સેમસંગ ગેલેક્સી એસ10 લાઈટ આજ થી ભારત માં ખરીદી માટે ઉપલબ્ધ

By Gizbot Bureau
|

સેમસંગ દ્વારા આજ થી ભારત ની અંદર ગેલેક્સી એસ10 લાઈટ ને ઓફલાઈન અને ઓનલાઇન બંને જગ્યા પર ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવા માં આવ્યો છે. તમે સેમસંગ ના આ લેટેસ્ટ સ્માર્ટફોન ને ફ્લિપકાર્ટ મારફતે ઓનલાઇન ખરીદી શકો છો અથવા તેના સ્ટોર પર થી પણ તમે આ સ્માર્ટફોન ની ખરીદી કરી શકો છો. આ સ્માર્ટફોન ની ભારત ની અંદર કિંમત રૂ. 39,999 રાખવા માં આવી છે અને તેની અંદર કંપની દ્વારા 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને કંપની દ્વારા આ સ્માર્ટફોન ને માત્ર એક જ વેરિયન્ટ ની અંદર વહેંચવા માં આવી રહ્યો છે.

સેમસંગ ગેલેક્સી એસ10 લાઈટ આજ થી ભારત માં ખરીદી માટે ઉપલબ્ધ

ગ્રાહકો ને આ સ્માર્ટફોન ની ખરીદી આઈસીઆઈસીઆઈ બેંક ના ક્રેડિટ કાર્ડ દ્વારા કરવા પર વધારા ના રૂ. 3000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને આ એક કેશબેક ઓફર હશે અને માત્ર તેટલું જ નહીં પરંતુ આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ ના ઇએમઆઇ દ્વારા ખરીદી કરવા પર પણ આ પ્રકારે કેશબેક આપવા માં આવશે. અને સાથે સાથે ગ્રાહકો ને જુના સ્માર્ટફોન ની સાથે એક્સચેન્જ ની અંદર રૂ. 17,050 સુધી નું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવા માં આવશે. અને આ સ્માર્ટફોન ની અંદર એન્ડ્રોઇડ 10 આપવા માં આવે છે અને તેની સાથે 6.7ઇંચ ની એફએચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે સ્નેપડ્રેગોન 855 પ્રોસેસર ની સાથે આપવા માં આવશે.

સ્પેસિફિકેશન

અને નોટ 10 લાઈટ ની જેમ જ આ સ્માર્ટફોન ની અંદર પણ કંપની દ્વારા એજ ટુ એજ ડિસ્પ્લે આપવા માં આવે છે અને તેની અંદર સેલ્ફી માટે પંચ હોલ કેમેરા આપવા માં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર પણ પાછળ ની તરફ ટ્રિપલ કેમેરા સેટપ આપવા માં આવે છે. સાથે સાથે ગ્રાહકો ને 6.7ઇંચ ની સુપર એમોલેડ ઇન્ફિનિટી ઓ ડિસ્પ્લે આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 ઓએસ પર ચાલે છે જેનું ઉપર કંપની નું ખુદ નું વન યુઆઈ 2.0 આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 4500એમએએચ ની બેટરી ફાસ્ટ ચાર્જિંગ ના સપોર્ટ ની સાથે આપવા માં આવે છે.

અને આ સ્માર્ટફોન ની અંદર 7એનેમ નું ચિપસેટ આપવા માં આવે છે કે જે તેને પાવર આપે છે. અને આ સ્માર્ટફોન ની અંદર એક્સઝીનોસ ને બદલે સ્નેપડ્રેગોન 855 આપવા માં આવે છે. અને અત્યારે કંપની દ્વારા આ સ્માર્ટફોન ના માત્ર એક જ વેરિયન્ટ ને ભારત ની અંદર ઉપલબ્ધ કરવા માં આવી રહ્યું છે જેની અંદર 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ નો સમાવેશ કરવા માં આવ્યો છે. અને તમે માઈક્રો એસડી કાર્ડ ની મદદ થી આ સ્ટોરેજ ને 1ટીબી સુધી વધારી શકો છો.

અને જો આ સ્માર્ટફોન ની અંદર કેમેરા ની વાત કરવા માં આવે તો તેની પાછળ ની તરફ ટ્રિપલ કેમેરા સેટપ આપવા માં આવે છે. જેની અંદર 48એમપી નું પ્રાઈમરી કેમેરા એફ 2.2 ના એપ્રેચર ની સાથે આપવા માં આવે છે. ત્યાર પછી તમને 12એમપી નું અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા આપવા માં આવે છે અને 5એમપી નો મેક્રો કેમેરા આપવા માં આવે છે. અને આગળ ની તરફ આ સ્માર્ટફોન ની અંદર 32એમપી નો સેલ્ફી કેમેરા આપવા માં આવે છે.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S10 Lite Sale Begins Today: Price, Offers, Specifications.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X