં આવશે, જેની અંદર એફએચડી ટીવી કરતા 4એક્સ વધુ પિક્સલ હોઈ છે.

લાઈવ કાસ્ટ

લાઈવ કાસ્ટ ની અંદર ગ્રાહક તેના સ્માર્ટફોન દ્વારા કોઈ પણ મોમેન્ટ ને કોઈ પણ જગ્યા પર થી તેમના સ્માર્ટફોન દ્વારા ટીવી પર જોઈ શકે છે.

ટયુન સ્ટેશન

ધ ટ્યુન સ્ટેશન પ્લેલિસ્ટમાં વાસ્તવિક દ્રશ્યો ઉમેરે છે અને ટીવીને વર્ચ્યુઅલ મ્યુઝિક ડિવાઇસમાં ફેરવે છે, આમ સમગ્ર ઑડિઓ અનુભવને સુધારે છે.

સ્ક્રીન મીરરીંગ

આ ફીચર દ્વારા ટીવી યુઝર્સ ના ફોન ની સાથે સિંક થઇ ને ચાલે છે. યુઝર્સ તેમના સ્માર્ટફોન ના કન્ટેન્ટ ને ટીવી પર સ્ક્રીન મિરર કરી શકે છે.

લેગ ફ્રી ગેમિંગ

ગેમિંગ ના ચાહકો માટે આ એક ખુબ જ સારી પસન્દ બની શકે છે, ગેમ મોડ અને ક્વાડ કોર પ્રોસેસર સાથે યુઝર્સ ને મોટી સ્ક્રીન પર હાઈ ક્વોલિટી ગ્રાફિક્સ સાથે ગેમ્સ રમવા ની અનુમતિ મળશે.

60 કે + ટાઇટલ્સ

આ ટીવી 60,000 થી વધુ ટાઇટલ સાથે લોડ થઈ છે જેમાં 10+ સ્થાનિક ભાષાઓમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સામગ્રી શામેલ છે.

43-ઇંચની આવૃત્તિ માટે સુપર 6 સિરીઝ યુએચડી લાઇન અપની કિંમત 41,990 રૂપિયા છે, જ્યારે 50 અને 55 ઇંચની આવૃત્તિ અનુક્રમે રૂ. 51, 990 અને રૂ. 61,990 પર વેચશે. ટીવી સેમસંગ શોપ અને ઇ-કૉમર્સ પ્લેટફોર્મ્સ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ઉપલબ્ધ થશે.

કંપનીએ ગુરુવાર સુધી મર્યાદિત લોન્ચ ઓફરના ભાગરૂપે વિશેષ ડિસ્કાઉન્ટ પણ રજૂ કર્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung unveils UHD TV line-up with 'Super6' features priced at Rs 41,990 onwards

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X