Amazon Flipkart saleના પહેલા દિવસે આ કંપનીના 1000 કરોડના ફોન વેચાયા

By Gizbot Bureau
|

ઈલેક્ટ્રોનિક્સની દિગ્ગજ કંપની સેમસંગે કરેલા દાવા પ્રમાણે તેમણે એક જ દિવસમાં 1000 કરોડ રૂપિયાની કિંમતના ફોન વેચ્યા છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા સેલ દરમિયાન સેમસંગના ગેલેક્સી સહિતના 12 લાખ જેટલા હેન્ડસેટ માત્ર એક જ દિવસમાં વેચાયા છે. અને આ આંકડો માત્ર સેમસંગ ઈન્ડિયાના વેચાણનો છે. ઉલ્લેખનીય છે કે સેમસંગે પોતાની ગેલેક્સી સિરીઝ સહિત સ્માર્ટફોનની કિંમતમાં સેલ માટે ખાસ 17થી 60 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.

Amazon Flipkart saleના પહેલા દિવસે આ કંપનીના 1000 કરોડના ફોન વેચાયા

સેમસંગનો સૌથી વધુ વેચાયેલો સ્માર્ટ ફોન

આ ફેસ્ટિવ સિઝનમાં ચાલી રહેલા ઓનલાઈન સેલના પહેલા દિવસે સેમસંગના ગેલેક્સીના 1.2 મિલિયનથી વધારે હેન્ડસેટ વેચાયા છે. મોબાઈલના વેચાણ ક્ષેત્રે આ એક નવો રેકોર્ડ છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન પર મળેલા આ જબરજસ્ત પ્રતિસાદ બાદ સેમસંગે તમામ યુઝર્સનો આભાર માન્યો છે. સેસંગે એક જ દિવસમાં 1000 કરોડથી વધુની કિંમતના સ્માર્ટફોન વેચ્યા છે. આ દરમિયાન Galaxy S20 FE 5G, Galaxy S22 Ultra, Galaxy S22, Galaxy M53, Galaxy M33, M32 Prime Edition અને Galaxy M13 જેવા સ્માર્ટફોન સૌથી વધારે વેચાયા છે. આ એ જ સ્માર્ટફોન છે, જેમની કિંમતમાં સેમસંગે સેલ માટે ઘટાડો કર્યો છે.

સેમસંગના આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

સેસમંગે સેલ દરમિયાન હાઈ એન્ડ ગેલેક્સી S22 સિરીઝમાં 17 ટકાથી 38 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. સેલના પહેલા દિવસ દરમિયાન વેચાનાર દરેક ત્રીજો ફોન સેમસંગ ગેલેક્સી હતો. ગેલેક્સી M13 સૌથી વધુ વેચાનાર ફોનમાંનો એક હતો. ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેય્ઝ સેલના પહેલા દિવસે થયેલા વેચાણ બાદ સેમસંગે માર્કેટ શેરમાં બે ગણો વધારો થયો હોવાનો પણ દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે હવે તેમનું ફોકસ ક્રિસમસ સિઝન દરમિયાન વધારે વેચાણ કરવા પર અને દેશમાં 5જી સહિતના સ્માર્ટફોનનું વેચાણ વધારવા પર છે. માર્કેટ રિસર્ચ ફર્મ IDCના કહેવા પ્રમાણે 5.7 મિલિયન યુનિટ્સના શિપમેન્ટ સાથે 2022ના બીજા ક્વાર્ટરમાં સેમસંગનો માર્કેટ શેર 16.3 ટકા હતો.

ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન એટલે કે IDC દ્વારા જાહેર થયેલા રિપોર્ટ મુજબ ભારતીય સ્માર્ટ ફોન માર્કેટ એપ્રિલ અને જૂન મહિનામાં 3 ટકા વધીને 35 મિલિયન ડિવાઈસનું થઈ ગયું છએ, જેમાં સૌથી વધુ માર્કેટ શેર ચાઈનીઝ કંપની શાઓમીનો છે.

ભારતીય માર્કેટમાં ટોપ 3 ચાઈનીઝ બ્રાન્ડના સ્માર્ટફોન

IDCના વર્લ્ડવાઈડ ક્વાર્ટરલી મોબાઈલ ફોન ટ્રેકર રિપોર્ટ મુજબ ચાઈનીઝ બ્રાન્ડ હજી પણ સ્માર્ટફોન માર્કેટમાં/ ભારતમાં ટોપ થ્રીમાં છે. જેમાં રિયલ મી અને વીવો સતત આગળ વધી રહ્યા છે. જ્યારે વોલ્યુમ મામલે સેમસંગ ચોથા નંબરે છે. આંકડા મુજબ જૂન 2022માં 34.7 મિલિયન સ્માર્ટફોન વેચાયા હતા, જે ગત વર્ષે આ જ ગાળામાં શિપ થયેલા 33.8 મિલિયન યુનિટ્સની સરખામણીએ 2.9 ટકા વધારે છે.

Best Mobiles in India

English summary
Samsung sold worth RS 1000 crores mobile phones during Amazon Flipkart sale

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X