Just In
Samsung લોન્ચ કરશે બે નવા સ્માર્ટફોન, કિંમત 10 હજારથી પણ ઓછી
સેમસંગ આ અઠવાડિયે બે નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. Galaxy A Seriesના આ બે સ્માર્ટફોનની કિંમત 10,000 કરતા પણ ઓછી હશે. મળતી માહિતી પ્રમાણે આ બે નવા સ્માર્ટફોન મોડેલ Galaxy A04 અને A04e લોન્ચ કરશે. ખાસ વાત એ છે કે આ બંને સ્માર્ટફોનમાં કંપની રેમ પ્લસ ફીચર આપી રહી છે.

આ ફીચરને કારણે યુઝરને જ્યારે જરૂર પડશે, ત્યારે તેઓ વર્ચ્યુઅલ રેમ વધારી શક્શે. કહેવાઈ રહ્યું છે કે Galaxy A04 અને A04eમાં કંપની 5000 mAh બેટરી આપવાની છે. કંપની આ સ્માર્ટફોન દ્વારા એવા વર્ગને ટાર્ગેટ કરી રહી છે, જે ઓછી કિંમતના સ્માર્ટફોન વાપરવા ઈચ્છે છે. પરિણામે આ બંને સ્માર્ટફોનની કિંમત 10,000 કરતા ઓછી હશે.
Samsung Galaxy A04ના સ્પેસિફિકેશન્સ
આ પહેલા કંપની ઓક્ટોબર મહિનામાં ગેલેક્સી A04s મોબાઈલ લોન્ચ કરી ચૂકી છે. જે બ્લેક, ગ્રીન, વ્હાઈટ અને ઓરેન્જ કલર વેરિયંટમાં લોન્ચ કરાયો છે. નવા સ્માર્ટફોનમાં 6.5 ઈંચની એચડી+ સ્ક્રીન આપવામાં આવી છે, જે 720*1560 પિક્સલ રિઝોલ્યુશન આપે છે. આ ફોનમાં Infinity-V ડિસ્પ્લે અને 90 Hzનો રિફ્રેશ રેટ મળે છે. હેન્ડસેટમાં પાછળની તરફ ટ્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં f/1.8 અપાર્ચર ધરાવતો 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે. જ્યારે 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા મળે છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં ફ્રંટ સાઈડ 5 મેગાપિક્સલ કેમેરા અપાયો છે.
Samsung Galaxy A04ના ફીચર્સ
Galaxy A04 એન્ડ્રોઈડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત સેમસંગ UI 4.1 પર ચાલે છે. ઉપર જણાવ્યા મુજબ આ સ્માર્ટપોન 32 જીબી, 64 જીબી અને 128 જીબી સ્ટોરેજ એમ ત્રણ જુદા જુદા વેરિયંટમાં લોન્ચ થશે. આ સ્માર્ઠફોનમાં માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ 1 TB સુધી વધારી શકાય છે. 5000 mAh બેટરી ધરાવતો આ સ્માર્ટફોન Exynos 850 ચીપસેટ પર કામ કરે છે.
Samsung Galaxy A04 Core અને Galaxy M04 થશે લોન્ચ
થોડા સમય પહેલા જ ટેક માર્કેટમાં ચર્ચા હતી કે Samsung Galaxy A04 Core અને Galaxy M04ને ગીકબેન્ચ ડેટાબેઝ પર સ્પોટ કરાયો છે. Samsung Galaxy A04 Coreને BIS ડેટાબેઝમાં SM-1042F/DS નંબર સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. ગીકબેન્ચ લિસ્ટિંગ મુજબ સેમસંગ ગેલેક્સી A04માં 3 જીબી રેમ હોઈ શકે છે, જે એન્ડ્રોઈડ 12 આઉટ ઓફ ધી બોક્સ પર કામ કરશે. સાથે જ આ હેન્ડસેટ Mediatek Helio G35 Soc ચીપસેટ પર કામ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470