સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઈટ નું ભારત ની અંદર આજ થી સેલ શરૂ થશે

By Gizbot Bureau
|

સેમસંગ નો લેટેસ્ટ મીડ રેન્જ પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન કે જે વનપ્લસ 7ટી ને ખુબ જ મોટી ટક્કર આપે છે તેને ભારત ની અંદર આજ થી ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવા માં આવ્યો છે. અને સેમસંગ દ્વારા તેમના નવા મીડ રેન્જ ફ્લેગશિપ ની કિંમત વનપ્લસ 7ટી સિરીઝ થી ખુબ જ નજીક રાખવા માં આવી છે. આ સ્માર્ટફોન નું બેઝિક વેરિયન્ટ કે જેની અંદર 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે તેને તમને રૂ. 38,999 ની કિંમત પર ખરીદી શકો છો. અને તેના 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિયન્ટ ને તમે રૂ. 40,999 ની કિંમત પર ખરીદી શકો છો.

સેમસંગ

સેમસંગ દ્વારા તેમના નોટ 10 લાઈટ ની અંદર ઓરિજિનલ નોટ 10 નોટ 10 સિરીઝ કરતા થોડા ફીચર્સ ઓછા આપવા માં આવે છે. અને તેને આ મહિના ની શૂરાત માં સીઈએસ 2020 ની અંદર સેમસંગ ગેલેક્સી એસ10 લાઈટ ની સાથે લોન્ચ કરવા માં આવ્યો હતો. અને આ નવી લાઈટ સિરીઝ ની સાથે સેમસંગ પ્રીમિયમ ફીચર્સ ને ઓછી કિંમત પર ગ્રાહકો માટે ઉપલબ્ધ કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

સેમસંગ નોટ 10 લાઈટ ઉપલબ્ધતા અને ઓફર્સ

સેમસંગ નોટ 10 લાઈટ ઉપલબ્ધતા અને ઓફર્સ

જેવું કે ઉપર જણાવવા માં આવ્યું હતું સેમસંગ દ્વારા આ સ્માર્ટફોન ના ભારત ની અંદર બે વેરિયન્ટ લોન્ચ કરવા માં આવ્યા છે જેની કિંમત રૂ. 38,999 અને રૂ, 40,999 રાખવા માં આવી છે. અને આ બંને વેરિયન્ટ ને આજ થી ઓનલાઇન અને ઓફલાઈન બધી જ જગ્યા પર ખરીદી માટે ઉપલબ્ધ કરવા માં આવ્યા છે. અને ગ્રાહકો ને 3 કલર ના વિકલ્પ પણ આપવા માં આવે છે.

અને જો લોન્ચ ઓફર્સ ની વાત કરવા માં આવે તો સેમસંગ દ્વારા આ સ્માર્ટફોન પર બોનસ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ ની અંદર રૂ. 5000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. અને ગ્રાહકો ને એલિજિબલ ફોન ના એક્સચેન્જ પર રૂ. 5000 સુધી નું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. અને તેના કારણે આ સ્માર્ટફોન ની કિંમત ઘટી અને રૂ. 33,999 ની કિંમત પર આવી જશે.

સ્પેસિફિકેશન અને ફીચર્સ

સ્પેસિફિકેશન અને ફીચર્સ

આ સ્માર્ટફોન ની અંદર એજ ટુ એજ ડિસ્પ્લે આપવા માં આવે છે અને તેની અંદર વચ્ચે પંચ હોલ કેમેરા પણ આપવા માં આવે છે. અને પાછળ ની તરફ ટ્રિપલ કેમેરા સેટઅપ આપવા માં આવે છે. અને સાથે સાથે ગ્રાહકો ને 6.7ઇંચ ની એફએચડી સુપર એમોલેડ ડિસ્પ્લે આપવા માં આવે છે. અને તે 2400x 1080 ના રિઝોલ્યુશન પર કામ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 પર ચાલે છે જેની ઉપર વન યુઆઈ 2.0 આપવા માં આવે છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોન ની અંદર 4500 એમએએચ ની બેટરી ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી ની સાથે આપવા માં આવે છે.

ગેલેક્સી નોટ 10

ગેલેક્સી નોટ 10 લાઇટ તેની શક્તિ ઓક્ટા-કોર સીપીયુ સાથે 10nm ચિપસેટથી ખેંચે છે. તે સેમસંગના પોતાના એક્ઝિનોસ 9810 ચિપસેટથી ચાલે છે જે આપણે ગેલેક્સી એસ 9 અને નોટ 9 સ્માર્ટફોન પર જોઇ છે. તમને 128GB સ્ટોરેજ અને પસંદ કરવા માટે 6GB / 8GB રૂપરેખાંકન મળશે. ફોટોગ્રાફી વિભાગમાં, તમને ત્રણ 12-મેગાપિક્સલનો સેન્સર મળે છે - એક વાઇડ એંગલ લેન્સવાળી, એક ટેલિફોટો અને એક અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સવાળી. આગળના ભાગમાં, તમને 32 મેગાપિક્સલનો સેલ્ફી સ્નેપર મળશે.

અને કેમ કે આ સેમસંગ નો નોટ સિરીઝ નો સ્માર્ટફોન છે જેથી તેની અંદર ગ્રાહકો ને એસ પેન ને બ્લુટુથ કનેક્ટિવિટી ની સાથે આપવા માં આવશે. જેને કારણે તમે તમારા મ્યુઝિક ને બદલી શકો છો, ફોટોઝ બદલી શકો છો. અને પ્રેઝન્ટેશન ને પણ કન્ટ્રોલ કરી શકો છો. અને સાથે સાથે એસ પેન સ્ટાઇલ્સ ના બધા જ ફીચર્સ પણ આની અંદર આપવા માં આવે છે.

Best Mobiles in India

English summary
Galaxy Note 10 Lite in India with respective pricing of Rs 38,999 and Rs 40,999.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X