Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy Z fold 4, Z flip 4ની કિંમતો થઈ જાહેર, આટલી કિંમતે મળશે ફોન
Samsung Galaxy Z fold 4ની ભારતીય માર્કેટમાં કિંમત જાહેર થઈ ચૂકી છે. કંપનીએ Fold 4 અને Flip 4 બંનેની કિંમતો કંપની જાહેર કરી ચૂકી છે. 16 ઓગસ્ટથી Samsung Galaxy Z fold 4 અને Z flip 4નું પ્રિ બુકિંગ શરૂ થઈ ચૂક્યુ છે. પ્રિ બુકિંગના કેટલાક સમય પહેલા જ કંપનીએ બંને ફોનની કિંમતો જાહેર કરી હતી. સેમસંગની સત્તાવાર વેબસાઈટ પરથ આ બંને ફોન પ્રિ બુક કરાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે સેમસંગે પોતાના બંને ફોન 10 ઓગસ્ટના રોજ ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટ દરમિયાન લોન્ચ કર્યા હતા.

આટલી છે કિંમત
Samsung Galaxy Z Flip 4ના 8 જીબી રેમ અને 128 જીબીવાળા સ્ટોરેજની કિંમત 89,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજની કિંમત રૂપિયા 94,999 રાખવામાં આવી છે. Samsung Galaxy Z fold 4ના 12 જીબી રેમ અ 256 જીબી સ્ટોરેજની કિંમત રૂપિયા 1,54,999 છે, જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજની કિંમત 1,64,999 રૂપિયા રખાઈ છે. પરંતુ સેમસંગના આ બંને ફ્લેગશિપ ફોન પ્રિ બુક કરાવનાર ગ્રાહકોને રૂપિયા 40,000નો ફાયદો થઈ શકે છે. સાથે જ ફોન પ્રિ બુક કરાવનાર ગ્રાહકોને રૂપિયા 5,199ની કિંમતની એક્સક્લુઝિવ ગિફ્ટ પણ મળશે. Galaxy Z Flip 4 Bespoke Edition સાથે ગ્રાહકોને એક સ્લીમ કવર મળશે જેની કિંમત રૂપિયા 2000 છે. આ પ્રિ બુકિંગ 17 ઓગસ્ટના મધરાત સુધી ચાલવાનું છે.
Samsung Galaxy Z fold 4 સ્પેસિફિકેશન
Samsung Galaxy Z fold 4માં 7.6 ઈંચની ડાઈનેમિક અમોલેડ 2X ઈન્ફિનિટી ફ્લેક્સ પ્રાઈમરી ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 Hz છે. બીજી ડિસ્પ્લે 6.2 ઈંચની ડાઈનેમિક અમોલેડ 2X ઈન્ફિનિટી છે, જે કવર ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લેની બ્રાઈટનેસ 1300 નિટ્સ છે. ફોનમાં 3 રિઅર કેમેરા મૂકવામાં આવ્યા છે, જેમાંથી પ્રાઈમરી લેન્સ 50 મેગાપિક્સલ, બીજો લેન્સ 12 મેગાપિક્સનો અલ્ટ્રાવાઈડ અને ત્રીજો લેન્સ 10 મેગાપિક્સલનો છે. આ ફોનમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબીલાઈઝેશનની પણ સુવિધા છે.
જ્યારે ફોનમાં સેલ્ફી માટે બે કેમેરા આપવામાં આવ્યા છે. જેમાંથી એક કેમેરો 10 મેગાપિક્સલ બીજો કેમેરો 4 મેગાપિક્સલનો છે. ફોન સાથે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્લસનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ કેમેરા 30 એક્સ ઝૂમ કરી શકે છે. સેમસંગના આ ફોનમાં સ્નેપડ્રેગન 8+ Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તો ફોન 25 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 4400 mAh બેટરી પર કામ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications