Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsungએ લોન્ચ કર્યું નવું Odyssey Neo G9 ગેમિંગ મોનિટર, જાણો કિંમત
સેમસંગે સત્તાવાર રીતે ભારતમાં પોતાનું ફ્લેગશિપ ગેમિંગ મોનિટર લોન્ચ કરી દીધું છે. આ નવું Samsung Odyssey Neo G9 જર્મનીના કોલોનમાં Gamescom 2023 દરમિયાન પહેલીવાર જાહેરમાં લાવવામાં આવ્યું હતું. હવે કંપનીએ તેને ઓફિશિયલી ભારતીય ટેક માર્કેટમાં લોન્ચ કર્યું છે.

ગેમ્સકોમ 2023માં લોન્ચ થનારા આ ગેમિંગ મોનિટરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. પરંતુ હવે સેમસંગે બધી જ ઈંતેજારીનો અંત આણ્યો છે. Samsung Odyssey Neo G9 એટલું સક્ષમ છે, જાણે તમે એક સાથે બે 4K ડિસ્પ્લે યુઝ કરી રહ્યા હો.
Samsung Odyssey Neo G9ની કિંમત કેટલી છે અને શું છે ઓફર?
Samsung Odyssey Neo G9 ગેમિંગ મોનિટરની ભારતમાં કિંમત 2,25,000 રૂપિયા રાખવામાં આવી છે. યુઝર્સ આ Samsung Odyssey Neo G9 ગેમિંગ મોનિટરને સેમસંગની સત્તાવાર વેબસાઈટ, એમેઝોન અથવા તો અન્ય જાણીતા રિટેઈલ સ્ટોરમાંથી ખરીદી શકે છે. હાલ લોન્ચ ઓફર દરમિયાન યુઝર્સ તો આ ગેમિંગ મોનિટર ખરીદે છે, તો તેમને 10,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. પરંતુ આ ઓફર માત્ર 31 ઓગસ્ટ સુધી જ વેલિડ છે.
Samsung Odyssey Neo G9ના સ્પેસિફિકેશન અને ફીચર્સ પર એક નજર
Samsung Odyssey Neo G9 એક ડ્યુઅલર UHD કર્વ્ડ ગેમિંગ મોનિટર છે. જેનું સ્ક્રીન રિઝોલ્યુશન 7680*2160 પિક્સલ્સ છે. આ મોનિટરની સ્ક્રીન સાઈઝ 57 ઈંચની છે, જ્યારે તેનો રિફ્રેશ રેટ 240 Hz છે, જે ખૂબ જ સ્મૂથ ગેમ પ્લે એક્સપીરિયન્સ આપે છે.
ફાસ્ટ પેસ ગેમિંગ સેશન્સ માટે આ મોનિટરમાં ખાસ સુવિધા કરવામાં આવી છે. આ મોનિટર 1msની ઈમ્પ્રુવ્ડ એક્યુરસી સાથેનો રિસ્પોન્સ ટાઈમ ધરાવે છે. આ મોનિટરની ડિસ્પ્લે AMD FreeSync Premium Pro Technology ધરાવે છે, જેનાથી ગેમિંગ દરમિયાન લેટન્સી ઘટાડે છે, અને તેની પ્રીમિયમ પ્રો ટેક્નોલોજી ગ્રાફિક્સને અપસ્કેલ કરે છે.
આ લેપટોપમાં Samsung Quantum Matrix Technology અને mini LED બેકલાઈટ ધરાવે છે, જે એક્સેપ્શનલ વિઝ્યુઅલ્સ માટે VESA Display HDR 1000 સર્ટિફિકેટ ધરાવે છે. આ સ્કરીનમાં sAGAR (Super Anti Glare, Anti Reflection) Matte Film પણ છે, જે લાઈટ રિફ્લેક્શનને ખૂબ જ ઓછું કરે છે.
Samsung Odyssey Neo G9 Connectivity
કનેક્ટિવિટીની વાત કરીએ તો Odyssey Neo G9માં ડિસ્પ્લે પોર્ટ 2.1 અને HDMI 2.1 પોર્ટ અવેલેબલ છે, સાથે જ આ મોનિટર ડિસ્પ્લે સ્ટ્રીમ કમ્પ્રેશન ફોર લૂઝલેસ ટ્રાન્સમિશન ઓફ ડેટા ટેક્નોલોજી ધરાવે છે. આ મિનિટરમાં ઓટો સોર્સ સ્વિચ + ફીચર પણ છે, જે સિગ્નલ સોર્સ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકે છે.
ડિઝાઈન અને એડિશનલ ફીચર્સ
Samsung Odyssey Neo G9 સ્લીમ ડિઝાઈન અને અને અર્ગોનોમિક સ્ટેન્ડ ધરાવે છે, જેના કારણે યુઝર્સ તેની હાઈટ અને એગલને જરૂરિયાત મુજબ સેટ કરી શકે છે. સાથે જ આ મોનિટરમાં પાછળની તરફ Core Lighting+ અને CorSync છે, ગેમ ગ્રાફિક્સનો શેડ આપે છે, અને ડિસ્પ્લે પર રહેલા કલર્સની સાથે કલર બદલે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications