Just In
- 493 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 494 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 495 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy Tab S9 FE સિરીઝમાં બે નવા ટેબ લોન્ચ, જાણો કિંમત
કોરિયન સ્માર્ટ ફોન બ્રાન્ડ સેમસંગે પોતાના Galaxy Tab S9 FE સિરીઝ લોન્ચ કરી છે. જે અંતર્ગત કંપનીએ Samsung Galaxy Tab S9 FE અને Samsung Galaxy Tab S9 FE Plus એમ બે નવા ટેબલેટ લોન્ચ કર્યા છે. આ ટેબ્લેટ 10 ઓક્ટોબરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. જેની ખરીદી કસ્ટમર્સ સેમસંગની સત્તાવાર વેબસાઈટ પરથી તેમજ પસંદગીના રિટેલર્સ પાસથે પણ કરી શક્શે. તો ચાલો જાણી લઈએ કે આ બંને ટેબની કિંમતથી લઈને ફીચર્સ સુધી શું ખાસ છે.

Samsung Galaxy Tab S9 Fe સિરીઝની કિંમત
Samsung Galaxy Tab S9 Feની કિંમત 449.99 ડૉલર્સ એટલે કે લગભગ 37,450 રૂપિયાની લોન્ચ કરવામાં આવ્યું છે. આ કિંમત સૌથી બેઝ વેરિયંટની છે. આ બંને ટેબલેટને સેમસંગે ગ્રે, મિન્ટ, સિલ્વર અને લવન્ડર એમ ચાર કલરમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
Galaxy Tab S9 FE સિરીઝના ફીચર્સ
Samsung Galaxy Tab S9 FEમાં યુઝર્સને 10.9 ઈંચની (2340 * 1440 પિક્સલ)ની એલસીડી ડિસ્પ્લે મળશે. તો Galaxy Tab S9 FE પ્લસમાં કંપની 12.4 ઈંચની (2560 * 1600 પિક્સલ)ની એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. આ બંને ટેબલેટ 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. સાથે જ આ બંને ટેબલેટમાં કંપનીએ પોતાનું જ Samsung Exynos 1380 પ્રોસેસર પણ આપ્યું છે. ગ્રાફિક્સ માટે આ બંને ટેબમાં Mali-G68 MP5 GPU મળશે. સાથે જ Galaxy Tab S9 FEમાં 6 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધીનું સ્ટોરેજ મળશે. જ્યારે Galaxy Tab S9 FE પ્લસમાં 6 જીબી રેમ અને 8 જીબી રેમની સાથે 128 જીબી તેમજ 256 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ટેબલેટ એન્ડ્રોઈડ 13 પર બેઝ્ડ OneUI 5.1.1 પર કામ કરશે. જેમાં તમને ડ્યુઅલર સ્પીકર્સ, ડૉલ્બી એટમોસ સપોર્ટ પણ મળી રહ્યો છે. આ ઉપરાંત Power Key ફિંગરપ્રિન્ટ સેન્સરથી પણ આ બંને ટેબલેટ સજ્જ છે. આ બંને ટેબલેટ IP68 રેટિંગ ધરાવે છે.
ફોટોગ્રાફી માટે સેમસંગના Galaxy Tab S9 FEમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આયો છે, જ્યારે GAalaxy Tab S9 FE Plusમાં 8 મેગાપિક્સલ + 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા મળી રહ્યો છે. આ બંને ટેબમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ ફ્રંટ કેમેરા મળશે. ભેટરીની વાત કરીએ તો Galaxy Tab S9 FEમાં 8000 mAhની બેટરી છે, જ્યારે Galaxy Tab S9 FE Plusમાં 10,090 mAhની બેટરી આપવામાં આવી છે. આ બંને ટેબલેટ 45 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ બંને ડિવાઈસ સાથે કંપનીએ S pen સ્ટાઈલિસ સપોર્ટ પણ આપ્યો છે.
કનેક્ટિવિટી માટે આ ફોનમાં 5G, ગ્લોનાસ અને યુએસબી ટાઈપ સી પોર્ટ, Wi-Fi 802.11 AC, બ્લૂટૂથ 5.3, GPS જેવા ફીચર્સ મળશે. ડાયમેન્શનની વાત કરીએ તો Galaxy Tab S9 FEમાં 6.22 * 3.01 * 0.32mm તેમજ Galaxy Tab S9 FE Plusમાં 11.24 * 7.30 * 0.26mm ડાયમેન્શન મળી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications