Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy S24 સિરીઝમાં મળશે દમદાર AI ફીચર્સ, એપલ પણ નહીં પહોંચી વળે
લાંબા સમયથી યુઝ્સ Samsungની Galaxy S24 Seriesની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે કંપનીએ આ સિરીઝના સ્માર્ટફોન ગ્લોબલી લોન્ચ કર્યા છે. આ સિરીઝ અંતર્ગત સેમસંગ દ્વારા ત્રણ જુદા જુદા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. આ સિરીઝ લોન્ચ થવાની સાથે જ તેની સરખામણી આઈફોન 15 સિરીઝ સાથે થઈ રહી છે. પરંતુ કેટલાક મુદ્દે આ ફોન આઈફો 15 સિરીઝ કરતા પાછળ છે. ચાલો જાણીએ કે સેમસંગના આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં શું ખાસ છે.

AI ફીચર્સથી સજ્જ છે સ્માર્ટફોન્સ
કંપનીએ પહેલા જ કરેલી જાહેરાત મુજબ આ સિરીઝના સ્માર્ટફોન AI ફીચર્સથી સજ્જ હશે. સેમસંગે આ વાતને સાચી પાડી બતાવી છે. યુઝર્સ એક્સપીરિયન્સને વધુ સારો કરવા માટે આ ફોનમાં ઘણા AI ફીચર્સ આપવામાં આવ્યા છે.
ચેટ આસિસ્ટ
કોઈ પણ ચેટિંગ પ્લેટફોર્મ પર યુઝર્સનો એક્સીપિરીયન્સ સારો કરવા માટે આ ફોનમાં ચેટ આસિસ્ટન્ટ ફીચર આપવામાં આવ્યું છે.
AI Built Keyboard
આ ફોનમાં સેમસંગનું એઆઈ બિલ્ટ કિબોર્ડ પણ છે, જે રિયલ ટાઈમમાં 13 ભાષામાં ટ્રાન્સલેશન કરવા સક્ષમ છે.
એન્ડ્રોઈડ ઓટો
જો તમે કોઈ કામ કરી રહ્યા છો, તો આ ફીચર તે સમયે તમારા માટે ઉપયોગી છે. આ ફીચર તમને મળેલા મેસેજનો જાતે જ રિપ્લાય કરી શકે છે.
નોટ આસિસ્ટ
આ ફીચર દ્વારા યુઝર્સ એઆઈનો ઉપયોગ કરીને સમરી જનરેટ કરી શક્શે.
સર્કલ ટુ સર્ચ
સેમસંગની ગેલેક્સી એસ24 સિરીઝના ફોન વિશ્વના એવા પહેલા ફોન છે, જેમાં સર્કલ ટુ સર્ચનું ફીચર મળે છે.
ગેલેક્સી એઆઈ એડિટિંગ ટૂલ
આ ટૂલ દ્વારા એઆઈની મદદથી યુઝર્સ પોતે પાડેલા ફોટોઝને એડિટ કરી શક્શે. એટલે કે હવે તમારે ફોટો એડિટ કરવા માટે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે.
નાઈટોગ્રાફી
આ સિરીઝમાં સેમસંગ દ્વારા નાઈટોગ્રાફી નામનું ખાસ ફીચર આપવામાં આવ્યું છે. જે રાતના ઘેરા અંધકારમાં પણ સારો ફોટો ક્લિક કરવામાં સક્ષમ છે.
iPhone 15 સિરીઝમાં શું છે ખાસ?
એપલના લેટેસ્ટ સ્માર્ટફોન આઈફોન 15 સિરીઝ પણ ફીચર્સ મામલે પાછળ નથી. આ સિરીઝના સ્માર્ટફોનમાં પણ ઘણી સવિધા ઉપલબ્ધ છે. હા જો કે તેમાં એઆઈ ફીચર્સ નથી મળ્યા. જો કે રિપોર્ટ્ સમુજબ એપલ પણ પોતાના જનરેટિવ ચેટબોટ પર કામ કરી રહી છે, જેનું નામ એપલ જીપીટી હોઈ શકે છે. આ ફીચર ચાલુ વર્ષના અંત સુધીમાં એપલ યુઝર્સ માટે રોલઆઉટ થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications