Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy F54 5G ફોન 6000 mAh બેટરી સાથે લોન્ચ, જાણો કિંમત
Samsung Galaxy F54 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઈ ચૂક્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનને મિડ રેન્જમાં લોન્ચ કર્યો છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં સેમસંગ 108 મેગાપિક્સલનો જબરજસ્ત મુખ્ય કેમેરા લઈને આવી છે, જે OISને સપોર્ટ કરે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનનું મુખ્ય આકર્ષણ તેની 6000 mAhની બેટરી છે. આ જંબો બેટરી સાથે યુઝર્સ ફોન પર લાંબા ગેમિંગ સેશન્સ અને વીડિયો સેશન્સ એન્જોય કરી શકે છે. આ ઉપરાંત ફોન ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. ચાલો, ડિટેઈલમાં આ સ્માર્ટફોનના ફીચર્સ અને કિંમત જાણીએ.

Samsung Galaxy F54 5Gની કિંમત કેટલી છે?
કંપનીએ Samsung Galaxy F54 5G સ્માર્ટફોનની શરૂઆતની કિંમત 27,999 રૂપિયા રાખી છે. આ ફોન સ્ટારડસ્ટ સિલ્વર અને મેટર બ્લૂ એમ બે કલર ઓપ્શનમાં મળે છે. આ ફોનનું પ્રિ બુકિંગ 6 જૂનથી ફ્લિપકાર્ટ પર શરૂ થઈ ચૂક્યુ છે. કંપની આ ફોનમાં 5 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ પણ આપવાની છે.
Samsung Galaxy F54 5G ના સ્પેસિફિકેશન્સ
આ ફોન એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. Samsung Galaxy F54 5Gમાં 6.7 ઈંચની full HD+ AMOLED ડિસ્પ્લે આપવામં આવી છે. આ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1080*2400 પિક્સલ છે. જેનો રિફ્રેશ રેટ 120 Hz છે. સાથે જ આ સ્માર્ટફોન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન ધરાવે છે. આ ઉપરાંત સેમસંગનો આ લેટેસ્ટ સ્માર્ટફોન Samsung Exynos 1380 પ્રોસેસ પર કામ કરે છે. જેની સાથે યુઝર્સને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મળે છે. આ ફોનમાં એક્સટર્નલ મેમરી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે, જેમાં યુઝર્સ 1 ટીબી સુધીનું મેમરી કાર્ડ યુઝ કરી શકે છે.
ટ્રિપલ કેમેરા સેટઅપથી સજ્જ સ્માર્ટફોન
ફોટોગ્રાફી ડિપાર્ટમેન્ટની વાત કરીએ, તો આગળ જણાવ્યું તેમ Samsung Galaxy F54 5G નો મુખ્ય કેમેરા 108 મેગાપિક્સલનો છે. સેમસંગના આ બજેટ મિડ રેન્જ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જે OIS સપોર્ટ પણ ધરાવે છે. રિયર સાઈડ બાકીના બે કેમેરામાંથી એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ સેન્સર કેમેરા છે, જ્યારે બીજો 2 મેગાપિક્સલનો કેમેરા છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રંટ સાઈડ 32 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
દમદાર બેટરી કરાવશે યુઝર્સને જલસો
Samsung Galaxy F54 5G ફોનમાં 6,000 mAhની જંબો બેટરી આપવામાં આવી છે, જે 25 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે આ ફોન સિંગલ ચાર્જમાં 20 કલાક સુધી કામ કરી શકે છે. એટલે કે ગેમિંગ કે બિન્જ વોચના શોખીનોને તો જલસો પડી જશે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં વાઈ ફાઈ, બ્લૂ ટૂથ, NFC, GPS જેવા બેઝિક ફીચર્સ પણ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications