સેમસંગ ઈન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમના પ્રથમ મહિલા સંચાલિત મોબાઈલ સ્ટોર ની

By Gizbot Bureau
|

સેમસંગ ઈન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમના પ્રથમ મહિલા સંચાલિત મોબાઈલ સ્ટોર ની શરૂઆત અમદાવાદ માં કરવા માં આવી; મહિલા કર્મચારીઓના વ્યક્તિગત અને કારકિર્દીના વિકાસ માટેના એક મંચની શરૂઆત

સેમસંગ ઈન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

સેમસંગ ઈન્ડિયા દ્વારા અમદાવાદ ની અંદર સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત મોબાઈલ સ્ટોર ખોલીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માં આવી હતી. અમદાવાદની મધ્યમાં આવેલો આ સ્ટોર, ભારતીય નારી શક્તિનો ઉત્સવ છે અને વિવિધતા કેળવવાના અને બધા માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવાના કંપનીના ઉદ્દેશ્યના સમર્થનમાં સેમસંગ દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાની આશા રાખે છે જેમાંથી આ પ્રથમ પ્રોજેક્ટ છે.

અમદાવાદ ના નવરંગપુરા વિસ્તારના વિજય ક્રોસ રોડ પર સ્થિત સેમસંગ સ્માર્ટ કાફે ગ્રાહકોને સેમસંગનો અજોડ રિટેલ અનુભવ પ્રદાન કરશે. સેમસંગના આ નવા સ્ટોર ની અંદર તાજેતર ની ફ્લેગશિપ્ પ્રોડ્ટક્સ જેવી કે, ગેલેક્સી એસ22 સિરીઝના સ્માર્ટફોન, ગેલેક્સિ ટેબ એસ8 સિરીઝ, ગેલેક્સી બડ્સ 2 અને ગેલેક્સી વોચ 4 સહિત તમામ મોબાઇલ ઉપકરણોની લાઇનઅપ ડિસ્પ્લે ની સાથે સાથે ખરીદી માટે પણ ઉપલબ્ધ રાખવા માં આવેલ છે.

આ આખા સ્ટોર ને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે, જેની અંદર સ્ટોર મેનેજરથી માંડીને સેમસંગ એક્સપિરિયન્સ કન્સલ્ટન્ટ કે જેઓ ગ્રાહકોને ગેલેક્સી ઉપકરણો વિશે માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરશે અને ગેલેક્સી કન્સલ્ટન્ટ કે જેઓ ઉપકરણ સપોર્ટ પ્રદાન કરે છે તે બધી જ જગ્યાઓ પર મહિલાઓ કામ કરશે.

આ મોબાઈલ સ્ટોરની અંદર મહિલા કર્મચારીઓ ને માત્ર ગેલેક્સી ઉપકરણોમાં જ નહીં, પરંતુ ગ્રાહક સેવા, વેચાણ, નાણાકીય વ્યવસ્થાપન, સ્ટોક પ્લાનિંગ અને સૌથી મહત્ત્વપૂર્ણ રીતે, ગ્રાહક સુરક્ષા ધોરણો જેવી નિર્ણાયક ઓપરેશનલ જવાબદારીઓમાં પણ સંપૂર્ણ તાલીમ આપવા માં આવે છે.

સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રમુખ અને સીઈઓ પ્રેસિડે‍ન્ટ શ્રીમાન કેન કેંગ ના જણાવ્યા અનુસાર, "અમે સૌપ્રથમ મહિલા મોબાઇલ સ્ટોર ખોલવા ની સાથે ખુબ જ ઉત્સાહિત છીએ અને, શ્રેષ્ઠતા અને સહ-સમૃદ્ધિના અમારા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને, આ અદ્ભુત ટીમ જે નવી તકો અને સીમાચિહ્નો હાંસલ કરશે તેના વિશે અમે આશાવાદી છીએ. અમે અમારા કાર્યબળમાં મહિલાઓની સંખ્યા વધારવા અને સંસ્થામાં મહિલા નેતાઓની આગામી પેઢીના વિકાસ માટે સમર્પિત છીએ.”

સેમસંગ ભારતમાં સૌથી મોટા રિટેલ ફૂટપ્રિન્ટ્સમાંનું એક ગણાય છે, સેમસંગે ભારતીય ગ્રાહકોને 25 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી છે અને તેમની સૌથી વધુ નવીન ઉત્પાદનો અને સેવાઓની વિવિધતાથી તેમને આનંદ આપ્યો છે. આ પ્રોગ્રામ સેમસંગ ના #PoweringDigitalIndia મિશનનો એક ભાગ છે.

એક સંસ્થા તરીકે સેમસંગના વિકાસમાં મહિલાઓનો અભિન્ન ફાળો છે. જેથી હવે સેમસંગ દ્વારા તેમના મહિલા કર્મચારીઓને માટે નવી તકો રજૂ કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનો માર્ગ બનાવવા માટે એક પ્લેટફોર્મ આપી રહ્યું છે.

માત્ર તેટલું જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, સેમસંગ દ્વારા WiSE (વુમન ઇન સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ) અને એમ્પ્લોઇ રિસોર્સ ગ્રૂપ (ERG) ની પણ સ્થાપના કરવા માં આવેલ છે જે મહિલા કર્મચારીઓને તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસમાં ટેકો અને સહાય પૂરી પાડશે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung India Launches WiSE Platform for Women Employees

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X