12 GB Ram, 5000 mAH બેટરીવાળો Samsung Galaxy M13 5G લોન્ચ, કિંમત માત્ર આટલી!

By Gizbot Bureau
|

5જી ફોન લોન્ચ કરવાની રેસમાં રોજ મોબાઈલ કંપની નવા નવા હેન્ડસેટ લોન્ચ કરી રહી છે. સેમસંગે પણ આ સેગમેન્ટમાં પોતાનો નવો ફોન Samsung Galaxy M13 5G લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં લોંગ બેટરી લાઈફ અને લેજ ફ્રી પર્ફોમન્સ પર ધ્યાન અપાયું છે. જેના માટે Samsung Galaxy M13 5Gમાં 5000 mAH બેટરી અને 12 જીબી રેમ આપવામાં આ છે. Samsung Galaxy M13 5G 4જી વેરિયન્ટમાં પણ અવેલેબલ છે, જેનું નામ Samsung Galaxy M13 છે. 5જી ફોનની જેમ જ Samsung Galaxy M13 પણ એન્ટ્રી લેવલ ફોન છે, જે Redmi 10, Realme Narzo 50A Primeના સેગમેન્ટમાં લોન્ચ કરાયો છે.

12 GB Ram, 5000 mAH બેટરીવાળો Samsung Galaxy M13 5G લોન્ચ

Galaxy M સિરીઝમાં સેમસંગના તમામ ફોન એન્ટ્રી લેવલના છે. કાઉન્ટરપોઈન્ટના રિસર્ચ મુજબ હાલ દેશમાં આ સિરીઝના 42 મિલિયનથી વધુ ફોન વેચાઈ ચૂક્યા છે. દેશમાં 5જી સ્ક્પેક્ટ્રમની હરાજી થાય તે પહેલા Samsung Galaxy M13 5G મોડેલ સાથે કંપનીએ તેના 5જી હેન્ડસેટની રેન્જ વધારી દીધી છે. એટલે જ્યારે દેશમાં 5જી સર્વિસ શરૂ થશે, ત્યારે કંપનીને તેના આ હેન્ડસેટનો પણ ફાયદો મળશે.

આટલી છે કિંમત

Samsung Galaxy M13 5G ભારતમાં બે વેરિયંટમાં ઉપલબ્ધ છે. જેમાં એક વેરિયન્ટ 4જીબી રેમ અ 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે. આ વેરિયંટની કિંમત રૂ.13,999 છે. જ્યારે તેના હાયર વર્ઝનમાં 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે. આ વેરિયંટની કિંમત રૂપિયા 15,999 રખાઈ છે. જ્યારે Samsung Galaxy M13 એટલે કે આ જ ફોનના 4જી વર્ઝનની કિંમત 11,999 છે. જેમાં 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ છે. તો 6જીબી રેમ અ 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજના વેરિયંટની કિંમત 13,999 રખાઈ છે. જો તમે ICICI બેન્કના કોઈ કાર્ડ વડે આ ફોન ખરીદો છો તો તમને રૂપિયા 1000નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ડ મળશે.

Samsung Galaxy M13 5G અને M13 બંને મિડનાઈટ બ્લુ, એક્વા ગ્રીન અ સ્ટારડસ્ટ બ્રાઉન કલર્સમાં ઉપલબ્ધ છે. આ બંને મોડેલ 23 જુલાઈથી સેમસંગના ઓનલાઈન સ્ટોર પર, એમેઝોન પર અને કેટલાક સિલેક્ટેડ રિટેઈલ સ્ટોર્સ પર વેચાણ માટે મૂકાશે.

જાણો ફોનના સ્પેસિફિકેશન

સેમસંગના આ બંને ફોન મોડેલ એન્ટ્રી લેવલના છે. એટલે કે તમને તેમાં બેઝિક ફીચર્સ તો બધા જ મળશે. પરંતુ આ વખતે કંપનીએ પોતાના ફોનના પર્ફોમન્સ પર ધ્યાન આપ્યું છે.

Samsung Galaxy M13 5Gમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 6 જીબી રેમ સાથે કામ કરે છે. તો આ ફોનમાં રેમ પ્લસ ઓપ્શન તમારા ફોનમાં 6જીબી રેમને એક્સ્ટેન્ડ કરવાની પણ સુવિધા આપે છે. જેનાથી તમે ફોનની રેમ 12 જીબી કરી શકો છો. ફોનમાં 128 બી સ્ટોરેજ કેબેસિટી છે, જેને તમે માઈક્રો એસડી કાર્ડ દ્વારા 1ટીબી સુધી એક્સ્ટેન્ડ કરી શકો છો. સાથે જ ફોનમાં 5000 mAH બેટરી છે, જે 15W ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે.

તો Samsung Galaxy M13 માં એક્ઝિનોસ 850 પ્રોસેસર મૂકવામાં આવ્યું છે, જે 12 જીબી રેમ અ 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે કામ કરે છે. અહીં પણ તમે માઈક્રો એસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી સ્ટોરેજ એક્સટેન્ડ કરી શકો છો. આ ફોનમાં પણ રેમ પ્લસ ઓપ્શન અવેલેબલ છે. જેમાં તમે 6 જીબી રેમ એક્સ્ટેન્ડ કરી શકો છો. જો તમે Samsung Galaxy M13 ખરીદો છો તો તમને 6000 mAh બેટરી મળશે, જે પણ 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Samsung Galaxy M13 5G અને Samsung Galaxy M13 બંનેમાં 50 મેગાપિક્સલનો મેઈન કેમેરા છે, જ્યારે 5 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને ડેપ્થ સેન્સિંગ કેમેરા છે. જ્યારે 5G મોડેલમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલ અને M13માં સેલ્ફી માટે 5 મેગાપિક્સલ સેન્સર અપાયું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy M13, Galaxy M13 5G Launched With 12GB RAM: Price, Features

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X