Samsung Galaxy Z Flip4 થયો લોન્ચ, કંપનીએ કર્યા છે આ સુધારા

By Gizbot Bureau
|

Samsung પોતાનો વધુ એક ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. Galaxy Unpacked ઈવેન્ટમાં કંપનીએ Samsung Galaxy Z Flip4 રજૂ કર્યો છે. આ નવો સ્માર્ટ ફોન ક્લેમશેલ ફોલ્ડેબલ સ્માર્ટ ફોન છે, જેમાં કંપનીએ ડિઝાઈનથી લઈને પર્ફોમન્સ સુધી સુધારા વધારા કર્યા છે. આ ફોનમાં ફોલ્ડ માટે એક સાવ પાતળો મિજાગરો છે, જ્યારે બે ફોલ્ડ વચ્ચેનો ગેપ પણ નાનો છે. જેને કારણે આ ફોન વધુ કોમ્પેક્ટ લાગે છે, સાથે જ ફોનને નુક્સાન થવાની શક્યતાઓ ઘટે છે.

Samsung Galaxy Z Flip4 થયો લોન્ચ, કંપનીએ કર્યા છે આ સુધારા

Samsung Galaxy Z Flip4 સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy Z Flip4 ફોલ્ડ કર્યા પછી 17.1 mm જાડો છે. જ્યારે અનફોલ્ડ રાખો તો ફોનની જાડાઈ 6.9 mm જ છે. ફોનની પાછળ આપવામાં આવેલી ગ્લાસ પેનલ પર આર્મર એલ્યુમિનિયમ ફ્રેમ ગોરીલા ગ્લાસ વિક્ટસ + પ્રોટેક્શન મૂકવામાં આવ્યું છે. તો આ ફોનની સ્ક્રીન સાઈઝ 6.7 ઈંચની છે, જે FHD+ રિઝોલ્યુશન, 120 Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ સાથે આવે છે. તમને જણાવી દઈએ કે કંપનીએ આ ફોનમાં ડાયનેમિક AMOLED પેનલનો યુઝ કર્યો છે. તો સ્ક્રીન પર 10 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મૂકવામાં આયો છે, જે પંચ હોલ કટઆઉટ ડિઝાઈનમાં મળશે.

આ ફોન ફોલ્ડેબલ હોવાને કારણે તેમાં બે ડિસ્પ્લે છે. કવર ડિસ્પ્લેની સાઈઝ 1.9 ઈંચ છે, જેનું રિઝોલ્યુશન 260*512 પિક્સલનું છે. અહીં કંપનીએ કસ્ટમાઈઝેશન ઓપ્શન આપ્યા છે, જેમાં કસ્ટમ પેનલ, થીમ્સ સહિત જુદા જુદા વિકલ્પ આપવામાં આવ્યા છે. જો તમારા ફોનમાં કોઈ મેસેજ છે, તો તમે ફોનને અનફોલ્ડ કર્યા વગર કવર સ્ક્રીન પરથીજ ઈમોજીસ કે સ્પીચ ટુ ટેક્સ્ટ વિકલ્પ દ્વારા રિપ્લાય આપી શકો છો. આ ઉપરાંક ફોનમાં ઘણા બધા વિજેટ્સ અને ક્વિક સેટિંગ કંટ્રોલ પણ આપવામાં આવ્યા છે.

Samsung Galaxy Z Flip4 સ્નેપડ્રેગન 8+ જેન 1 પ્રોસેસરથી સજ્જ છે, જે 8 જીબી રેમથી લઈને 512 જીબી સ્ટોરેજ સુધીના વિકલ્પ આપે છે. આ ફોનમાં 5G, 4G, વાઈ ફાઈ, બ્લૂટૂથ 5.1 સહિત બીજા પણ કેટલાક શાનદાર ફીચર્સ છે. જો કેમેરાની વાત કરીએ તો તેમાં પ્રાઈમરી લેન્સ 12 મેગાપિક્સલ સેન્સર સાથે આવે છે, જે f/1.8 અપાર્ચર ધરાવે છે, જ્યારે બીજો લેન્સ અલ્ટ્રાવાઈડ છે, જે f/2.4 અપાર્ચર સેટિંગ સાથે આવે છે.

Samsung Galaxy Z Flip4 એન્ડ્રોઈડ 12 બેઝ્ડ OneUI 4.1 પર કામ કરે છએ. ફોનમાં 25W ફાસ્ટ ચાર્જિંગ કેપેસિટી વાળી 3700 mAh બેટરી છે.

બીજા ફીચર્સમાં Samsung Galaxy Z Flip4માં મલ્ટી વિન્ડો યુઝ માટે Flex Mode, સ્માર્ટ થીંગ્ઝ હોમ ડિવાઈસ સપોર્ટ, સેમસંગ પે કાર્ડઝ જેવા સેટિંગ્સ અલેબલ છે.

Samsung Galaxy Z Flip4ની કિંમત 999 ડૉલર એટલે કે 80,000 રૂપિયાથી શરૂ થાય છે. ધ્યાન આપો કે આ કિંમત બેઝ વેરિયંટની છે. ભારતીય માર્કેટમાં કંપની આ ફોન કેટલી કિંમતે લોન્ચ કરે છે, તે આગામી દિવસોમાં જાણી શકાશે. કેટલાક દેશમાં સેમસંગે ઓલરેડી આ ફોનના પ્રી ઓર્ડર લેવાની શરૂઆત કરી દીધી છે. જે 26 ઓગસ્ટ સુધી ચાલશે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy Z Flip4 launched with notable improvements

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X