સેમસંગ ઘ્વારા ભારતમાં સેમસંગ પે લોન્ચ કરવામાં આવી

Posted By: anuj prajapati

સેમસંગ ઇલેક્ટ્રોનિક ઘ્વારા આખરે મોબાઈલ પેમેન્ટ સર્વિસ સેમસંગ પે લોન્ચ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે.

સેમસંગ ઘ્વારા ભારતમાં સેમસંગ પે લોન્ચ કરવામાં આવી

પેમેન્ટ સોલ્યુશન વિઝા, માસ્ટર કાર્ડ, અમેરિકન એક્સપ્રેસ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ બેંક સાથે કામ કરશે. મોબાઈલ વોલેટ જેમ કે પેટીએમ અને યુપીઆઈ અને ક્રેડિટ કાર્ડ પણ સેમસંગ પે એપમાં ખુબ જ જલ્દી કામ કરશે.

સેમસંગ પે મેગ્નેટિક સિક્યોર ટ્રાન્સમિશન અને નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન બંને સપોર્ટ કરશે. જે યુઝરને મેગ્નેટિક સિગ્નલ સ્માર્ટફોનથી પેમેન્ટ ટર્મિનલ કાર્ડ ઘ્વારા મોકલવામાં મદદ કરશે.

એચસી હોંગ જેઓ સેમસંગ સાઉથ વેસ્ટ એશિયામાં પ્રેસિડન્ટ અને સીઈઓ છે, તેમને જણાવ્યું કે સેમસંગ પે ઉદાહરણ છે કે કઈ રીતે આપણે યુઝર માટે લાઈફ ઇન્નોવેશન ઘ્વારા સિમ્પલ અને સારી બનાવી રહ્યા છે. તેમને જણાવ્યું કે સેમસંગ પે ડિજિટલ પેમેન્ટમાં મદદ કરશે અને ડિજિટલ ઇન્ડિયાને આગળ લઇ જશે.

સેમસંગ ઘ્વારા ભારતમાં સેમસંગ પે લોન્ચ કરવામાં આવી

મસંગ પે એવી દરેક જગ્યા પર કામ કરશે જ્યાં ફિઝિકલ કાર્ડ કામ કરતુ હોય. તેના માટે તમારે સેમસંગ પે એપ ઓપન કરવી પડશે. તેમાં કાર્ડ પસંદ કરો, ફિંગરપ્રિન્ટ અથવા તો પિન ઘ્વારા તેને ઔરથેન્ટિક કરો. સેમસંગ એમએસટી અથવા તો એનએફસી ટેક્નોલોજી પીઓએસ મશીનને ટ્રાન્જેક્શન પૂરું કરવા માટે સિગ્નલ મોકલશે.

સેમસંગ પે ગેલેક્ષી એસ7 એજ, ગેલેક્ષી એસ7, ગેલેક્ષી નોટ 5, ગેલેક્ષી એસ6 એજ પ્લસ, ગેલેક્ષી એ5 2016, ગેલેક્ષી એ7 2016, ગેલેક્ષી એ5 2017, ગેલેક્ષી એ7 2017 સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 વિશે ફેલાઇ અનેક અફવા, આ રહી હકિકત

અમિતાભ કાન્ત જેઓ નીતિ આયોગમાં સીઈઓ છે તેમને જણાવ્યું છે કે આ ખાલી રિવોલ્યુનેશરી એપ જ નહીં, પરંતુ કિલર એપ છે. તેમને આગળ જણાવ્યું કે ભારત એક હાઈલી ઇન્ફોર્મલ ઈકોનોમી છે અને ચેલેન્જ તેને ફોર્મલ ઈકોનોમી બનાવવાનું છે.

સેમસંગ પે 12 ગ્લોબલ માર્કેટમાં અવેલેબલ છે જેમાં સાઉથ કોરિયા, યુએસ, ચાઈના, સ્પેન, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, પ્યુર્ટો રિકો, બ્રાઝીલ, રશિયા, મલેશિયા અને થાઇલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે.

English summary
Samsung Pay is different from Apple Pay as it uses NFC as well as MST, whereas the latter uses only NFC to make wireless transactions. The reach of Samsung Pay will be over 95 percent of all PoS machines in the country," Gizbot reported on Tuesday.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot