Samsung લાવશે કેમેરામાં ક્રાંતિ, 440 MP કેમેરા સેન્સર કરશે લોન્ચ

By Gizbot Bureau
|

Samsung એકવાર ફરીથી મોબાઈલ કેમેરા ક્ષેત્રે ક્રાંતિ લાવવાની તૈયારી કરી રહ્યું છે .64 મેગાપિક્સલથી લઈને 108 મેગાપિક્સલ, પછી 200 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટ ફોન લોન્ચ કરનારી દક્ષિણ કોરિયન મોબાઈલ કંપની હવે 440 મેગાપિક્સલ કેમેરા સેન્સર પર કામ કરી રહી છે. સેમસંગે આ વર્ષે લોન્ચ થયેલા Galaxy S23 Ultraમાં 200 મેગાપિક્સલ કેમેરા સેન્સરનો ઉપયોગ કર્યો છે. આ ફોનમાં કંપનીએ HP2 સેન્સરનો ઉપયોગ કર્યો છે. સેમસંગ હવે પોતાના નવા ISOCELL સેન્સરની નવી જનરેશન પર કામ કરી રહી છે. અત્યાર સુધી સામે આવેલા રિપોર્ટ મુજબ ટૂંક સમયમાં જ આ સેન્સર લોન્ચ થઈ શકે છે. જો બધું જ બરાબર રહ્યું તો 2024માં આપણને 300 મેગાપિક્સલથી લઈને 440 મેગાપિક્સલ કેમેરા ધરાવતા ફોન માર્કેટમાં જોવા મળી શકે છે.

Samsung લાવશે કેમેરામાં ક્રાંતિ, 440 MP કેમેરા સેન્સર કરશે લોન્ચ

અધધધ મેગાપિક્સલનો કેમેરા

Revengnus નામના ટિપસ્ટરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર દાવો કર્યો છે કે સેમસંગ 440 મગાપિક્સલ કેપેસિટી ધરાવતા HU1 સેન્સર પર કામ કરી રહી છે. સાથે જ કંપની 320 મેગાપિક્સલ અને 200 મેગાપિક્સલ HP7 સેન્સર પણ ડિઝાઈન કરી રહી છે. આ સેન્સર 0.7 માઈક્રોન પિક્સલનો પણ ફોટો ખેંચી શકે છે. સેમસંગ બજેટ ફોન્સ માટે 50 મેગાપિક્સલનું GN6 સેન્સર પણ બનાવી રહ્યું છે, જે 1.6 માઈક્રોન પિક્સલને સપોર્ટ કરશે. સેમસંગની આ કેમેરા ટેક્નોલોજી આગામી દિવસોમાં મોબાઈલ ફોટોગ્રાફીને એક ડગલું આગળ લઈ જશે.

એક સામાન્ય વ્યકની આંકમાં રહેલા સેન્સરનું રિઝોલ્યુસન 500 મેગાપિક્સલથી 600 મેગાપિક્સલ વચ્ચેનું હોય છે. સેમસંગ જો આ નવા કેમેરા સેન્સરમાં સફળ થઈ જશે, તો તેના કેમેરા સેન્સર મનુષ્યની આંખોની ક્ષમતાની વધુ નજીક પહોંચી જશે. એટલે કે તમે જે જુઓ છો, અદ્દલ તેવા જ ફોટોઝ ક્લિક કરવાની શક્યતા વધી જશે. દક્ષિણ કોરિયન ટેક કંપની સેમસંગે 2020માં દાવો કર્યો હતો કે કંપની એવ કેમેરા સેન્સર પર કામ કરી રહી છે, જે માણસની આંખ જેટલી કેપેસિટી ધરાવતું હોય. જો કે હાલ સામે આવેલા રિપોર્ટ્ સમુજબ સેમસંગનું આ કેમેરા સેન્સર ઓટોમોટિવ અને ઈન્ડસ્ટ્રીય સેક્ટરને ધ્યાનમાં રાખીને બનાવાઈ રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

Galaxy S26 Ultraમાં મળશે આ સેન્સર

મીડિયાટેકના તાજેતરમાં જ લોન્ચ થયેલા Dimensity 9200માં 320 મેગાપિક્સલ કેમેરા સેન્સરને સપોર્ટ કરવાની ક્ષમતા છે. સેમસંગ આગામી કેટલાક વર્ષોમાં પોતાના Galaxy S26 Ultra ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 320 મેગાપિક્સલ કેમેરા સેન્સરનો ઉપયોગ કરી શકે છે. સેમસંગે 200 મેગાપિક્સલ HP1 સેન્સરને આ જ વર્ષે લોન્ચ થયેલા Galaxy S23 Ultra 5Gમાં વાપર્યું હતું. તો 50 મેગાપિક્સલ GN6 કેમેરા સેન્સરને Sonyના IMX989 સેન્સરને પડકાર આપવા માટે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ કેમેરા સેન્સરની સાઈઝ 1 ઈંચની છે. જે આગામી વર્ષે મિડ બજેટ સ્માર્ટફોનમાં આવી શકે છે.

Best Mobiles in India

English summary
Samsung is going to launch 440 MP camera sensor

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X