Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy Ring થઈ લોન્ચ, પહેલીવાર મળશે આ ફીચર્સ
Samsungએ આખરે પોતાની મોસ્ટ અવેઈટેડ Samsung Galaxy Ring લોન્ચ કરી દીધી છે. કંપનીએ ગઈકાલે યોજાયેલી Samsung Galaxy Unpacked Event 2024માં ફોલ્ડેબલ ફોન, સ્માર્ટ રિંગ અને સાથે સાથે સ્માર્ટ વૉચ પણ લોન્ચ કરી છે.
Samsung Galaxy Ringમાં ઘણા બધા હેલ્થ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ રિંગ સેમસંગની નવી હેલ્થ એપ Samsung Help સાથે કામ કરશે, અને યુઝર્સની હેલ્થનું ધ્યાન રાખશે. આ રિંગની ખાસ વાત એ છે કે આ સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝર્સે કોઈ એક્સ્ટ્રા સબસક્રીપ્શન ચાર્જ ચૂકવવાનો નથી.

Samsung Galaxy Ringની કિંમત
Samsung Galaxy Ring 10 જુલાઈથી એટલે કે ગઈકાલથી જ કેટલાક ખાસ દેશોમાં પ્રિ ઓર્ડર માટે ઉપલબ્ધ થઈ ચૂકી છે. કંપનીએ આ રિંગની કિંમત 399 ડૉલર્સ રાખી છે. ભારતીય રૂપિયામાં તે 31,920 રૂપિયા થવા જાય છે. જો કે હજી કંપનીએ સ્માર્ટ રિંગ ભારતમાં ક્યારે લોન્ચ થશે તેની જાહેરાત નથી કરી, એટલે તેની કિંમત વિશે માત્ર અંદાજ જ લગાવી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે કેપનીએ આ રિંગને Samsung Galaxy Z Fold 6, Samsung Galaxy Z Flip 6, Samsung Galaxy Watch Ultra, Samsung Buds 3 સિરીઝની સાથે લોન્ચ કર્યા છે.
આ લેટેસ્ટ Samsung Galaxy Ring 24*7 હેલ્થ મોનિટરિંગ અને ટ્રેકિંગ માટે ખાસ ડિઝાઈન કરવામાં આવી છે. આ રિંગ તમે ઉંઘમાં હશો ત્યારે પણ તમારી હેલ્થનું ટ્રેકિંગ કરતી રહેશે.
Samsung Galaxy Ringની ડિઝાઈન
કંપનીનું કહેવું છે કે આ રિંગ વજનમાં સાવ હળવી છે, તેને ટાઈટેનિયમ લૂક આપવમાં આવ્યો છે. આ રિંગનું વજન 2.3 અને 3.0 ગ્રામ છે, જે લાંબા સમય સુધી પહેરી શકાય છે.
Samsung Galaxy Ringના કલર ઓપ્શન
Samsung Galaxy Ringના કલર્સની વાત કરીએ તો આ તે 3 કલર ઓપ્શન ટાઈટેનિયમ બ્લેક, ટાઈટેનિયમ સિલ્વર અને ટાઈટેનિયમમાં મળશે. આ ઉપરાંત આ રિંગ જુદી જુદી 9 સાઈઝમાં અવેલેબલ છે, જેને કારણે તમે યોગ્ય સાઈઝ પસંદ કરી શક્શો.
Samsung Galaxy Ringના સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy Ringના સેન્સર ઈનોવેશનનો ઉપયોગ કરીને તમે ડિટેઈલ્ડ સ્લીપ એનાલિસીસ, હાર્ટ રેટ એલર્ટ, પર્સનલાઈઝ્ડ વેલનેસ ટિપ્સ મેળવી શકો છો. આ રિંગ 10 એટીએમ વોટર રેઝિસ્ટન્સન ધરાવે છે. એટલે કે Samsung Galaxy Ring 10 મીટર સુધી ઉંડા પાણીમાં કામ કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે આ રિંગ સિંગલ ચાર્જમાં 7 દિવસ સુધી ચાલશે. આ રિંગની સાથે પોર્ટેબલ ચાર્જિંગ કેસ પણ મળે છે.
Samsung Galaxy Ringનીની ખાસિયતો
Samsung Galaxy Ring એન્ડ્રોઈડ 11 અથવા તેની બાદના વર્ઝન અને 1.5 જીબી મેમરી ધરાવતા સેમસંગ ગેલેક્સી ફોન સાથે કનેક્ટ કરી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications