Just In
સેમસંગ ગેલેક્સી એસ20 કેમેરા ફીચર્સ ગેલેક્સી એસ10 અને નોટ 10 પર આવશે
સેમસંગ દ્વારા અત્યારે તેમના લેટેસ્ટ વન યુઆઈ 2.1 ને પોતાના વર્ષ 2019 ના ફ્લેગશિપ સ્માર્ટફોન માટે રોલ આઉટ કરવા માં આવી રહ્યું છે. અને તેની અંદર સેમસંગ ગેલેક્સી એસ10 સિરીઝ અને સેમસંગ ગેલેક્સી નોટ 10 સિરીઝ નો સમાવેશ કરવા માં આવે છે.

અને આ અપડેટ ને કંપની દ્વારા જાહેર કરવા માં આવેલ વન યુઆઈ 2.1 ના બદલાવ ની માહિતી આપ્યા ના તુરંત પછી જ જાહેર કરવા માં આવ્યું હતું. અને આ બદલાવ ના ભાગ રીપે સેમસંગ દ્વારા ઘણા બધા ગેલેક્સી એસ20 ના કેમેરા ફીચર્સ ને એસ10 અને નોટ 10 ની અંદર પણ આપવા માં આવશે. અને જે પ્રકારે નવી માહિતી આવી રહી છે તેના આધાર પર કહી શકાય કે આ નવા અપડેટ ની સાઈઝ 1.5 જીબી છે. તેની અંદર ઘણા બધા નવા ફીચર્સ પણ આપવા માં આવે છે અને સાથે સાથે લેટેસ્ટ સિક્યુરિટી પેચ પણ આપવા માં આવેલ છે.
સેમસંગ વનયુઆઈ 2.1 અપડેટ
એક ઓનલાઇન રિપોર્ટ ના જણાવ્યા અનુસાર સેમસંગ ગેલેક્સી એસ10 અને ગેલેક્સી નોટ 10 ના આ નવા અપડેટ ની અંદર સિંગલ ટેક નો સમાવેશ કરવા માં આવશે. બીજા પણ ઘણા બધા ફીચર્સ આપવા માં આવશે જેની અંદર નાઈટ હાયપર લેપ્સ, કસ્ટમ ફિલ્ટર, એઆર ઈમોજી અને પ્રો વિડિઓ નો સમાવેશ કરવા માં આવે છે. સાથે સાથે ફ્રન્ટ કેમેરા ની અંદર સેમસંગ દ્વારા 4કે વિડિઓ 60એફપીએસ સપોર્ટ પણ આપવા માં આવ્યો છે.
અને સાથે સાથે આ અપડેટ ની અંદર બંને ડીવાઈસ ની અંદર એઆઈ પાવર્ડ ગેલેરી પણ આપવા માં આવશે. અને તેના કારણે યુઝર્સ નાના શોટ્સ ને તુરંત જોઈ શકશે અને પોતાના મનપસન્દ ને સિલેક્ટ પણ કરી શકશે. અને સાથે સાથે તેને કવિક શેર અને મ્યુઝિક શેર નો વિકલ્પ પણ આપવા માં આવશે.
અને જો આ બંને નવા શેર ના વિકલ્પો ની વાત કરવા માં આવે તો કવિક શેર એ તમારી નજીક ના તમારા કોન્ટેક્ટ સાથે કોઈ પણ ફાઈલ શેર કરવા માટે નો ખુબ જ ઝડપી વિકલ્પ છે. જયારે બીજી તરફ મ્યુઝિક શેર એ તમારા બ્લુટુથ કેનેક્શન ને એક્સટેન્ડ કરવા ની અનુમતિ આપે છે. અને સાથે સાથે કંપની દ્વારા આ બંને લાઇનઅપ ની અંદર એપ્રિલ 2020 સિક્યુરિટી પેચ પણ આપવા માં આવેલ છે. અને આ અપડેટ ને અત્યારે માત્ર જર્મની અને સ્વિઝર્લેન્ડ ની અંદર રોલ આઉટ કરવા માં આવી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470