Just In
Samsung Galaxy Z Flip5માં મોટી થશે કવર સ્ક્રીનની સાઈઝ
એ વાતમાં કોઈ બેમત નથી કે સેમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોન એ હાલના માર્કેટમાં મળતા સૌથી વધુ એક્સપેક્ટેડ અને સૌથી વધારે ફીચર ધરાવતા સ્માર્ટફોન છે. કંપનીએ ઓગસ્ટ 2022માં Galaxy Z Flip 4 લોન્ચ કર્યો હતો. Galaxy Z Flip 3 સ્માર્ટફોન લોન્ચ કર્યા બાદ તેમાં કેટલાક અપગ્રેડશન કરવામાં આવ્યા અને Galaxy Z Flip 4 લોન્ચ થયો. જો કે હવે માર્કેટમાં Galaxy Z Flip 5 કેવો હશે તેની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે Galaxy Z Flip 5માં કંપની ડિસ્પ્લેની સાઈઝ મોટી કરી શકે છે.

જાણીતા ડિસ્પ્લે એનાલિસ્ટ રોઝ યંગનો દાવો છે કે કંપની 2023માં Galaxy Z Flip 5 લોન્ચ કરશે, જેમાં કવર સ્ક્રીન મોટી થવાની છે. હાલ Galaxy Z Flip 4માં 1.9 ઈંચની કવર સ્ક્રીન આપવામાં આવી છે. રોઝ યંગનું માનવું છે કે Galaxy Z Flip 5માં કવર સ્ક્રીનની સાઈઝ 3.3 ઈંચથી લઈને 3.4 ઈંચ સુધીની હોઈ શકે છે. સાથે જ તેમનું કહેવું છે કે સેમસંગ આ વખતે નવી ટેક્નોલોજીનો યુઝ કરશે, જેને કારણે ડિસ્પ્લે ક્રિઝ પણ નાની થઈ જશે.
રસપ્રદ વાત એ છે કે આ સમાચાર બરાબર ત્યારે જ સામે આવ્યા છે, જ્યારે Oppo Find N2 Flip સ્માર્ટફોનનો વીડિયો વાઈરલ થયો છે. ઓપ્પોના આ સ્માર્ટફોનમાં વર્ટિકલ કવર સ્ક્રીન આપવામાં આવી છે જે Galaxy Z Flip 4ની 1.9 ઈંચની કવર સ્ક્રીન કરતા મોટી સાઈઝની લાગી રહી છે. સાથે જ ઓપ્પોના સ્માર્ટ ફોનમાં ડિસ્પ્લે ક્રિઝ પણ જોવા નથી મળતી. ડિસ્પ્લે ક્રિઝ એ ફોલ્ડેબલ ડિસ્પ્લેવાળા ફોનની મોટી સમસ્યા છે. હાલ ભલે ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગ અગ્રણી હોય, પરંતુ ઓપ્પોના આ અપકમિંગ સ્માર્ટફોનના વીડિયો વાઈરલ થયા બાદ ટેક માર્કેટમાં ગળાકાપ હરિફાઈની શરૂઆત દેખાઈ રહી છે.
બીજી તરફ ગ્રાહકોમાં પણ હવે ફોલ્ડેબલ સ્માર્ટફોનની માગ વધી રહી છે. પરિણામે 2023માં ફોલ્ડેબલ સ્માર્ટફોનનું માર્કેટ વધુ વિક્સે તેવી પૂરેપૂરી શક્યતા છે. હજી ઘણી કંપની ફોલ્ડેબલ સ્માર્ટફોનની આ ટ્રેનમાં ઝંપલાવવા માટે રાહ જોઈને બેઠી છે. સેમસંગે પોતાના હરીફો ખાસ કરીને ચાઈનીઝ કંપનીઓની જબરજસ્ત હરિફાઈનો સામનો કરવો પડી શખે છે. મળતી માહિતી પ્રમાણે સેમસંગ તેના ચાઇનીઝ હરીફોની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે અને તેના આગામી ફોલ્ડેબલ ઉપકરણોમાં તમામ નવીનતમ ટેકનોલોજીનો સમાવેશ કરવા માટે તૈયાર છે.
Samsung Galaxy Z Flip5માં હશે આ ફીચર્સ, સ્પેસિફિકેશન્સ
હજી Samsung Galaxy Z Flip5 સ્માર્ટ ફોનનું પ્રોડક્શન શરૂ થવાને થોડો સમય બાકી છે. આ સ્માર્ટ ફોન 2023ના બીજા હાફમાં લોન્ચ થઈ શકે છે. હવે જ્યારે માર્કેટમાં SnapDragon 8 Gen 2 Processor અવેલેબલ છે, ત્યારે Flip 5 પણ આ જ પ્રોસેસર પર કામ કરે તેવી શક્યતા છે. હાલ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં મુખ્ય ડિસ્પ્લે 6.7 ઈંચની છે, 2023માં લોન્ચ થનારા લેટેસ્ટ ડિવાઈસમાં પણ મુખ્ય સ્ક્રીનની સાઈઝ આટલી જ રેહવાની સખ્યતા છે. જો કે આ ડિવાઈસમાં નવી ટેક્નોલોજી સાથે બ્રાઈટનેસની ક્વોલિટી સુધરી શકે છે. સાથે જ કેમેરા સેટઅપમાં પણ ફેરફાર થવાની પૂરી શક્યતા છે.
Samsung Galaxy Z Flip 4માં માત્ર 3700 mAHની જ બેટરી છે, અને આ ફોન 25 વોલ્ટના સ્લો ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની Flip5માં આ બાબતો પર કામ કરીને બેટરી કેપેસિટી વધારી, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470