Samsung વિદ્યાર્થીઓ માટે લાવ્યું છે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર, જાણો અહીં

By Gizbot Bureau
|

Samsung કંપનીએ તાજેતરમાં જ Student Advantage Program ની જાહેરાત કરી છે. જે મુજબ વિદ્યાર્થીઓને સેમસંગની જુદી જુદી પ્રોડક્ટ્સ પર મસમોટું ડિસ્કાઉન્ટ મળશે. Samsung પોતાના લેપટોપ્સ, સ્માર્ટ ફોન, ટેબ્લેટ્સ, મોનિટર સહિત વીયરેબલ ડિવાઈસિઝ પર ભારતના વિદ્યાર્થીઓને વળતર આપી રહ્યું છે. વિદ્યાર્થીઓ કંપનીએ નક્કી કરેલી પ્રોડક્ટ્સ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ સ્ટુડન્ટ એડવાન્ટેજ પ્રોગ્રામ હેઠળ મેળવી શકે છે.

Samsung વિદ્યાર્થીઓ માટે લાવ્યું છે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર, જાણો અહીં

આ રીતે મેળવો ડિસ્કાઉન્ટ

વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામનો લાભ લેવા માટે UniDays પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા જો તમારી યુનિવર્સિટી સેમસંગ સાથે રજિસ્ટર્ડ હોય તો તમે સીધા જ સેમસંગની વેબસાઈટ પરથી પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાનું આઈડી કાર્ડ દર્શાવીને સેમસંગના ઓફલાઈન સ્ટોર પરથી પણ 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે. વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ અંતર્ગત એક્સચેન્જ ઓફર અને નો કોસ્ટ EMIનો પણ લાભ લઈ શકે છે.

Samsung Galaxy S-series અને A series પર 5 ટકા ડિસ્કાઉન્ટ

જો તમે વિદ્યાર્થી છો અને Galaxy S series flagship સ્માર્ટફોન અથવા Galaxy A- Series સ્માર્ટ ફોન ખરીદી રહ્યા છો, જેની કિંમત 10,000થી વધુ છે, તો તમને સ્ટુડન્ટ એડવાન્ટેજ પ્રોગ્રામ અંતર્ગત 5 ટકા વળતરનો લાભ મળશે. Samsung Galaxy S seriesમાં Galaxy S22 Ultra, Galaxy s22+, Galaxy S22, Galaxy S20 FE અને Galaxy S21FE પર આ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો A-Seriesમાં Galaxy A73 5G, Galaxy A53 5G, Galaxy A33 5G, Galaxy A23, Galaxy A13 પર 5 ટકા વળતર મળી રહ્યું છે. સેમસંગ ગેલેક્સી ટેબ્લેટની વાત કરીએ તો Galaxy Tab S8, Galaxy Tab A8 પર પણ કંપની 5 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Odyssey Gaming Monitor – G5 Series, G7 Series, G9 Series, CF 39 કર્વ્ડ મોનિટર સિરીઝનો પણ 5 ટકા ડિસ્કાઉન્ટ પ્રોડક્ટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી તરીકે તમે આ લાભ લઈ શકો છો.

Samsung Galaxy Books, Wearable Devices પર 10 ટકા ડિસ્કાઉન્ટ

બીજી તરફ કંપની સેમસંગ બૂક લેપટોપ્સ અને વિયરેબલ્સ પર 5-10 ટકા ડિસ્કાન્ટ ઓફર કરી રહી છે. Galaxy Book Go, Galaxy Book2, Galaxy Book2 360, Galaxy Book2 Pro, Galaxy Book2 Pro 360, Galaxy Book2 Pro, Galaxy Book2 Pro 360 5 ટકા ડિસ્કાઉન્ટ પર અવેલેબલ છે. તો વિદ્યાર્થીઓ Galaxy Watch 4, Galaxy Budsને 10 ટકા ડિસ્કાઉન્ટ પર ખરીદી શકે છે.

Student Advantage Programme અંતર્ગત વધારાના લાભ

જો કોઈ પણ વિદ્યાર્થી Galaxy S22 Ultra ખરીદી રહ્યા છે, તો તેઓ Galaxy Watch 4 માત્ર રૂ.2,999 માં ખરીદી શક્શે. જો તમે વિદ્યાર્થી તરીકે Samsung Galaxy S22, Galaxy S22+ ખરીદી રહ્યા છો તો તમને Galaxy Buds 2 માત્ર રૂપિયા 2,999માં ખરીદવાની તક છે.

સેમસંગે પોતાના બોનસ પણ અપગ્રેડ કર્યા છે. જે મુજબ તમે HDFCના કાર્ડ દ્વારા શોપિંગ કરવા પર અથવા Samsung Finance+ દ્વારા ખીદી કરવા પર રૂ.8000 અને રૂ.5000નું કેશબેક મેળવી શકો છો. વધુમાં કંપની 24 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ આપી રહી છે. આ તમામ ઓફર્સ Galaxy S22 Ultra, S22+, S22 પર મળશે.

જો વિદ્યાર્થીઓ Samsung Galaxy A53 5G, Galaxy A33 5G ખરીદશે, તો તેમને ઈન્સ્ટન્ટ રૂપિયા 3000નું ડિસ્કાઉન્ટ મળશે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Student Advantage Programme Explained: All Discounts, Offers For Students

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X