Samsungએ લોન્ચ કર્યું સૌથી જબરજસ્ત Galaxy Book4 Ultra લેપટોપ, જાણો ફીચર્સ

By Gizbot Bureau
|

ટેક જાયન્ટ કંપની સેમસંગ લગભગ દરેક અઠવાડિયે પોતાની નવી નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં લોન્ચ કરે છે. હવે આ કંપને ભારતમાં સૌથી પાવરફૂલ લેપટોપ Galaxy Book4 Ultra લોન્ચ કર્યું છે. કંપનીએ પોતાના આ દમદાર લેપટોપને એઆઈ ફીચર્સથી સજ્જ બનાવ્યું છે.

આ લેપટોપ પાવરફૂલ હોવાની સાથે સાથે સૌથી મોંઘું લેપટોપ પણ છે. જેનું કારણ એ છે કે આ લેપટોપમાં પાવરફૂલ પર્ફોમન્સ માટે Intelના સૌથી લેટેસ્ટ અલ્ટ્રા કોર પ્રોસેસરને આપવામાં આવ્યું છે.

Samsungએ લોન્ચ કર્યું સૌથી જબરજસ્ત Galaxy Book4 Ultra લેપટોપ

Samsung Galazy book4 Ultraની ખાસિયતો

Samsungનો દાવો છે કે Samsung Galazy book4 Ultra અત્યાર સુધીનું સૌથી ઈન્ટેલિજન્ટ લેપટોપ છે. આ લેપટોપમાં તમને Intel Core Ultra 9, Intel Core Ultra 7 બેમાંથી એક પ્રોસેસર સિલેક્ટ કરવાનો ઓપ્શન મળે છે. સાથે જ આ લેપટોપમાં દમદાર પર્ફોમન્સ માટે NVIDIA GeForce RTX ગ્રાફિક કાર્ડનો સપોર્ટ પણ મળે છે. આ લેપટોપમાં 32 જીબી રેમ અને 1 ટીબી SSD સ્ટોરોજની સુવિધા આપવામાં આવી છે.

Samsung Galazy book4 Ultraના ફીચર્સ

Samsung Galazy book4 Ultraમાં 3કે રિઝોલ્યુશન અને 400 nits બ્રાઈટનેસની સાથે સાથે 16 ઈંચની ટચ એમોલેડ ડિસ્પ્લે મળે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો છે. આ લેપટોપમાં તમને 76whની બેટરી મળે છે, જે 140w USB Type c ચાર્જર દ્વારા ચાર્જ થઈ શકે છે.

આ લેપટોપમાં સ્ટુડિયો ક્વોલિટીનું માઈક્રોફોન, ડોલ્બી એટમોસ પ્લેબેકની સાથે એકેજી ક્વાડ સ્પીકર અને હાઈડેફિનિશન વેબ કેમેરા મળે છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં Wi Fi 6e, Bluetooth 5.3, Thundervolt 4, HDMI 2.1 જેવા ઓપ્શન મળે છે.

Samsung Galazy book4 Ultraની કિંમત અને ઓફર્સ

Samsung Galazy book4 Ultraની કિંમત માત્ર 2,33,990 રૂપિયાથી શરૂ થાય છે. આ લેપટોપ તમને સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ અને કેટલાક નક્કી કરેલા ઓફલાઈન સ્ટોર્સ પરથી જ મળશે. આ લેપટોપ મૂનસ્ટોન ગ્રે ફિનિશ કલરમાં લોન્ચ કરાયું છે.

આ લેપટોપને તમે HDFC બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી શકો છો, જેના દ્વારા તમને 12 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ઈટ પર બોનસ અને નો કોસ્ટ ઈએમઆઈના પણ ઓપ્શન મળે છે.

Best Mobiles in India

English summary
Samsung launched new galaxy book4 ultra laptop

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X