Samsung Galaxy S23 Series Could 1 ફેબ્રુઆરીએ થઈ શકે છે લોન્ચ, વિગતો થઈ લીક

By Gizbot Bureau
|

સેમસંગ તેનો આગામી ફ્લેગશિપ ફોન Samsung Galaxy S23 Series સિરીઝ આ વર્ષે લોન્ચ થવાના છે. આ સિરીઝમાં કંપની શરૂઆતમાં ત્રણ જુદા જુદા મોડેલ Samsung Galaxy S23, Galaxy S23 Plus, Galaxy S23 Ultra લોન્ચ કરવાની છે. મળતી માહિતી મુજબ કંપની ફેબ્રુઆરીમાં આ તમામ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. જો કે, હજી સુધી કંપનીએ સત્તાવાર લોન્ચ ડેટ જાહેર નથી કરી. પરંતુ, લીક થયેલા એક લોન્ચ ટીઝર મુજબ સત્તાવાર લોન્ચ ડેટ 1 ફેબ્રુઆરી હોઈ શકે છે.

Samsung Galaxy S23 Series Could 1 ફેબ્રુઆરીએ થઈ શકે છે લોન્ચ

સેમસંગ કોલોમ્બિયાએ Samsung Galaxy S23 સિરીઝનીટીઝર ઈમેજ જાહેર કરી છે, જેમાં લોન્ચ ડેજ 1 ફેબ્રુઆરી લખવામાં આવી છે. આ ટીઝર ઈમેજમાં બ્લેક મેટ કલરમાં સ્માર્ટ ફોન દેખાઈ રહ્યો છે, જેમાંટ્રિપલ કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. સાથે જ આ પોસ્ટમાં એક લિલિઆક ફ્લાવર કલરનો પણ સ્માર્ટફોન દર્શાવાયો છે.

SnoopyTechએ Samsung Galaxy S23, Galaxy S23 Plus અને Galaxy S23 Ultra સ્માર્ટ ફોન લોન્ચ થતા પહેલા કેટલાક રેન્ડર જાહેર કર્યા છે. ટિપસ્ટરના કહેવા પ્રમાણે Samsung Galaxy S23 સિરીઝ ચાર કલરમાં લોન્ચ થઈ શખે છે. આ સિરીઝના ત્રણેય સ્માર્ટફોન કોટન ફ્લાવર, મિસ્ટિ લિલિઆક, બોટનિક ગ્રીન અને ફેન્ટમ બ્લેક એમ જુદા જુદા કલરમાં લોન્ચ થઈ શકે છે.

Samsung Galaxy S23 Series સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy S23 Ulstra 6.8 ઈંચની કર્વ્ડ ડાયનામિક AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. સાથે જે તેમાં QHD+ રિઝોલ્યુશન હશે, જ્યારે 2200 નીટ્સની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનનો પ્રાઈમરી કેમેરા 200 મેગાપિક્સલનો હશે, જે OISને સપોર્ટ કરે છે. આ ઉપરાંત બાકીના બે કેમેરા અનુક્રમે 12 મેગાપિક્સલના અલ્ટ્રાવાઈડ સેન્સર અને 10 મેગાપિક્સલના પેરિસ્કોપ લેન્સ હશે, જે 10x ઓપ્ટિકલ ઝૂમ અને 3x ઓપ્ટિકલ ઝૂમ સહિત ટેલિફોટો સ્નેપરને સપોર્ટ કરે છે. સેમસંગનો આ સ્માર્ટફોન 5000 mAh બેટરીથી સજ્જ હશે, જે 25 વોલ્ટના વાયર્ડ ચાર્જિંગ અને 15 વોલ્ટના વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

જ્યારે Vanilla Galaxy S23 અને Galaxy S23 Plus 6.1 ઈંચની ફ્લેટ AMOLED ડિસ્પ્લે અને 6.6 ઈંચની AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ થઈ શકે છે. આ બંને ડિસ્પ્લે Full HD+ રિઝોલ્યુશન અને 120 Hz રિફ્રેશ રેટ ધરાવે છે. આ બંને સ્માર્ટફોન Snapdragon 8 Gen 2 Chipset પર કામ કરશે. Samsung Galaxy S23 Ultraમાં પણ આ જ ચીપસેટ આપવામાં આવે છે, પરંતુ આ બંને ચીપસેટમાં થોડોક ફરક છે. Galaxy S23 Galaxy અને S23 Plus બંનેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે, જેમાં 50 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા હશે, જે OISને સપોર્ટ કરશે. આ ઉપરાંત બંને સ્માર્ટ ફોનમાં 12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ શૂટર અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ હશે, જે 3X ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરશે.

Samsung Galaxy S23 3,900 mAh બેટરી પર કામ કરશે, જ્યારે Galaxy S23 Plus 4,700 mAh બેટરી પર કામ કરશે. આ બંને સ્માર્ટફોન 25 વોલ્ટના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 15 વોલ્ટના વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે.

મળતી માહિતી મુજબ આ બંને સ્માર્ટફોન ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. જો કે, અત્યાર સુધી સામે આવેલી આ બધી જ માહિતી લીક થયેલી છે, તેની સત્યતાતો ફોન લોન્ચ થશે ત્યારે જ ખબર પડશે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy S23 Series Smartphone May Be Launched on 1 February

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X