સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ, નવી ટીવી એડ કોરિયામાં લાઈવ

By Anuj Prajapati
|

સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોન વિશે ઓફિશ્યિલ જાહેરાત થવામાં લગભગ એક અઠવાડિયા જેટલો જ સમય બચ્યો છે. તેવામાં આ સાઉથ કોરિયન કંપની યુઝરને વિડિઓ એડ ઘ્વારા સ્માર્ટફોન વિશે ઘણી હિન્ટ આપી રહ્યા છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ, નવી ટીવી એડ કોરિયામાં લાઈવ

સેમસંગ ઘ્વારા ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન વિશે લોન્ચ પહેલા જ પહેલી ટીવી એડ બતાવવામાં આવી છે. કંપની ઘ્વારા આવું પગલું કેમ લેવામાં આવ્યું તેના વિશે વાત કરીયે તે પહેલા જ બીજી પણ એડ બતાવવામાં આવી ચુકી. લોન્ચ પહેલા જ આ સ્માર્ટફોન એડ લોકો સામે આવી ચુકી છે.

એડ વિશે માહિતી તેની જૂની એડ મુજબ જ હતી. એનિમેટેડ ડોટ 7 હોલમાં ફરી રહ્યા હતા અને આખરે તે આઠમા હોલ તરફ આવીને અટકે છે. આ સમય દરમિયાન 15 સેકન્ડની કલીપમાં એક વ્યક્તિ દરવાજા તરફ આગળ વધે છે. જયારે દરવાજો ખુલે છે ત્યારે તે અજીબ વસ્તુ જુવે છે. દરવાજો સ્પેસ તરફ ખુલે છે. જેમાં એસ્ટ્રોનોટ અને પ્લેનેટ ફરી રહ્યા છે. તેમાંથી એક નેનો એસ્ટરોઇડ અને સ્પેસ મેટર ઉડીને દરવાજા મારફતે રૂમમાં દાખલ થાય છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 વિશે ફેલાઇ અનેક અફવા, આ રહી હકિકત

આ એડ ઘ્વારા સેમસંગ હિન્ટ આપવા માંગી રહ્યું હોય કે કંપની ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન સાથે વીઆર હેન્ડસેટ ઓફર કરી શકે છે અથવા તો આવનારો સ્માર્ટફોન એઆર ફીચર સાથે આવી શકે છે.

ફોનએરના ઘ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર આ સ્માર્ટફોન સાત અલગ અલગ કલર ગોલ્ડ, સિલ્વર, બ્રાઇટ બ્લેક, મેટ બ્લેક, બ્લુ, ઓર્ચિડ, અને પિન્ક કલરમાં આવી શકે છે. હાલમાં આ એડને જોતા ઘણી બધી શક્યતા દેખાઈ રહી છે.

Best Mobiles in India

English summary
Samsung releases a new video for the Galaxy S8 and Galaxy S8 Plus.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X