Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung લોન્ચ કરશે સ્માર્ટ ડિજીટલ વીંટી Galaxy Ring, આ છે ડિટેઈલ્સ
આજની દુનિયા ટેક્નોલોજી અને ગેજેટ્સના નામે છે. આજથી 10 વર્ષ પહેલા જે અશક્ય લાગતું હતું, તે બધું જ હવે શક્ય બન્યું છે. માર્કેટમાં એવા એવા ગેજેટ્સ અવેલેબલ છે, જેની આપણે સપનેય કલ્પના ન કરી હોય. અને હજી પણ ટેક કંપનીઓ રોજે રોજ કંઈક નવું લોન્ચ કરી રહી છે. ટેક જાયન્ટ કંપની સેમસંગ હવે વિયરેબલ ડિવાઈસિઝમાં એક નવું ગેજેટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સ્માર્ટ વૉચ, ઈયરબડ્ઝ, AR ગ્લાસ વગેરે બાદ હવે એક નવું ડિજીટલ વિયરેબલ સ્માર્ટ ડિવાઈસ આવવાનું છે. દક્ષિણ કોરિયાની આ કંપની આ નવા ડિવાઈસને હેલ્થ ટ્રેકર તરીકે લોન્ચ કરશે. આ ડિવાઈસ એક વિંટી હશે, જેને આંગળીમાં પહેરી શકાશે. આ ડિવાસને યુઝર્સ પોતાના સ્માર્ટફોનની સાથે કનેક્ટ કરી શક્શે અને પોતાના હેલ્થના ડેટાને એક્સેસ કરી શક્શે. જો કે હાલ કંપનીએ આ નવા વિયરેબલ ડિવાઈસ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી.

Galaxy Ring અંગે માહિતી આવી સામે
સ્માર્ટ વૉચ સેગમેન્ટમાં દુનિયાભરમાં પોતાની ધાક જમાવનાર સેમસંગ કંપની હવે આ સેગમેન્ટમાં પણ અડીખમ ઉભી રહી શકે છે. સેમસંગના આ વિયરેબલ ડિવાઈસનું નામ Galaxy Ring હોઈ શકે છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ દક્ષિણ કોરિયન કંપની આ સ્માર્ટ વીંટી પર લાંબા સમયથી કામ કરી રહી છે, અને ડેવલપમેન્ટ લાસ્ટ સ્ટેજમાં છે.
Galaxy Ring અંગે આ માહિતી દક્ષિણ કોરિયન પબ્લિકેશન The Elecમાં છપાયા બાદ વાઈરલ થઈ છે. આ રિપોર્ટ મુજબ સેમસંગે રિંગના PCB સપ્લાયરને હાયર કર્યા છે. જે આ સાવ નાનકડા ડિવાઈસ માટે બોર્ડ બનાવી શકે છે. સેમસંગે આ માટે જાપાનીઝ PCB સપ્લાયર Meikoને હાયર કરી છે. આ કંપની Samsung Galaxy S23 Series માટે PCB સપ્લાય કરી ચૂકી છે.
ક્યારે થશે લોન્ચ?
આ ઉપરાં રેડિટ પર એક યુઝર્સે સેમસંગની આ અપકમિંગ સ્માર્ટ રિંગ વિશે માહિતી આપી છે. યુઝરે લેટેસ્ટ સેમસંગ હેલ્થ ડેટામાં સ્માર્ટ રિંગની ડિટેઈલ્સ મળી હોવાની વાત કરી છે. જો કે હાલ એ કહેવું મુશ્કેલ છે કે દક્ષિણ કોરિયન ટેક જાયન્ટ કંપની સેમસંગ ક્યાં સુધીમાં આ ગેલેક્સી સ્માર્ટ રિંગને માર્કેટમાં ઉતારી શકે છે. પંરતુ એક વાત તો સ્પષ્ટ છે કે આગામી વર્ષોમાં આપણને અલગ અલગ પ્રકારના વિચાર્યા પણ ન હોય તેવા વિયરેબલ ડિવાઈસિઝ જોવા મળશે. એકવાર જો માર્કેટમાં આ પ્રકારની રિંગ્સ લોન્ચ થઈ ગઈ તો વારાફરથી બધી ટેક જાયન્ટ કંપનીઓ આ ડિવાઈસની હરિફાઈમાં પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની કોશિશ કરશે.
ઉલ્લેખનીય છે કે Samsung ટૂંક સમયમાં પોતાની અનપેક્ટ ઈવેન્ટ યોજવા જઈ રહી છે. કંપનીની આ અનપેક્ટ ઈવેન્ટમાં Galaxy Z Fold 5 અને Galaxy Z Flipની સાથે સાથે Galaxy Tab S9 Series અને Galaxy Watch Series પણ લોન્ચ કરી શકે છે. સેમસંગની આ ઈવેન્ટ આગામી અઠવાડિયે 26 જુલાઈના રોજ ગ્લોબલી યોજાઈ શકે છે. આ ઈવેન્ટ દરમિયાન કંપની બીજી પણ ઘણી એક્સાઈટિંગ જાહેરાત કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications