Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung એ લોન્ચ કર્યું નવું ટીવી, કિંમત 1.14 કરોડ, જાણો કેમ?
ગ્લોબલ ટેક બ્રાન્ડ સેમસંગે ગઈકાલે ભારતમાં પોતાનું અલ્ટ્રા લક્ઝુરિયસ માઈક્રો LED ટીવી લોન્ચ કર્યું છે. આ ટીવી કિંમત ભારતીય માર્કેટમાં 1.14 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ ટીવીની સ્ક્રીન સાઈઝ 110 ઈંચ છે. સેમસંગના આ લેટેસ્ટ Micro LED TVમાં નેક્ટ્સ લેવલની ટેક્નોલોજી અને ફીચર્સ આપવાં આવ્યા છે. સેમસંગનો દાવો છે કે આ અલ્ટ્રા લક્ઝુરિયસ પ્રોજક્ટ તેના ફીચર્સ અને અદ્યતન ટેક્નોલોજી દ્વારા ટેલિવિઝન ઉદ્યોગમાં ક્રાંતિ સર્જશે. ચાલો જાણીએ કે સેમસંગના આ 1.14 કરોડ રૂપિયાના ટીવીમાં એવું તો શું ખાસ છે, કે કંપનીએ તેની અધધધ કિંમત રાખી છે.

ક્યાંથી ખરીદી શક્શો?
Samsung Micro LED TVની એક્ઝેક્ટ કિંમત ભારતીય રૂપિયમાં 1,14,99,000 રૂપિયા છે. સેમસંગનું Micro LED TV આજથી જ ભારતના નક્કી કરેલા રિટેઈલ સ્ટોર્સ અને સેમસંગની સત્તાવાર વેબસાઈટ પરથી ખરીદી શકાશે.
સેમસંગ Micro LED TVના સ્પેસિફિકેશન્સ
કંપનીનું કહેવું છે કે આ Micro LED TVમાં 24.8 મિલિયન માઈક્રોમીટર આકારના અલ્ટ્રા સ્મોલ એલઈડી છે, જેની સાઈઝ એક મોટા એલઈડીના દસમા ભાગનો છે. આ બદા જ માઈક્રો એલઈડી અલગ અલગ એવી લાઈટ અને કલર પ્રોડ્યુસ કરે છે, જેનાથી દર્શકોને અદભૂત ડેપ્થ, વાઈબ્રન્ટ કલર્સ, વધુ સ્પષ્ટ અને આકર્ષક કોન્ટ્રાસ્ટ સાથે શાનદાર પિક્ચર ક્વોલિટી મળે છે. દુનિયામાં મોજુદ બીજા નંબનરા સૌથી મજબૂત મટિરિયલ સફાયરમાંથી બનેલા આ માઈક્રો એલઈડી વિશ્વમાં શ્રેષ્ઠ કલર એક્સપીરિયન્સ આપે છે.
Micro LED ટેક્નોલોજી ધરાવતા આ ટીવીમાં માઈક્રો કોન્ટ્રાસ્ટ, માઈક્રો કલર, માઈક્રો એચડીઆર અને માઈક્રો પ્રોસેસર છે, જે હાઈ એન્ડ પિક્ચર ક્વોલિટી જનરેટ કરે છે. Micro LED TV ટીવીની સાથે સેલ્ફ એમિટિંગ બેકલાઈટ, માઈક્રો એઆઈ પ્રોસેસર, મલ્ટી ઈન્ટેલિજન્સ AI અપસ્કેલિંગ, સીન એડેપ્ટિવ કોન્ટ્રાસ્ટ અને ડાયનેમિક રેન્જ એક્સપાન્શનલ પ્લસ જેવા ગજબના ફીચર્સ ધરાવે છે. આ બધા જ ફીચર્સ દર્શકો માટે વ્યુઈંગ એક્સપીરિયન્સને સૌથી શ્રેષ્ઠ બનાવે છે.
સેમસંગના Micro LED TVમાં મલ્ટી વ્યુની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે 120 fps સુધીના 4K રિઝોલ્યુશનમાં ચાર જુદા જુદા એન્ગલથી કન્ટેન્ટ જોવાની સુવિધા આપે છે. કંપનીનું કહેવું છે કે લાઈવ ગેમ જોવી હોય, રિયાલિટી શો જોવા હોય કે પછી વીડિયો ગેમ રમવી હોય, આ ટીવી બધા જ પ્રકારના અનુભવોને શ્રેષ્ઠ બનાવે છે.
સાઉન્ડની વાત કરીએ તો Micro LED TVની સાથે એક્સક્લુઝિવ 3 લેયર ઈક્વિપ્ડ ઓટીએસ પ્રો સાઉન્ડ ટેકનોલોજી આપવામાં આવી છે. આ ફીચર દ્વારા બધી સ્ક્રીન મૂવમેન્ટ્સને ટ્રેક કરીને સિનેમેટિક એક્સપીરિયન્સ ક્રિએટ કરવામાં આવે છે. આ ટીવીમાં આપવામાં આવેલા 5.1 ચેનલ સ્પીકર ડાયનેમિક સરાઉન્ડ સાઉન્ડ નરેટ કરીને થિયેટર જેવો જ અનુભવ આપે છે. આ ઉપરાંત આ ટીવી ડોલ્બી એટમોસને સપોર્ટ કરે છે, જે વધારાના ટોપ ચેનલ સ્પીકર્સ સાથે મળીને 3ડી સરાઉન્ડ સાઉન્ડ ક્રિએટ કરે છે.
Micro LED TV સોલર સેલ રિમોટ ધરાવે છે. આ બેટરી ફ્રી રિમોટને ઈન્ડોર લાઈટિંગ દ્વારા પણ ચાર્જ કરી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications