સેમસંગ ગેલેક્ષી જે2 પ્રો 9090 રૂપિયામાં ઉપલબ્ધ

By: anuj prajapati

સેમસંગ ગેલેક્ષી જે2 પ્રો જુલાઇ 2016 માં 9,890 રૂપિયામાં લોન્ચ થયો હતો. હવે, ઉપકરણ 800 રૂપિયાની કિંમતના ઘટાડા સાથે 9090 રૂપિયામાં મળી રહ્યો છે.

સેમસંગ ગેલેક્ષી જે2 પ્રો 9090 રૂપિયામાં ઉપલબ્ધ

ગયા વર્ષે તેના લોન્ચિંગ સમયે, ગેલેક્ષી જે2 પ્રો ઓનલાઇન રિટેલર સ્નેપડીલ પર ખાસ લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે, ભાવમાં ઘટાડો કર્યા પછી, સ્માર્ટફોન બીજા રિટેલર્સ જેમ કે એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા 9090 રૂપિયામાં આ ઉપકરણ ત્રણ રંગ વિકલ્પો જેમ કે ગોલ્ડ, સિલ્વર, અને બ્લેક ઉપલબ્ધ છે.

હવે જો ફીચર પર નજર કરવામાં આવે તો, સેમસંગ ગેલેક્ષી જે2 પ્રો 5 ઇંચ એચડી સુપર એમોલેડ ડિસ્પ્લે ધરાવે છે. તેના હૂડ હેઠળ, સ્માર્ટફોન એક 1.5 ગીગાહર્ટ્ઝ ક્વોડ-કોર પ્રોસેસરનો ઉપયોગ કરે છે, જેમાં 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથેનો માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરીને 128GB સુધીની વિસ્તરણ કરી શકાય છે. એન્ડ્રોઇડ 6.0 માર્શમલો પર ચાલી રહેલ, ગેલેક્ષી જે2 પ્રો તેના પાછળના ભાગમાં 8 એમપી મુખ્ય સ્નેપર્સ અને 5 એમપી સેલ્ફી કેમેરા સાથે આવ્યો છે.

ગેલેક્ષી જે2 પ્રો 4G LTE, બ્લૂટૂથ 4.1, વાઇ-ફાઇ, જીપીએસ, યુએસબી 2.0 પોર્ટ અને ડ્યૂઅલ-સિમ સપોર્ટ જેવી કનેક્ટિવિટી સુવિધા સાથે પેક કરવામાં આવે છે. 2600 એમએએચની બેટરી સ્માર્ટફોનને પાવર આપે છે.

ઉપકરણમાં સ્માર્ટ ગ્લો જેવી સુવિધાઓ છે, જે રીઅર કેમેરા અને ટર્બો સ્પીડ ટેક્નોલોજી (TST) પર કામ કરે છે. બાદમાં એવું કહેવાયું છે કે ઉચ્ચતમ RAM સાથે સ્માર્ટફોન કરતા ઉપકરણ 40% વધુ ઝડપી બનાવે છે. ઉપરાંત, ડિવાઇસમાં અલ્ટ્રા ડેટા સેવિંગ મોડ અને એસ બાઇક મોડ છે.

English summary
Samsung Galaxy J2 Pro has now received a minor price cut of Rs. 800 and is now available at Rs. 9,090.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot