Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsungનું Foldable PC વૉટરડ્રોપ હિંજ સાથે થશે લોન્ચ
2019ના વર્ષમાં Samsung Galaxy Fold ફોન લોન્ચ કર્યા બાદ સેમસંગે ફોલ્ડેબલ સ્માર્ટફોન સેગમેન્ટમાં ખાસ જગ્યા બનાવી છે. આ સેગમેન્ટમાં સેમસંગ માર્કેટ લીડર છે. પરંતુ તેમ છતાંય સેમસંગે સ્માર્ટ ફોન સેગમેન્ટમાં ફોલ્ડેબલ ફોનને વધુ વિક્સિત કરવા પર ધ્યાન આપ્યું છે. જો કે હજી સુધી સેમસંગે ફોલ્ડેબલ કમ્પ્યુટર લોન્ચ નથી કર્યા.

સેમસંગે CES 2022માં ફ્લેક્સ નોટ પહેલીવાર દર્શાવ્યું હતું અને માર્કેટમાં ફોલ્ડેબલ કમ્પ્યુટર લોન્ચ કરવાની ઈચ્છા દર્શાવી હતી. જો કે હાલ સામે આવેલા રિપોર્ટ્સ મુજબ સેમસંગ પોતાનું પહેલું ફોલ્ડેબલ કમ્પ્યુટર 2024માં લોન્ચ કરી શખે છે, જેમાં સેમસંગ વૉટરડ્રોપ હિંજનો ઉપયોગ કરી શકે છે.
કોરિયન ટેક એક્સપર્ટ ધ એલેકના કહેવા પ્રમાણે સેમસંગ પોતાનું પહેલું ફોલ્ડેબલ કમ્પ્યુટર વૉટરડ્રોપ હિંજ સાથે લોન્ચ કરી શકે છે. કંપનીએ આ હિંજને Galaxy Z Flip 5 અને Z Fold 5 માટે વિક્સાવ્યું હતું.
વૉટરડ્રોપ હિંજ સ્ક્રીનને એક જગ્યાએ વળવાની બદલે અંદરની તરફ વાળે છે. આની મદદથી ડિસ્પ્લે પેનલ પર ઓછું દબાણ આવે છે, જેને કારણે સ્ક્રીન પર ક્રિઝ નથી પડતી. મોટા ભાગે ફોલ્ડેબલ ડિવાઈસમાં ક્રિઝ પડવાની ફરિયાદ રહે છે, પરંતુ હિંજ આ વાતને અવોઈડ કરે છે.
સામે આવેલા રિપોર્ટ મુજબ સેમસંગ પોતાનું પહેલું ફોલ્ડેબલ કમ્પ્યુટર 2024ની શરૂઆતમાં લોન્ચ કરી શકે છે. આમ તો સેમસંગે 2022ની શરૂઆતમાં ફોલ્ડેબલ કમ્પ્યુટર લોન્ચ કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ માર્કેટમાં તેની ડિમાન્ડ ન હોવાને કારણે તે સમયે આ પ્રોડક્ટનું રિસર્ચ અનેડેવલપમેન્ટ અટકાવી દેવાયું હતું.
જો કે સેમસંગ સ્માર્ટફોન માર્કેટમાં એક મોટું નામ છે, જો કે હજી સુધી લેપટોપ માર્કેટમાં કંપની ઉતરી નથી. ગેલેક્સી બૂકની જેમ સેમસંગનું લેપટોપમાં પણ ખૂબ જ ઓછું માર્જિન છે. એટલે જ કંપની પહેલા ફોલ્ડેબલ કમ્પ્યુટરના વિકાસમાં કોઈ ઉતાવળ કરવા નથી ઈચ્છતી.
ધ એલેકના રિપોર્ટ મુજબ સેમસંગ 2024ના ત્રીજા ક્વાર્ટરમાં પોતાનું પહેલું ફોલ્ડેબલ કમ્પ્યુટર લોન્ચ કરે તેવી શક્યતા છે. આ માટે 17.3 ઈંચની OLED પેનલ કંપની પોતાની જ ફેક્ટરી અથવા તો BOEમાંથી મેળવે તેવી શક્યતા છે.
ફોલ્ડેબલ કમ્પ્યુટર માર્કેટ હજી અવિક્સિત
હાલના સમયમાં માત્ર ત્રણ જ કંપની છે, જેઓ માર્કેટમાં ફોલ્ડેબલ કમ્પ્યુટર લોન્ચ કરી ચૂકી છે. આ યાદીમાં સૌથી પહેલા Lenovo છે, જેણે 2021માં લીનોવો થિંક પેડ X1 ફોલ્ડ લોન્ચ કર્યું હતું. આ વિશ્વનું પહેલું ફોલ્ડેબલ કમ્પ્યુટર હતું, જે વિન્ડોઝ પર કામ કરે છે.
તો ગત વર્ષે ASUSએ પણ ASUS Genbook 17 Fold લોન્ચ કર્યું, જે આ કંપનીનું પહેલું ફોલ્ડેબલ લેપટોપ છે. આસુઝના લોન્ચ બાદ તરત જ LGએ LG Gram Fold લોન્ચ કર્યું હતું. માર્કેટમાં પહેલા ફોલ્ડેબલ કમ્પ્યુટરની શરૂઆત બાદ માત્ર બે જ કંપનીએ આ સેગમેન્ટને ફોલો કરી રહી છે.
એક સ્થિતિ એ પણ છે કે હજી યુઝર્સમાં ફોલ્ડેબલ કમ્પ્યુટરની ખાસ ડિમાન્ડ પણ નથી. એટલે ટેક કંપનીઓ આ સેગમેન્ટમાં ખાસ જોખમ નથી લઈ રહી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications