Samsung Galaxy F34 5G ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ, જાણો ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

Samsung Galaxy F34 5G હવે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવા માટે તૈયાર છે. સેમસંગની જાહેરાત મુજબ કંપની સમય કે તારીખ જાહેર કર્યા વિના જ ભારતમાં Samsung Galaxy F34 5G પોન લોન્ચ કરશે. અમે પણ આ અપકમિગં સેમસંગ સ્માર્ટફોનની લોન્ચ ટાઈમલાઈન અંગે સ્પષ્ટ નથી, પરંતુ કંપનીએ આ ફોનના સ્પેસિફિકેશન્સ જરૂર જાહેર કર્યા છે. આ ફોનના સ્પેસિફિકેસન્શ પર નજર નાખીએ તો ખ્યાલ આવશે કે Samsung Galaxy F34 5G એક રિબન્ડાન્ડેડ A34 5G છે. ઉલ્લેખનીય છે કે આ વાત પહેલા પણ ચર્ચાઈ ચૂકી છે.

Samsung Galaxy F34 5G ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ, જાણો ડિટેઈલ્સ

સેમસંગના કહેવા પ્રમાણે અપકમિંગ Samsung Galaxy F34 5G ફોન 120 Hzના રિફ્રેશ રેટની સાથે સુપર AMOLED ડિસ્પ્લે, 50 MPના મુખ્ય સેન્સર સહિત ટ્રિપલ રિયર કેમેરા સિસ્ટમ સાથે આવશે. આ ફોનમાં લાંબો સમય સુધી ચાલે તેવી 6000 mAhની બેટરી પણ આપવામાં આવી છે. સેમસંગની વેબસાઈટ પર Galaxy F34 5Gની ડિઝાઈન પણ દર્શાવવામાં આવી છે. આ ફોનના લૂકમાં કંઈ ખાસ કહી શકાય તેવું નથી. ફોનમાં ડિસ્પ્લેની ઉપરની તરફ વૉટર ડ્રોપ સ્ટાઈલ નોચ આપવામાં આવ્યો છે, સાથે જ ફોન સાથે બ્લેક અને ગ્રીન એમ બે કલરમાં જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધી આ ફોન અંગે સામે આવેલા મીડિયા રિપોર્ટ્સમાં બધી જ વાત જાહેર થઈ ચૂકી છે. આશા છે કે Samsung Galaxy F34 5G 6.5 ઈંચની HD+ Super AMOLED ડિસ્પ્લે હશે. જે 1,000 નીટ્સની બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. આ ફોનમાં ટોપ પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળશે. આ ફોનમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સપોર્ટની સાથે 50 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર મળી શકે છે. Samsung Galaxy F34 5Gમાં 6000 mAh ની બેટરી મળશે, જે એક ચાર્જમાં બે દિવસ સુધી ચાલી શકે છે.

Samsung Galaxy F34 5Gને Samsung Galaxy A34 5Gના રિબ્રાન્ડેન્ડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવી શકે છે. માર્ચ મહિનામાં આ સ્માર્ટફોન 30,999 રૂપિયાની કિંમતે લોન્ચ થયો હતો. અપકમિંગ Samsung Galaxy F34 5Gની કિંમત હજી સુધી સ્પષ્ટ નથી, પરંતુ તેની કિંમત Samsung Galaxy A34 5G કરતા વધારે હોવાની શક્યતા છે.

Samsung લોન્ચ કરશે સ્માર્ટ વીંટી

ટેક જાયન્ટ કંપની સેમસંગ હવે વિયરેબલ ડિવાઈસિઝમાં એક નવું ગેજેટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સ્માર્ટ વૉચ, ઈયરબડ્ઝ, AR ગ્લાસ વગેરે બાદ હવે એક નવું ડિજીટલ વિયરેબલ સ્માર્ટ ડિવાઈસ આવવાનું છે. દક્ષિણ કોરિયાની આ કંપની આ નવા ડિવાઈસને હેલ્થ ટ્રેકર તરીકે લોન્ચ કરશે. આ ડિવાઈસ એક વિંટી હશે, જેને આંગળીમાં પહેરી શકાશે. આ ડિવાસને યુઝર્સ પોતાના સ્માર્ટફોનની સાથે કનેક્ટ કરી શક્શે અને પોતાના હેલ્થના ડેટાને એક્સેસ કરી શક્શે. જો કે હાલ કંપનીએ આ નવા વિયરેબલ ડિવાઈસ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી.

Best Mobiles in India

English summary
Samsung Galaxy F34 5G will soon to launch in India

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X