Samsung Galaxy S23 FE પર 31,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, અહીં મળી રહ્યો છે ફાયદો

By Gizbot Bureau
|

જો તમે પણ સેમસંગનો પ્રીમિયમ ફોન લેવાનું આયોજન કરી રહ્યા છો, તો હાલ ઈ કોમર્સ સાઈટ પર ચાલતા સેલમાં તમે ઓછી કિંમતે આ ફોન ખરીદી શકો છો. Flipkart Big Billion Days Sale 2024માં Samsung Galaxy S23 FE પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં કિંમત પર ડિસ્કાઉન્ટની સાથે સાથે બેન્ક ઓફર અને એક્સચેન્જ ઓફર્સ પણ સામેલ છે. તો ચાલો તમને ફટાફટ Samsung Galaxy S23 FE પર મળનારી ઓફર્સની ડિટેઈલ્સ જણાવી દઈએ.

Samsung Galaxy S23 FE પર 31,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

Samsung Galaxy S23 FE પર મળી રહેલી ઓફર્સ અને તેની કિંમત

Samsung Galaxy S23 FE સ્માર્ટફોન ગયા વર્ષે કંપનીએ 59,999 રૂપિયામાં લોન્ચ કર્યો હતો. Samsung Galaxy S23 FEના 8 જીબી રેમ અને 128 જીબી વેરિયંટને સાઈટ પર 29,999 રૂપિયામાં લિસ્ટ કરાયો છે. ઓફર્સની વાત કરીએ તો આ ફોન HDFC બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે બાદ આ ફોનની કિંમત ઘટીને માત્ર 28,749 રૂપિયા થઈ જશે. આવી સ્થમાં લોન્ચિંગની કિંમતની સરખામણીએ યુઝર્સ આ ફોન 31,250 રૂપિયા જેટલી ઓછી કિંમતે ખરીદી શકે છે. આ ઉપરાંત આ ફોન પર એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે.

એક્સચેન્જ ઓફરનો લાભ લેવા પર 18,050 રૂપિયાનું બીજું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. જો કે એક્સચેન્જ ઓફરનો લાભ લેવા માટે ફોન અને તેની કંડીશન કેવી છે, તેના પર આધાર રાખે છે.

Samsung Galaxy S23 FEના સ્પેસિફિકેશન

Samsung Galaxy S23 FEમાં 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ધરાવતી 6.4 ઈંચની ડાયનેમિક Full HD + AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે. સુરક્ષા માટે આ સ્ક્રીન પર ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

પર્ફોમન્સ માટે તેમાં ઓક્ટાકોર Samsung Exynos 2200 પ્રોસેસર મળે છે. જે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. આ ફોન આઉટ ઓફ ધી બોક્સ એન્ડ્રોઈડ 13 પર કામ કરે છે.

ફોટોગ્રાફી માટે Galaxy S23 FEમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા તેમજ 8 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા મળે છે. જ્યારે સેલ્ફી માટે અને વીડિયો કોલિંગ માટે ફ્રંટ સાઈડ 10 મેગાપિક્સનલો કેમેરા આપવામાં આવ્યો છે.

આ ફોનને પાવર આપવા માટે તેમાં 4,500 mAhની બેટરી મળે છે. સાથે જ તે 25 Wના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં NFC, USB Type C, Wi Fi, Bluetooth 5.3, GPSની સુવિધા આપવામાં આવી છે.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S23 FE heavy discount in Flipkart Big Billion days sale

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X