Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung લોન્ચ કરશે સસ્તા ફોલ્ડેબલ ફોન? કંપનીએ કર્યો ખુલાસો
Samsungએ તાજેતરમાં જ પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોનની લાઈનઅપ Galaxy Z Fold 5 અને Z Flip 5 લોન્ચ કર્યા છે. હવે ટેક માર્કેટમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સેમસંગ બજેટ અથવા તો મિડ રેન્જમાં સસ્તા ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન FE લાઈનઅપમાં જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સેમસંગની Fan Edition સિરીઝ છે, જેમાં ફ્લેગશિપ ગેલેક્સી એસ સિરીઝના સ્માર્ટફોન વ્યાજબી કિંમતે મળે છે.

Samsung Galaxy Z Fold 5, Z Flip 5 FE
મળતી માહિતી પ્રમાણે સેમસંગ Galaxy Z FE લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે. આ ફોન ફ્લિપ અથવા તો ફોલ્ડેબલ ફોનનું લાઈટ વર્ઝન હશે. Galaxy Z FE સેમસંગની ફોલ્ડેબલ સ્માર્ટ ફોન લાઈનઅપનું લાઈટ અને વધુ વ્યાજબી ભાવનું વર્ઝન હોવાની શક્યતા છે. જો કે સ્પેસિફિકેશન્સ, ફીચર્સ અને હાર્ડવેર ફ્લેગશિપ મોડેલ કરતા ઓછા થઈ જશે. પરંતુ તેમ છતાંય આ સ્માર્ટફોન છેલ્લે લોન્ચ થયેલા FE મોડેલ જેવો જ ફ્લેગશિપ એક્સિપીરિયન્સ આપશે.
વ્યાજબી ફોલ્ડેબલ સ્માર્ટફોન અંગેની માહિતી ટિપસ્ટર રેવેગ્ન્સ તરફથી આપવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ માહિતી શૅર કરી છે. પરંતુ સેમસંગના અફોર્ડેબલ ફોલ્ડેબલ સ્માર્ટફોન માટે લાંબી રાહ જોવી પડશે. કારણ કે જો સેમસંગ અફોર્ડેબલ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે પણ તો પણ તે આગામી વર્ષે Galaxy Z Fold 6 અને Galaxy Z Flip 6 બાદ જ કરશે. એટલે કે Galaxy Z FE લોન્ચ થવામાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગી શકે છે.
Samsung Galaxy S23 FE
ટિપસ્ટરે ટૂંક સમયમાં જ લોન્ચ થનારા Galaxy S23 FE અંગે પણ માહિતી આપી છે. ગેલેક્સી S23 FE વિશે ઘણી બધી ચર્ચા થઈ રહી છે, જેના પરથી લાગી રહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં આ સ્માર્ટ ફોન લોન્ચ થઈ શકે છે. આ ફોન BIS સર્ટિફિકેશન સાઈટ પર પણ દેખાઈ ચૂક્યો છે, એટલે કે ભારતમાં પણ આ સ્માર્ટફોન આગામી કેટલાક દિવસોમાં જ લોન્ચ થઈ જશે.
આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો ડિસ્પ્લે 6.4 ઈંચની હશે. આ ડિસ્પ્લે FHD+ AMOLED હશે, જે 120 Hz રિફ્રેશ રેટ ધરાવે છે. પ્રોસેસર અંગે વાત કરીએ તો આ ફોનમાં સેમસંગનું Exynos 2200 SoC અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 + Gen 1 પ્રોસેસર મળશે.
રેમ અને સ્ટોરેજની વાત કરીએ તો આ ફોન 6 જીબી રેમ અને 128 જીબી તથા 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ એમ બે વેરિયંટમાં મળશે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ મળશે. સાથે જ સેલ્ફી માટે 12 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળી શકે છે. ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,500 mAhની બેટરી હશે, સાથે જ આ ફોન એન્ડ્રોઈડ 13 પર બેઝ્ડ OneUI 5.1 પર કામ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications