Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Ring 10 તારીખે થશે લોન્ચ, કિંમત તો એટલી કે બે હપતા ભરાઈ જાય
જો તમે પણ Samsung Galaxy Ringના લોન્ચ થવાની રાહ જોઈ રહ્યા છો, અને ખરીદવા માટે તેની કિંમત જાણવા ઈચ્છો છો, તો આ આર્ટિકલ તમારા માટે છે. સેમસંગ ગેલેક્સી રિંગ જેનો પહેલો લૂક જાન્યુઆરી મહિનામાં આવ્યો હતો, તે 10 જુલાઈના રોજ લોન્ચ થશે. જો કે હજી સુધી આ રિંગના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સની ડિટેઈલ્સ સામે નથી આવી, પરંતુ એક નવા લીકમાં તેની કિંમત અંગે ખુલાસો થયો છે.

આટલી હશે ગેલેક્સી રિંગની કિંમત
ડીલેબ્સના રિપોર્ટ પ્રમાણે સેમસંગ ગેલેક્સી રિંગની ફ્રાંસમાં કિંમત €449 હોઈ શકે છે એટલે કે ભારતીય રૂપિયામાં તેની કિંમત 40,500 રૂપિયા થશે. જાણીતી Oura Ringની કિંમત $229 એટલે કે 25,000 રૂપિયાથી શરૂ થાય છે, જેના કેટલાક મોડેલ ગેલેક્સી રિંગના લીક થયેલા ભાવ પર પણ અવેલેબલ છે. જો કે, સેમસંગે સાબિત કરવું પડશે કે તેઓ પોતાની સ્માર્ટ રિંગ માટે કેમ આટલો ભાવ વસુલી રહ્યા છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ તેમાં એડિશનલ સબસ્ક્રીપ્શન સર્વિસના અલગ પૈસા લઈ રહ્યા હોય.
3 કલર અને 9 સાઈઝમાં લોન્ચ થશે રિંગ
આ લીક પરથી એ પણ સામે આવ્યું છે કે આ રિંગ ફ્રાંસમાં બ્લેક, સિલ્વર અને ગોલ્ડ એમ ત્રણ કલરમાં તેમજ યુએસ સ્ટાન્ડર્ડ પ્રમાણે 5થી 13 એમ 9 સાઈઝમાં અવેલેબલ થશે. કેટલાક રિપોર્ટ્સ મુજબ આ રિંગની સાઈઝનું કનેક્શન બેટી સાથે પણ હશે. મોટી સાઈઝની રિંગમાં લાંબી બેટરી લાઈફ હશે.
સૂત્રોનો તો એવો પણ દાવો છે કે આ ગેલેક્સી રિંગ 10 તારીખે લોન્ચ થશે અને 19 જુલાઈથી ફ્રાંસમાં અવેલેબલ થશે. જો કે હજી સુધી એ નક્કી નથી કે આ 9 દિવસમાં તમે તેને પ્રી ઓર્ડર કરી શક્શો કે પછી પ્રિ ઓર્ડર પણ 19 તારીખથી જ શરૂ થશે.
અત્યાર સુધીના રિપોર્ટમાં સબસ્ક્રીપ્શન મોડેલ અંગે કોઈ ખુલાસો નથી થયો. જો કે Oura, Fitbit, Apple પણ પોતાના વિયરેબલ ડિવાઈસમાં સબસ્ક્રીપ્શન મોડેલ આપી જ રહ્યા છે. આ પ્રકારના સબસ્ક્રીપ્શનને કારણે તમે એડિશનલ હેલ્થ ટ્રાફિક ફીચર્સ અને ડિટેઈલ એનાલિસીસ જેવી સુવિધાનો ઉપયોગ કરી શકો છો. જો કે આ સબસ્ક્રીપ્શન પ્લાનની કિંમત અંગે પણ કોઈ માહિતી હજી સુધી સામે નથી આવી.
સેમસંગ 10 જુલાઈએ પેરિસમાં યોજાનારી અનપેક્ડ 2024માં સત્તાવાર રીતે ગેલેક્સી રિંગ લોન્ચ કરી શકે છે. આ ઈવેન્ટમાં ફોલ્ડેબલ ફોન પણ લોન્ચ થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
