Samsung Galaxy S24 Ultraમાં હશે 200 MPનો કેમેરા, જાણો બધા ફીચર્સ

By Gizbot Bureau
|

ટેક માર્કેટમાં ચાલી રહેલી ચર્ચાને સાચી માનીએ તો Samsung Galaxy S24 સિરીઝના સ્માર્ટફોન 17 જાન્યુઆરીના રોજ લોન્ચ થવાના છે. જેમ જેમ લોન્ચ ડેટ નજીક આવી રહી છે, તેમ તેમ આ સિરીઝના સ્માર્ટફોનના ફીચર્સની માહિતી પણ લીક થઈ રહી છે. ખાસ કરીને Samsung Galaxy S24 Ultraના ફીચર્સ ખૂબ જ ચર્ચામાં છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ Samsung Galaxy S24 Ultraમાં કેમેરા હાર્ડવેર Samsung Galaxy S23 Ultra કરતા ઘણી બધી રીતે અપગ્રેડેડ હશે. જેમ તેમાં AI સપોર્ટ પણ મળી શકે છે. જ્યારે ફોનમાં રિયર કેમેરા યુનિટમાં 200 મેગાપિક્સલનો કેમેરા મળી શકે છે.

Samsung Galaxy S24 Ultraમાં હશે 200 MPનો કેમેરા, જાણો બધા ફીચર્સ

ફોટોગ્રાફીના શોખીનોને જલસા

જાણીતા ટપસ્ટર અહેમદ ક્વાડેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપેલી માહિતી પ્રમાણે સેમસંગ આ અપકમિંગ સ્માર્ટફોનમાં 24 મેગાપિક્સલનો ડિફોલ્ટ કેમેરા રિઝોલ્યુશન આપી શકે છે. જો આ અફવાને સાચી માનીએ તો આ સૌથી મોટી અપડેટ હશે, કારણ કે Samsung Galaxy S23 Ultraમાં માત્ર 12 મેગાપિક્સલ કેમેરા રિઝોલ્યુશન હતું. એપલના લેટેસ્ટ iPhone 15માં પણ 24 મગાપિક્સલ કેમેરા રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે.

AI ટૂલ બનાવશે ફોટોગ્રાફીને વધુ સારી

વધુમાં ટિપસ્ટરના કહેવા પ્રમાણે Samsung Galaxy S24 Ultraમાં યુઝર્સને ફોટોરેમસ્ટર ફીચર પણ મળી શકે છે .આ એઆઈ બેઝ્ડ ફીચરની મદદથી ફોટોગ્રાફી દરમિયાન પડછાયા તેમજ વણગમતી લાઈટ્સને હટાવવાનો વિકલ્પ મળશે. આ ફીચર Galaxy Book 4 લેપટોપ્સમાં ઓલરેડી અવેલેબલ છે. આ ફોનમાં ત્રણ કેમેરા સેટિંગ પોટ્રેટ, રેમસ્ટર, અને ડિલીટ મળશે. આ હેન્ડસેડમાં ND ફિલ્ટર એટલે કે ન્યુટ્રસ ડેન્સિટી ફિલ્ટર પણ મળી શકે છે, તે રૉ ફોટોઝમાં લાઈટ એડજસ્ટ કરીને વધારે સારા કલર દર્શાવશે.

ક્વોડ કેમેરા સેટઅપ

Samsung Galaxy S24 Ultraમાં 200 મેગાપિક્સલનો ક્વોડ રિયર કેમેરા યુનિટ મળી શકે છે, જે AI સપોર્ટેડ હશે. આ કેમેરા સેટઅપમાં બીજો કેમેરા 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ કેમેરા હસે, સાથે જ 50 મેગાપિક્સલનો 5x ટેલિફોટો લેન્સ પણ મળશે. તો ચોથો કેમેરા 10 મેગાપિક્સલનો હશે જે 10x ટેલિફોટો લેન્સ ધરાવતો હશે. આ રિયર કેમેરા સેન્સર્સની મદદથી યુઝર્સ 8K ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઝેશન વીડિયો શૂટ કરી શક્શે.

મળી શકે છે એપલની જેમ ટાઈટેનિયમ ફ્રેમ

Samsung Galaxy S24 Ultraમાં યુઝર્સને ક્વાલકોમનું નવુ Snapdragon 8 Gen SoC GPU અને CPU પ્રોસેસર મળશે. આ ફોન ટાઈટેનિયમ ફ્રેમ્સથી પણ સજ્જ હોવાની શક્યતા છે. તો બેટરી લાઈફ વધારવા માટે આ પોનમાં પની નવી ઈવી બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S24 Ultra: Titanium Frame, 24 MP Camera - Unleashing Smartphone Innovation

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X