સેમસંગ ગેલેક્સિ ટેબ ઈ 8.0(2017) એ Wi-Fi એલાયન્સ દ્વારા માન્ય કરવા માં આવ્યું અને, નિકટવર્તી લોન્ચ

Posted By: Keval Vachharajani

સેમસંગ ગેલેક્સિ ટેબ ઈ 8.0 (2017) વેરિયંટ, ને Wi-Fi એલાયન્સ ની જગ્યા પર જોવા માં આવ્યું હતું અને એવું કહી શકાય છે કે આ ટેબ્લેટ નું લોન્ચ નિકટવર્તી બની ગયું છે.

સેમસંગ ગેલેક્સિ ટેબ ઈ 8.0(2017) એ Wi-Fi એલાયન્સ દ્વારા માન્ય કરવા માં

જે રીતે Wi-Fi ના પ્રમાણપત્રક પર થી જોઈ શકાય છે કે, આવનારા ટેબલેટ નું મોડેલ નંબર SM-T378K છે. જો કે આ ટેબ્લેટ ને સૌથી પહેલા કોરિયા ની અંદર લોન્ચ કરવા માં આવશે, કે જે કંપની ની હોમ કન્ટ્રી છે, અને તેના થોડા સમય બાદ તે બીજા બધા દેશો માટે ઉપલબ્ધ કરવા માં આવશે. તમને એક વખત યાદ કરાવી દઈએ કે સેમસંગે ટેબ ઈ 8.0 ને સૌથી પહેલા ગયા વર્ષે જાન્યુઆરી માં લોન્ચ કર્યું હતું.

ફેસ ઓફ: વિવો V5 પ્લસ vs. બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન્સ

અને અત્યારે એવું લાગી રહ્યું છે કે કંપની પોતાના સફળ થયેલા ટેબલેટ ની જેમજ એક વર્ષ બાદ તેનું અનુગામી મોડેલ બહાર પાડવા જઈ રહ્યું છે. અને તેના પુરોગામી ટેબલેટ ની જેમ જ આ ટેબ ની અંદર પણ 8 ઇંચ ની ડિસ્પ્લે, એક મીડ રેન્જ પ્રોસેસર, અને હાર્ડવેર ના વિભાગ ની અંદર બીજા અમુક થોડા ઘણા ફેરફાર કરવા માં આવ્યા છે. અને તે આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ OS ની અચોક્કસ આવૃત્તિ પર ચાલશે તેવી શક્યતાઓ અત્યાર પૂરતી દેખાઈ રહી છે.

સેમસંગ ગેલેક્સિ ટેબ ઈ 8.0(2017) એ Wi-Fi એલાયન્સ દ્વારા માન્ય કરવા માં

અને આ ટેબ વિષે ની બીજી બધી માહિતીઓ જેમ કે તેની લોન્ચ ડેટ, તેની કિંમત, વગેરે બધી વિગતો હાલ પૂરતી આપવા માં આવી નથી, પરંતુ જો અમને તેના વિષે કોઈ પણ પ્રકાર ની જાણકારી ઓનલાઇન સર્ફ કરતી વખતે મળશે તો અમે તમને તેની સાથે જરૂર થી અપડેટ કરી દેશું.

English summary
Samsung"s mid-range Galaxy Tab E 8.0 (2017) variant spotted on Wi-Fi Alliance. Here"s what we know about it.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot