Samsung Galaxy Z Fold 6, Flip 6માં મળી રહી છે પ્રિ બુક ઓફર, જાણો સ્પેસિફિકેશન્સ

By Gizbot Bureau
|

સેમસંગની અનપેક્ડ ઈવેન્ટ આજે 10 જુલાઈએ પેરિસમાં યોજાઈ રહી છે. આ ઈવેન્ટમાં કંપની પોતાના ફોલ્ડેબલ ફોન, વિયરેબલ અને ઓડિયો પ્રોડક્ટથી લઈને સંખ્યાબંધ નવા ડિવાઈસ લોન્ચ કરવાની છે. આ ડિવાઈસ આજે લોન્ચ થાય તે પહેલા તેના વિશે ઘણા રિપોર્ટ સામે આવી ચૂક્યા છે. ચાલો જાણીએ કે સેમસંગના આ બધા ડિવાઈસ કેમ ખાસ હશે અને તેની કિંમત કેટલી હોઈ શકે છે.

Samsung Galaxy Unpacked ઈવેન્ટ આજે પેરિસમાં યોજાઈ રહી છે. આ ઈવેન્ટ તમે સેમસંગની સત્તાવાર વેબસાઈટ, યુટ્યુબ ચેનલ અને સેમસંગ ન્યૂઝ રૂમ પર સાંજે 6.30 વાગે લાઈવ જોઈ શક્શો.

Samsung Galaxy Z Fold 6, Flip 6માં મળી રહી છે પ્રિ બુક ઓફર

Samsung દ્વારા પોતાના આગામી ગેલેક્સિ ડિવાઈસનું પ્રિ રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાયું છે. દરેક ડિવાઈસને તમે 1,999 રૂપિયાની રિફંડેબલ અમાઉન્ટ સાથે પ્રિ રિઝર્વ કરાવી શકો છો.

આ પ્રિરિઝર્વમાં 7000 રૂપિયા સુધીના વાઉચર, બેસ્ટ વેલ્યુ અપગ્રેડ, બાયબેક અને સ્પેશિયલ એડિશન જેવા લાભ પણ સામેલ છે. આ ઉપરાંત તમે જો રજિસ્ટ્રેશન કરાવશો, તો 5000 રૂપિયા સુધીના વાઉચર પણ જીતી શકો છો. પ્રિ બુક કરનાર ગ્રાહકોને જ્યારે પણ આ ગેલેક્સી ડિવાઈસ ભારતમાં લોન્ચ થશે, ત્યારે સૌથી પહેલા મળી જશે.

Galaxy Z fold 6

અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે Galaxy Z fold 6ની ડિઝાઈન ફોલ્ડ 5 જેવી જ છે. જો કે તેનું વજન ઓછું હશે. આ ફોનમાં 7.6 ઈંચની QXGA+ ડાયનેમિક AMOLED 2X 120 Hzની મેઈન ડિસ્પ્લે અને 6.3 ઈંચની ડાયનેમિક AMOLED 2X કવર ડિસ્પ્લે મળવાની શક્યતા છે. આ ફોન સ્નેપડ્રેગન 8 જે 3 SoC પર કામ કરશે. આ ઉપરાંત તેમાં આર્મર એલ્યુમિનિયમ ફ્રેમ, ગોરીલા ગ્લાસ વિક્ટસ 2, IP48 વોટર રેઝિસ્ટન્સ અને S પેન સપોર્ટ મળી શકે છે.

Galaxy Z Fold 6માં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા, 2x ઓપ્ટિકલ ઝૂમ ધરાવતો 50 મેગાપિક્સલનો વાઈડ કેમેરા સાથે જ 3x ઓપ્ટિકલ ઝૂમ ધરાવતો 10 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા મળી શકે છે. આ ફોનમાં 10 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા અને 4 મેગાપિક્સલનો અંડર ડિસ્પ્લે કેમેરા મળવાની શક્યતા છે. ફોનને પાવર આપવા માટે 4,400 mAhની બેટરી મળી શકે છે.

Galaxy Z Flip 6

આ ફોનમાં 6.6 ઈંચની FHD+ ડાયનેમિક AMOLED 2X 120 Hzની મેઈન ડિસ્પ્લે અને 3.4 ઈંચની FHD કવર ડિસ્પ્લે મળશે. પર્ફોમન્સ માટે તેમાં સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર મળી શકે છે.

ગેલેક્સી Z Flip 6માં 2X ડિજિટલ ઝૂમની સાથે 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, કવર ડિસ્પ્લે અ 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા તેમજ અંદર 10 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળશે. આ ફોનમાં 4000 mAhની દમદાર બેટરી પણ મળી શકે છે.

આ ઉપરાંત આ ઈવેન્ટમાં Galaxy Watch Ultra પણ લોન્ચ થઈ શકે છે. આ સ્માર્ટ વૉચ 590 mAhની બેટરી હશે, સાથે જ તે One UI Watch 6.0ની સાથે સાથે Wear OS ઉપરાંત IP6X ડસ્ટ પ્રોટેક્શન, 10 ATM વોટરપ્રૂફ રેટિંગ, IP68 ડસ્ટ પ્રોટેક્શન, 10 ATM વોટરપ્રૂફ રેટિંગ, IP68 રેટિંગ મળશે. આ ઈવેન્ટમાં Galaxy Watch 7, Galaxy Buds 3 Pro, Galaxy Buds 3, Galaxy Ring ની સાથે સાથે Galaxy Watch FE પણ લોન્ચ થઈ શકે છે.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Fold 6 specifications price unpacked event

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X