સેમસંગ ગેલેક્સી જે 7 નેક્સટ સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે ભારતમાં રૂ .11,490 મા લોન્ચ કરવા માં આવ્યો

Posted By: Keval Vachharajani

આ મહિનાની શરૂઆતમાં ગેલેક્સી જે 7 પ્રો અને ગેલેક્સી જે 7 મેક્સ લોન્ચ કર્યા બાદ, સેમસંગે ભારતમાં ગેલેક્સી જે 7 લાઇનઅપની બીજી એક નવી શરૂઆત કરી છે.ગેલેક્સી જે 7 નેક્સટ તરીકે ડબ કરવામાં આવે છે, તે 11,490 રૂપિયાનો પ્રાઇસ ટેગ ધરાવે છે.

સેમસંગ ગેલેક્સી જે 7 નેક્સટ ભારતમાં લોન્ચ કરવા માં આવ્યો

નોંધનીય છે કે ગેલેક્સી જે 7 નેક્સટ એ જે-સિરિઝનો સૌથી વધુ સસ્તો સ્માર્ટફોન છે, જે સુપર એમોલેડ ડિસ્પ્લેનો ઉપયોગ કરે છે. તે બે રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે; બ્લેક એન્ડ ગોલ્ડ. હાલમાં, સ્માર્ટફોન માત્ર સેમસંગની સત્તાવાર ઓનલાઇન સ્ટોર દ્વારા વેચવામાં આવશે. તમે જાણતા હશો કે ગેલેક્સી જે 7 નેક્સટ ઇએમઆઇ દ્વારા ખરીદી શકાય છે અને તે એક વર્ષ ની વોરંટી સાથે આવે છે.

સ્પષ્ટીકરણો વિશે વાત કરીયે તો, ગેલેક્સી J7 Nxt નિરાશ નથી કરતો. અગાઉ સૂચવ્યા મુજબ, સ્માર્ટફોનમાં 5.5 ઇંચનું સુપર એમોલેડ ડિસ્પ્લે છે જે એચડી રિઝોલ્યુશનને પહોંચાડે છે. હૂડ હેઠળ, એક ઓક્ટા-કોર પ્રોસેસર 1.6 ગીગાહર્ટ્ઝ પર છે. કમનસીબે, ચિપસેટનું નામ આપવામાં આવ્યું નથી.

ઉપકરણની મેમરી પાસાને 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ દ્વારા સાચવી લેવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડ સ્લોટ મારફતે સ્ટોરેજ સ્પેસનું વિસ્તરણ 256GB સુધી વધારી શકાય છે.

ઓપ્ટિક્સના સંદર્ભમાં, સેમસંગ ગેલેક્સી જે 7 નેક્સટ ની અંદર 13 એમપી નો રિયર-ફેસિંગ મુખ્ય કેમેરા અને સેલ્ફી અને વિડિયો કોલ્સ માટે 5 એમપી ફ્રન્ટ શૂટર આપવા માં આવેલ છે. નોંધનીય છે કે, બંને કેમેરા સેન્સર એલઇડી ફ્લેશ સાથે આવે છે.

સોફ્ટવેર વિષે વાત કરીયે તો, આ સ્માર્ટફોન તાજેતરની એન્ડ્રોઇડ નોગટ ઓએસ પર ચાલે છે.

એક યોગ્ય 3000 એમએએચની બેટરી ઉપકરણની અંદર લાઇટ્સ ચાલુ રાખવા માટે હાજર છે.

ડિઝાઇન મુજબ, સેમસંગ ગેલેક્સી J7 Nxt એક ભૌતિક દેખાવ ધરાવે છે, જે નકારાત્મક રીતે તેના વેચાણને અસર કરી શકે છે.

Read more about:
English summary
This smartphone is the most affordable smartphone from J-series to sport a Super AMOLED display.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot