Samsung Galaxy Ring ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો બધી જ ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

સ્માર્ટ ફોન, સ્માર્ટ વૉચ બાદ હવે જમાનો સ્માર્ટ રિંગનો આવી રહ્યો છે. ટેક જાયન્ટ કંપની સેમસંગ પણ પોતાની સ્માર્ટ રિંગ લોન્ચ કરવા માટે તૈયાર છે. સેમસંગે કરેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે આ વખતે બાર્સેલોનામાં યોજાઈ રહેલી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન તેઓ પોતાની અપકમિંગ ગેલેક્સી સ્માર્ટ રિંગ ડિવાઈસની ડિઝાઈન અંગે જાહેરાત કરશે.

આ સ્માર્ટ રિંગ હેલ્થ ટ્રેકિંગ પર ફોકસ્ડ ફીચર્સ ધરાવતી હશે, સાથે જ તેમાં યુઝર ફ્રેન્ડ્લી ફીચર્સ આપવામાં આવશે. સેમસંગે સૌથી પહેલીવાર Galaxy S24 ફ્લેગશિપ સિરીઝની લોન્ચ ઈવેન્ટમાં પોતાની ગેલેક્સી રિંગ અંગે માહિતી જાહેર કરી હતી.

Samsung Galaxy Ring ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો બધી જ ડિટેઈલ્સ

AI ફીચર્સથી સજ્જ હશે રિંગ

બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ સેમસંગ પોતાની આ અપકમિંગ સ્માર્ટ રિંગમાં AI ફીચર્સ આપવાની છે, જેની મદદથી યુઝરની હેલ્થ મોનિટર કરવામાં આવશે. જો કે હજી સુધી સેમસંગની સ્માર્ટ રિંગની કોઈ ડિટેઈલ અંગે માહિતી સામે નથી આવી. કંપનીના કહેવા પ્રમાણે,'સેમસંગ પોતાની આ સ્માર્ટ રિંગને હેલ્થ ફોર્મ ફેક્ટર તરીકે જ લોન્ચ કરાઈ રહી છે. આ રિંગ રોજબરોજના જીવનમાં તમારા આરોગ્યનું ધ્યાન રાખવામાં મદદ કરશે. સેમસંગ ડિજિટલ વેલનેસ પ્લેટફોર્મ્સ દ્વારા તમને હેલ્ધી અને સ્માર્ટ લાઈફ જીવવામાં મદદ કરશે.'

આ સાઈજમાં અવેલેબલ થશે રિંગ

હાલ સેમસંગની ગેલેક્સી સ્માર્ટવૉચ માર્કેટમાં છે, સેમસંગની ગેલેક્સી રિંગ પણ આ વૉચ સાથે કનેક્ટ થઈ શક્શે અને તમારા આરોગ્યને લગતી બાબતોને ટ્રેક કરી શક્શે. જેને કારણે સેમસંગની આ રિંગ એક એવી વિયરેબલ ડિવાઈસ બનશે, જે તમારા હેલ્થને લગતા પ્રોબ્લેમ્સને તાત્કાલિક શોધી આપશે. સેમસંગની આ ગેલેક્સી રિંગ પ્લેટિનમ સિલ્વર, સિરામિક બ્લેક અને ગોલ્ડ એમ ત્રણ કલરમાં મળશે. ધ વર્જના રિપોર્ટ મુજબ આ રિંગ 5થી 13ની સાઈજમાં મળશે. બેન્ડની અંદરની તરફ Sથી લઈને XLનો માર્ક હશે. આ રિંગમાં એક નાનકડી બેટરી પણ મળશે. રિંગની સૌથી નાની સાઈઝમાં 14.5 mAh અને સૌથી મોટી સાઈઝમાં 21.5 mAh સુધીની બેટરી મળશે.

એન્ડ્રોઈડ અને આઈઓએસ સાથે થઈ શક્શે કનેક્ટ

હાલ સેમસંગ ગેલેક્સી સ્માર્ટ રિંગની પરફેક્ટ કિંમત અંગે ખુલાસો નથી થયો. પરંતુ ચર્ચા મુજબ આ રિંગ 2024ના અંત સુધીમાં લોન્ચ થવાની છે. આ રિંગને તમે સેમસંગ ગેલેક્સી સ્માર્ટ ફોન સાથે પણ પેર કરી શક્શો. ભવિષ્યમાં આ રિંગ અન્ય એન્ડ્રોઈડ અને આઈઓએસ સ્માર્ટ ફોન સાથે પણ કનેક્ટ થઈ શક્શે.

અન્ય પ્રોડક્ટ્સ પણ થશે એઆઈથી સજ્જ

મોબાઈલ કોંગ્રેસમાં સેમસંગ એઆઈ પર ખાસ ફોકસ કરવાની છે. સેમસંગે પહેલા જ કરેલી જાહેરાત પ્રમાણે Galaxy S23 series, Tab S9 series, Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 અને Galaxy S23 FE જેવી સિરીઝના ફોન પણ એઆઈના આધુનિક ફીચર્સથી સજ્જ હશે.

Best Mobiles in India

English summary
Samsung galaxy smart ring will be launched in MWC 2024

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X