એમડબ્લ્યુસી 2017: સેમસંગ ગેલેક્ષી એસ7 એજ, બેસ્ટ સ્માર્ટફોન ટાઇટલ

By: anuj prajapati

એમડબ્લ્યુસી દુનિયાની સુધી મોટી ટેક્નોલોજી ઇવેન્ટ માનવામાં આવે છે. હાલમાં ચાલી રહેલી એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટ દરમિયાન સેમસંગ સ્માર્ટફોનને બેસ્ટ સ્માર્ટફોન ટાઇટલ આપવામાં આવ્યું છે.

એમડબ્લ્યુસી 2017: સેમસંગ ગેલેક્ષી એસ7 એજ, બેસ્ટ સ્માર્ટફોન ટાઇટલ

કંપની ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો સેમસંગ ગેલેક્ષી એસ7 એજ સ્માર્ટફોનને બેસ્ટ સ્માર્ટફોન 2016 ટાઇટલ આપવામાં આવ્યું છે. એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં બેસ્ટ હેન્ડસેટ ડિવાઈઝ કેટેગરીમાં સેમસંગ ગેલેક્ષી એસ7 એજ સ્માર્ટફોનને બેસ્ટ સ્માર્ટફોનનું ટાઇટલ મળી ચૂક્યું છે.

સેમસંગ ઘ્વારા મેળવવામાં આવેલી આ સફળતા વિશે જૂનહો પાર્ક જેઓ સમસંગ ઇલેક્ટ્રોનિક ગ્લોબલ પ્રોડક્ટ સ્ટેટેજીમાં વાઇસ પ્રેસિડન્ટ છે તેમને જણાવ્યું કે તેઓ ખુબ જ ખુશ છે કે સેમસંગ ગેલેક્ષી એસ7 એજ સ્માર્ટફોનની ડિઝાઇન અને ઇન્નોવેશનની નોંધ લેવામાં આવી. તેમને આગળ જણાવ્યું કે આ એવોર્ડ કંપની ઘ્વારા કરવામાં આવેલી મહેનત અને તેઓ મોબાઈલ ટેક્નોલોજીમાં કસ્ટમરની આશા પુરી કરવાની પૂરતી કોશિશ કરશે.

એપલે iફોન અને iપેડ માટે નવું ios 10.3 બેટા અપડેટ રિલીઝ કર્યું

કંપની ઘ્વારા પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ મોબાઈલ ઇન્નોવેશન બાબતે વર્લ્ડ લીડર છે. કંપની ગ્લોબલ યુઝરેને જરૂરી એવા બેસ્ટ હાર્ડવેર, સોફ્ટવેર અને સર્વિસ આપશે. એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ સ્માર્ટફોનની ડિઝાઇન, એડવાન્સ કેમેરા અને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મર્સને કારણે તેને બેસ્ટ સ્માર્ટફોન તરીકે એવોર્ડ આપવામાં આવ્યો.

English summary
Samsung Galaxy S7 edge named the best smartphone at MWC 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot